Get The App

મહાશિવરાત્રિ પહેલાં ઘરે લાવો આ વસ્તુઓ, કિસ્મત બદલાઇ જશે, શિવના મળશે આર્શીવાદ

Updated: Feb 24th, 2024


Google NewsGoogle News
મહાશિવરાત્રિ પહેલાં ઘરે લાવો આ વસ્તુઓ, કિસ્મત બદલાઇ જશે, શિવના મળશે આર્શીવાદ 1 - image


Image:Free Pik 

નવી મુંબઇ,તા. 24 ફેબ્રુઆરી 2024, શનિવાર 

હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રી સૌથી શુભ તહેવારોમાંથી એક છે. આ તહેવાર શિવ અને શક્તિના અભિષરણનું પ્રતીક છે અને ભોલેનાથના ભક્તો માટે ખુબ મહત્વપૂર્ણ હોય છે હિન્દુ પંચાંગ અનુસાર મહાશિવરાત્રી દરવર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીની તિથિએ ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રીના અવસર પર શિવભક્તો ઉપવાસ અને પૂજા કરીને ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવાના ઉપાય કરે છે. 

મહાશિવરાત્રિ પહેલા, ભગવાન મહાદેવની પ્રિય વસ્તુઓ ઘરમાં લાવવાથી તમને સમગ્ર શિવ પરિવારના આશીર્વાદ અને પ્રેમ મળશે. તો આવો જાણીએ મહાશિવરાત્રિ પહેલા ભગવાન શિવની કઈ કઈ પ્રિય વસ્તુઓ ઘરમાં રાખવી જોઈએ. 

કઇ કઇ વસ્તુઓ ઘરમાં લાવી શકાય?

શિવ પરિવારનું ચિત્રઃ શિવ પરિવારનું ચિત્ર મહાશિવરાત્રિના દિવસે અથવા તેના પહેલા સોમવારે ઘરે લાવવું જોઈએ. આ ચિત્ર તમારા પરિવારમાં શાંતિ અને સુખ લાવશે. 

મહાશિવરાત્રિ પહેલાં ઘરે લાવો આ વસ્તુઓ, કિસ્મત બદલાઇ જશે, શિવના મળશે આર્શીવાદ 2 - image

શિવલિંગઃ ઘરમાં પારદ અથવા રત્નોથી બનેલું શિવલિંગ લાવીને મહાશિવરાત્રિ પર વિધિ પ્રમાણે તેની પૂજા કરો અને નિયમિત જળ ચઢાવતા રહો. દર સોમવારે તેની પૂજા કરો. પારદ શિવલિંગની પૂજા કરવાથી કાલસર્પ દોષ, પિતૃ દોષ, વાસ્તુ દોષ વગેરે તમામ પ્રકારના દોષ દૂર થાય છે. 

એક મુખી રુદ્રાક્ષઃ રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુમાંથી થઈ હતી. મહાશિવરાત્રીના દિવસે તમારે તમારા ઘરમાં એક મુખી રુદ્રાક્ષ લાવવો. જેનાથી તમારા પૈસા ક્યાંક રાખવાથી તમારી સંપત્તિમાં વધારો થશે. 

બેલપત્ર છોડઃ ભગવાન ભોલેનાથને બેલપત્ર પ્રિય છે. દરરોજ બેલપત્રના છોડની સેવા કરવાથી પુણ્ય મળે છે તેમજ મનોકામના પણ પુરી થાય છે. બેલપત્ર વિના ભગવાન શિવની પૂજા અધૂરી છે. 


Google NewsGoogle News