થોડા જ દિવસમાં વૃશ્ચિકમાં ગોચર કરશે બુધ: આ પાંચ રાશિના જાતકોનો સમય 'ભારે'!
Budh Gochar 2024: બ્રહ્માંડમાં બુધ ગ્રહ સૂર્ય ભગવાનથી સૌથી નજીકમાં આવેલા છે. તેમને મિથુન અને કન્યા રાશિના સ્વામી માનવામાં આવે છે. તેમજ વાણી અને બુદ્ધિને નિયંત્રિત કરનારા ગ્રહ માનવામાં આવે છે. જો કે, જ્યારે તેઓ કોઈ વ્યક્તિની કુંડળીમાં નકારાત્મક સ્થિતિમાં હોય ત્યારે તે ચામડી, ચેતાતંત્ર, ફેફસા અને કાનને લગતી સમસ્યાઓનું કારણ બને છે. ગ્રહોમાં સૌથી નાના હોવાને કારણે તેને ગ્રહોનો રાજકુમાર પણ કહેવામાં આવે છે. અને 26 નવેમ્બર 2024ના રોજ સવારે 7.39 કલાકે બુધ વૃશ્ચિક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે.
આ પણ વાંચો : સાપ્તાહિક રાશિફળ : 12 રાશિના જાતકો માટે કેવું રહેશે સપ્તાહ? જાણો એક ક્લિકથી
બુધના આ ગોચરથી 5 રાશિના લોકોના જીવનમાં ઉથલપાથલ થઈ શકે છે. તેમને કામકાજમાં નુકસાન ઉઠાવાનો વારો આવી શકે છે. પરિવારમાં મતભેદ વધશે અને સંતાન તરફથી સમસ્યાઓ આવી શકે છે. આવી સ્થિતિમાં બુધનું સંક્રમણ થતાં જ તે રાશિના લોકોએ સાવધાન રહેવાની અને વિશેષ ઉપાય કરવાની જરૂર છે, જેથી આ સંકટથી બચી શકાય. ચાલો જાણીએ કે આ 5 રાશિઓ કઈ છે.
મેષ રાશિ
આ રાશિના લોકોની કુંડળીમાં બુધની સ્થિતિ નબળી રહેશે, જેના કારણે તમારે આર્થિક જીવનમાં નુકસાન સહન કરવું પડી શકે છે. કાર્યસ્થળ પર તમારા કામનો બોજ વધી શકે છે. અદ્ભુત અવસરો મળવા છતાં તેનો લાભ લેવામાં તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમે અને તમારા જીવનસાથી વચ્ચે વિશ્વાસ તૂટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું જરુરી છે. આંખમાં બળતરા અને દાંતના દુખાવાની સમસ્યા થઈ શકે છે. રાહત મેળવવા માટે દરરોજ 19 વખત "ઓમ ભૌમાય નમઃ"નો જાપ કરો.
મિથુન રાશિ
આ રાશિના જાતકોને એક પછી એક ખર્ચાઓ આવી શકે છે. જેને સંભાળવામાં તમને મુશ્કેલી પડી શકે છે. વેપારમાં પ્રતિસ્પર્ધકો તરફથી જોરદાર સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. નોકરીયાત લોકોને તેમના સાથીદારો સાથે મતભેદ અથવા વિવાદ થવાની સંભાવના છે, જેના કારણે તમે તણાવમાં આવી શકો છો. જીવનસાથી સાથે વિવાદ થવાની સંભાવના છે. પેટ સંબંધિત સમસ્યાઓ પરેશાન કરી શકે છે. તેના ઉપાય માટે દરરોજ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.
કર્ક રાશિ
બુધના ગોચરને કારણે કરિયરના ક્ષેત્રમાં તમારા પર કામનું ભારણ ઘણું વધી શકે છે. તમારા ખર્ચ તમારી આવક કરતાં વધી શકે છે, જે તમારા માટે તણાવનું કારણ બની શકે છે. બુધની વક્રી અવસ્થા દરમિયાન લોકોનો તમારા પરથી વિશ્વાસ ઊઠી શકે છે, જેને ફરીથી મેળવવા પર તમારે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. અંગત સંબંધોમાં અહંકાર સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તમારે તમારા બાળકના આરોગ્ય પર ઘણા પૈસા ખર્ચવા પડી શકે છે. તેના ઉપાય માટે દરરોજ 21 વાર "ઓમ સોમાય નમઃ"નો જાપ કરવાથી રાહત મળે છે.
આ પણ વાંચો : ગુડ ન્યૂઝ: આ પ્રતિષ્ઠિત અમેરિકન યુનિવર્સિટી ટૂંક સમયમાં ભારતમાં ખોલશે કેમ્પસ
તુલા રાશિ
આ રાશિના જાતકોને ધંધામાં ઓછો ફાયદો થઈ શકે છે. તમારા બિઝનેસ પાર્ટનર સાથે તમારા સંબંધોમાં તણાવ આવી શકે છે. આ ઉપરાંત ધંધાર્થે તમારે ક્યાંક મુસાફરી કરવી પડી શકે છે, પરંતુ જો તમને પૂરતા પ્રમાણમાં પરિણામો ન મળે તો તમે અસંતોષ અનુભવી શકો છો. તમે જે પણ પૈસા કમાઓ છો, તે બચાવવા માટે તમે અસમર્થ હશો. સંતાનોની પ્રગતિ અંગે ચિંતા વધશે. પોઝીટિવ બાજુની વાત કરીએ તો આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ વધશે. તેના ઉપાય તરીકે દરરોજ 21 વાર “ઓમ ગુરવે નમઃ”નો જાપ કરવાથી ફાયદો થશે.
વૃશ્ચિક રાશિ
બુધ આ રાશિમાં ગોચર કરી રહ્યા છે. જેના કારણે તમને બિઝનેસમાં ઘટાડો જોવા મળી શકે છે. ધન કમાવવાના માર્ગમાં મુશ્કેલીઓ આવી શકે છે. કામ કરતાં લોકો તેમની નોકરી વિશે તણાવમાં આવશે અને તેને ચાલુ કરવાનો પ્રયાસ કરતાં જોવા મળશે. તમને અચાનક માથાનો દુખાવો અને ચક્કર આવી શકે છે. તેના ઉપાય માટે દરરોજ 11 વાર "ઓમ હનુમતે નમઃ"નો જાપ કરો.