Get The App

Pitru Paksha: પિતૃપક્ષમાં આગામી 10 દિવસ સુધી આ 3 વસ્તુઓ ખરીદવાથી લાગશે ત્રિદોષ

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
Pitru Paksha: પિતૃપક્ષમાં આગામી 10 દિવસ સુધી આ 3 વસ્તુઓ ખરીદવાથી લાગશે ત્રિદોષ 1 - image


                                                         Image Source: Freepik

અમદાવાદ, તા. 03 ઓક્ટોબર 2023 મંગળવાર

પિતૃપક્ષ પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ કરવા માટેનો વિશેષ સમય હોય છે. આ વખતે પિતૃ પક્ષ 29 સપ્ટેમ્બરથી શરૂ થયો હતો, જે 14 ઓક્ટોબર સુધી રહેવાનો છે. પિતૃ પક્ષને લઈને અમુક નિયમ પણ જણાવાયા છે. પિતૃપક્ષમાં શુભ કાર્યો કરવાની ના પાડવામાં આવી છે. સાથે જ નવુ ઘર, નવી ગાડી, જમીન, વસ્ત્ર વગેરેની ખરીદી કરવાનું પણ વર્જિત માનવામાં આવે છે. આ સિવાય અન્ય પણ ઘણી વસ્તુઓ છે, જેને પિતૃપક્ષમાં ખરીદવાથી બચવુ જોઈએ. જેને ખરીદવાથી તમારા પિતૃ નારાજ થઈ શકે છે અને ત્રિદોષ લાગી શકે છે.

સાવરણી

કહેવાય છે કે સાવરણીમાં ધનની દેવી માતા લક્ષ્મી વાસ કરે છે. જો તમે પિતૃ પક્ષમાં સાવરણી ખરીદો છો, તો તેનાથી તમને ધનનું નુકસાન થઈ શકે છે. પિતૃપક્ષમાં ક્યારેય ઘરમાં નવી સાવરણી લઈને આવવુ જોઈએ નહીં.

મીઠુ

પિતૃપક્ષમાં મીઠાની ખરીદીથી પણ બચવુ જોઈએ. કહેવાય છે કે તેના તીક્ષ્ણ સ્વાદના કારણે તેને શ્રાદ્ધમાં ખરીદવુ જોઈએ નહીં. 

સરસવનું તેલ

સરસવના તેલને ન્યાયના દેવતા શનિનું પ્રતીક માનવામાં આવે છે અને શનિ દેવની દ્રષ્ટિ ખૂબ તીક્ષ્ણ માનવામાં આવે છે. તેથી પિતૃપક્ષમાં સરસવનું તેલ પણ ઘરે લાવવાથી બચવુ જોઈએ.

શાસ્ત્રોના જાણકાર કહે છે કે પિતૃપક્ષમાં આ ત્રણેય વસ્તુઓ ખરીદવાથી ત્રિદોષ લાગે છે પરંતુ તેનું દાન કરવાની મનાઈ નથી. તમે આ વસ્તુઓનું દાન ચોક્કસપણે કરી શકો છો. જ્યોતિષ અનુસાર ત્રિદોષ જીવનમાં ઘણી સમસ્યાઓને વધારે છે. આ આર્થિક, આરોગ્ય કે કરિયરના મામલે તમારા કાર્યો બગાડી દે છે.


Google NewsGoogle News