અક્ષય તૃતીયા પર 10 રૂપિયાની આ વસ્તુઓ ખરીદો, મા લક્ષ્મી પૈસાનો ખડકલો સર્જી દેશે!
Akshay Tritiya: આ વખતે અક્ષય તૃતીયા 30 એપ્રિલ, બુધવારના રોજ મનાવવામાં આવશે. હિંન્દુ પંચાંગ પ્રમાણે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજની તિથિના રોજ મનાવવામાં આવે છે. માન્યતા પ્રમાણે અક્ષય તૃતીયાના દિવસે સોનુ- ચાંદી ખરીદવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. કારણ કે, આવુ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. પરંતુ શું તમે જાણો છો કે, અક્ષય તૃતીયા એક ખૂબ જ સસ્તી વસ્તુ ખરીદવાથી પણ ઘરની આર્થિક સ્થિતિ સારી રહે છે.
આ પણ વાંચો : ખર્ચો વધશે, બનતા કામ બગડશે: ગુરુ ગોચરના કારણે આ 4 રાશિના જાતકો પર પડશે નકારાત્મક અસર
આ દિવસે ધાણા ખરીદવા ખૂબ જ શુભ
હકીકતમાં અક્ષય તૃતીયાના દિવસે ધાણા ખરીદવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે તમે ઈચ્છો તો માત્ર 10 રુપિયાના ધાણા પણ ખરીદી શકો છો. કહેવાય છે કે, આ દિવસે ધાણા ઘરમાં લાવવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે.
ઘરમાંથી આર્થિક તંગી દૂર થાય છે
અક્ષય તૃતીયા પર ધાણાનો આ ઉપાય કરવાથી ઘરમાંથી આર્થિક તંગી દૂર થાય છે અને માં લક્ષ્મીની કૃપા બની રહેશે. ધાણા ખરીદીને લાવ્યા પછી તેને ઘરના પૂજા સ્થળ પર રાખો અને પૂજા કર્યા પછી ધાણાને માં લક્ષ્મીના ચરણોમાં ચડાવી દો.
આ પણ વાંચો : આગામી 7 વર્ષ અતિચારી રહેશે બૃહસ્પતિ, 6 રાશિના જાતકોને ક્યારેય ધન નહીં ખૂટે!
પીળા સરસવ કે માટીનું કોઈ વાસણ પણ ખરીદી શકો છો
અક્ષય તૃતીયાના દિવસે ધાણાના આ ઉપયોગથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ઘરમાં માં લક્ષ્મીનો વાસ રહે છે. આ ઉપરાંત, તમે આ દિવસે ધાણા સિવાય પીળા સરસવ પણ ખરીદી શકો છો અથવા માટીનું કોઈ વાસણ પણ ખરીદી શકો છો.