Vastu Tips: આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરવાથી ઘરમાં હંમેશા માતા લક્ષ્મીની રહેશે કૃપા
Image: Freepik
Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં દરેક દિશાનું પોતાનું અલગ મહત્વ જણાવાયું છે. જો તમે વાસ્તુના નિયમોનું પાલન કરતાં ઘર, ઓફિસ વગેરેનું નિર્માણ કરો છો તો તમારા જીવનમાં ઘણા સારા પરિણામ મળે છે. વાસ્તુ દોષના કારણે તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે.
વાસ્તુના આ નિયમોનું પાલન કરીને માતા લક્ષ્મીને કરો પ્રસન્ન
માતા લક્ષ્મી હંમેશા તે ઘરમાં પ્રવેશ કરે છે જ્યાં સ્વચ્છતા હોય. તેથી નિયમિતરીતે તમારે ઘરની સાફ-સફાઈ કરવી જોઈએ, આવું કરવું તમારા આરોગ્ય માટે શ્રેષ્ઠ હોય છે અને સાથે જ માતા લક્ષ્મી પણ તેનાથી પ્રસન્ન હોય છે.
વાસ્તુ અનુસાર જો તમે ઘર બનાવી રહ્યાં છો તો તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ઘરમાં પૂરતી રોશની આવી રહી હોય પરંતુ કોઈ કારણવશ જો ઘરમાં પૂરતી રોશની આવી રહી નથી તો તમારે ઉગતા સૂર્યની એક તસવીર ઘરની પૂર્વ દિશામાં લગાવી દેવી જોઈએ. આવું કરવાથી તમને ભાગ્યનો સાથ મળે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
ઘરના ફર્નીચરના કારણે પણ તમારા ઘરનું વાસ્તુ ખરાબ થાય છે. તેથી તમારે ક્યારેય પણ એવું ફર્નીચર ન લેવું જોઈએ જે ત્રિકોણ આકારનું હોય. ઘરમાં હંમેશા ગોળાકાર અથવા ચોરસ ફર્નીચર તમારે લગાવવું જોઈએ. જો તમે ત્રિકોણ ફર્નીચર ઘરમાં લગાવો છો તો ધન હાનિ તમને થઈ શકે છે.
ઘણા લોકો પોતાના ઘરની છત પર કચરો જમા કરીને રાખે છે અને નિયમિતરીતે તેની સફાઈ પણ કરતાં નથી. આવું કરવાથી ઘણા પ્રકારની તકલીફ તમારા જીવનમાં આવી શકે છે. તેથી તમારે ક્યારેય પણ ઘરની છતમાં કચરો જમા કરવો જોઈએ નહીં અને અઠવાડિયામાં એક કે બે વખત છતની સફાઈ જરૂર કરવી જોઈએ.
ઘરમાં જૂતા-ચપ્પલને પણ યોગ્ય રીતે તમારે રાખવા જોઈએ. ઘણા લોકો જૂતા-ચપ્પલોને ગમે ત્યાં રાખી દે છે, તેના કારણે પણ વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. તેથી જૂતા ચપ્પલને રાખવા માટે એક જ સ્થાન બનાવો અને ત્યાં જ તેને રાખો. ઘરના મુખ્ય દરવાજાની આસપાસ જો જૂતા-ચપ્પલ રાખે છે તો આવા સ્થળ પર રાખો જ્યાં ઘરમાં આવતી સીધી નજર તેની પર ન પડે.
જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ધનની વૃદ્ધિ થાય તો તમારા કિચનમાં એક વાસણમાં પાણી ભરીને હંમેશા રાખો. શક્ય હોય તો એક તાંબાના વાસણમાં પાણી ભરીને તમે રાખી શકો છો. જોકે, તમારે દરરોજ આ પાણીને બદલવું જોઈએ.
માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમારે ઘરમાં તુલસીનો છોડ જરૂર રાખવો જોઈએ પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે નિયમિત રીતે આ છોડની સારસંભાળ રાખો. આ સાથે જ એકાદશી, પૂનમ, રવિવારના દિવસે તેના પાંદડાને ન તોડો.