મિથુન-મીન સહિત આ 5 રાશિના જાતકો ચેતજો! બુધ ગ્રહની ચાલ બદલાવવાના કારણે થશે ભારે નુકસાન

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
મિથુન-મીન સહિત આ 5 રાશિના જાતકો ચેતજો! બુધ ગ્રહની ચાલ બદલાવવાના કારણે થશે ભારે નુકસાન 1 - image

Budh Gochar: આગામી 19 જુલાઈએ કન્યા રાશિનો સ્વામી એટલે કે બુધ ફરી એકવાર ગોચર કરવા જઈ રહ્યા છે. વૈદિક કેલેન્ડર પ્રમાણે બુધવારે રાત્રે 08:48 કલાકે ભગવાન બુધ સિંહ રાશિમાં ગોચર કરશે. બુધને ચામડી માટે જવાબદાર ગ્રહ માનવામાં આવે છે, એટલે જે વ્યક્તિની કુંડળીમાં બુધ ગ્રહ સ્ટ્રોંગ હોય તેને ચામડી સંબંધિત સમસ્યાનું જોખમ ઓછું હોય છે. એજ પ્રમાણે જેમની કુંડળીમાં બુધ નબળો થવાને કારણે, ગંભીર રોગોનું જોખમ વધી જાય છે. આ સિવાય ખર્ચાઓમાં પણ વધવો થવા લાગે છે, જેના કારણે પૈસાની તંગીનો સામનો કરવો પડશે. ચાલો જાણીએ કે આ વખતે બુધના ગોચરથી કઈ રાશિના લોકો પર તેની નકારાત્મક અસર થઈ શકે છે.  

મિથુન રાશિ

આ રાશિના લોકોએ આ સમયગાળામાં ભૂલથી પણ નોકરી છોડવાનો નિર્ણય લેવો ન જોઈએ, નહીં તો બેરોજગાર થઈ જવાની સંપૂર્ણ સંભાવના છે. બિઝનેસમેનની નવી ડીલ તૂટે તો મોટું નુકસાન થઈ શકે છે. જૂની ઈજાનું દર્દ તમને ફરી એકવાર પરેશાન કરી શકે છે. આ ઉપરાંત અન્ય કોઈ સ્ત્રીના કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડો પણ થઈ શકે છે.

વૃષભ રાશિ

આ રાશિના જાતકોએ ભાગીદારીમાં વેપાર કરવા માટે આ સમય યોગ્ય નથી. ભવિષ્યમાં મોટું નુકસાન થવાની સંભાવના રહેલી છે. તમારા કાર્યક્ષેત્રમાં કામ વધવાના કારણે તણાવ થઈ શકે છે. આ ઉપરાંત સહકર્મીઓ સાથે વિવાદ થવાની પણ સંભાવના છે. ધાર્મિક કાર્યક્રમ દરમિયાન તમારા જીવનસાથી સાથે મતભેદ પણ સર્જાઈ શકે છે.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકોએ તમારી ઓફિસમાં તમારી વાણીની નમ્રતા જાળવી રાખવી જરુરી છે, જો નમ્રતા નહીં રાખો તો બોસ તમને નોકરીમાંથી રવાના કરી શકે છે. વિવાહિત લોકોને રાત્રિભોજન દરમિયાન પરિવારના સભ્યો સાથે ઝઘડો થઈ શકે છે. વેપારી વર્ગના લોકોએ કાર ધીમે ચલાવવી કારણે કે અકસ્માત થવાની સંભાવના છે.

મીન રાશિ

મીન રાશિના લોકોએ તેમની માતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જરુરી છે. નહીંતર તેમનું સ્વાસ્થ્ય બગડી શકે છે. વ્યાપારી વર્ગના લોકોને ધંધામાં નુકસાન થવાની સંભાવના છે. ખાનગી કંપનીઓમાં કામ કરતા લોકોનું પ્રમોશન અટકી શકે છે, જેના કારણે તમારું મન પરેશાન રહેશે. અવિવાહિત લોકોને તેમના પરિવારના સભ્યો સાથે લડાઈ- ઝઘડા થઈ શકે છે.

કર્ક રાશિ 

કર્ક રાશિના જાતકોને તમારા કાર્યક્ષેત્ર પર તમારા બોસ તમારા પર ખોટા આરોપો લગાવી શકે છે, જેના કારણે બોસ સાથે તમારો ઝઘડો થઈ શકે છે. વિરોધીઓ અડચણો ઉભી કરવાનો પૂરો પ્રયાસ કરશે, જેના કારણે વેપારીવર્ગના લોકો સતત તણાવમાં રહેશે. વિદ્યાર્થીઓને સ્કુલમાં સિનિયરો સાથે મતભેદ થઈ શકે છે. વૈવાહિક જીવનમાં પણ સમસ્યાઓ આવી શકે છે.


Google NewsGoogle News