Get The App

200 વર્ષ બાદ પૂનમના દિવસે બની રહ્યો છે આવો સંયોગ: આ રાશિના જાતકોને થશે ધનલાભ

Updated: May 19th, 2024


Google NewsGoogle News
200 વર્ષ બાદ પૂનમના દિવસે બની રહ્યો છે આવો સંયોગ: આ રાશિના જાતકોને થશે ધનલાભ 1 - image
Image Twitter 

Buddha Purnima 2024: આ વર્ષે બુદ્ધ પૂર્ણિમાનો તહેવાર 23 મેના રોજ ઉજવવામાં આવશે. આ બુદ્ધ પૂર્ણિમા પર લગભગ 200 વર્ષ બાદ શનિનો દુર્લભ સંયોગ થઈ રહ્યો છે. હકીકતમાં 6 મેના રોજ શનિદેવે પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કર્યો હતો. પોતાની જ કુંભ રાશિમાં રહેતા શનિ 200 વર્ષ પછી આ નક્ષત્રમાં બિરાજમાન થયા છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે બુદ્ધ પૂર્ણિમાના દિવસે શનિની આ વિશેષ સ્થિતિ ત્રણ રાશિઓ માટે વિશેષ ફળદાયી સાબિત થઈ શકે છે. આવો આજે જાણીએ કે કઈ- કઈ 3 ભાગ્યશાળી રાશિઓ છે. 

મેષ રાશિ

આ દુર્લભ સંયોગથી મેષ રાશિને અચાનક આર્થિક લાભ થવાની આશા છે. આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. કાર્યસ્થળમાં શાનદાર પ્રદર્શન કરશો. ખર્ચ પર નિયંત્રણ રહેશે. સાથે સાથે તમારો આત્મવિશ્વાસ પણ વધશે. વ્યાપારીઓને પૈસા કમાવવાની ઘણી વિશેષ તકો મળશે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની એકાગ્રતામાં વધારો થશે.

તુલા રાશિ

શનિનો આ દુર્લભ યોગ તુલા રાશિના ભાગ્ય ખુલશે. પિતા સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ ઉભુ થાય. તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે.

કુંભ રાશિ

આ દુર્લભ યોગથી કુંભ રાશિના જાતકોને આવકના સ્ત્રોત વધારો થાય. તમને અચાનક ક્યાકથી પૈસા મળી શકે છે. રોકાણ કરવા માટે આ સમય સારો માનવામાં આવે છે. સમાજમાં તમારું માન અને પ્રતિષ્ઠા વધારો થશે. જો તમે ભાગીદારીમાં બિઝનેસ કરશો તો તમને મોટો ફાયદો થશે. તમારું વ્યક્તિત્વમાં પણ સુધારો થાય. વિવાહિત જીવન માટે પણ આ સમય અનુકૂળ છે.



Google NewsGoogle News