2025ના પ્રથમ દિવસે જ 5 શુભ વસ્તુઓ ઘરે લઈ આવો, આખું વર્ષ મા લક્ષ્મીની કૃપા રહેશે
Image: Freepik
New Year 2025: નવું વર્ષ 2025 શરૂ થઈ ગયું છે. જ્યોતિષવિદોનું કહેવું છે કે નવા વર્ષની શરૂઆતમાં ઘરમાં કેટલીક શુભ વસ્તુઓ લાવવાથી આખું વર્ષ સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.
ઘરમાં આ શુભ વસ્તુઓને રાખવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર રહેશે અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા જળવાઈ રહેશે. તેથી 2025ની પહેલી તારીખે તમારે કેટલીક શુભ વસ્તુઓને ઘરે જરૂર લાવી જોઈએ.
તુલસી
તુલસીના છોડમાં સ્વયં માતા લક્ષ્મી વાસ કરે છે. તુલસી પૂજાથી સકારાત્મક ઉર્જામાં વૃદ્ધિ થાય છે અને શ્રી હરિ ભગવાન વિષ્ણુ પણ પ્રસન્ન રહે છે. ઘરમાં તુલસીનો છોડ ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશામાં લગાવો. આવું કરવાથી આર્થિક મામલે વધારો થશે અને આખું વર્ષ ધનની અછત અનુભવાશે નહીં.
શંખ
સમુદ્ર મંથનથી નીકળેલા 14 રત્નો પૈકીનો એક શંખ જે ઘરમાં રહે છે, ત્યાં માતા લક્ષ્મીનો વાસ રહે છે. તમે તેને લાવીને પૂજા સ્થળ પર રાખી શકો છો.
આ પણ વાંચો: New Year Tips : 2025ના પહેલા દિવસે કરો આ 5 કામ, લક્ષ્મીજીની કૃપાથી આખું વર્ષ થશે ધનલાભ
મોરનું પીંછુ
ઘરના મુખ્ય દ્વાર પર મોરનું પીંછુ લગાવો. તેનાથી લક્ષ્મી અને વિષ્ણુની કૃપા રહેશે. ઘરમાં જો માતા લક્ષ્મી-નારાયણનો વાસ થાય તો ખુશીઓ આવવાનું નક્કી છે.
લઘુ નારિયેળ
વાસ્તુ અનુસાર નાનું નારિયેળ નવા વર્ષે જરૂર ખરીદવું જોઈએ. આને વસ્ત્રમાં લપેટીને તિજોરીમાં મૂકી દો. તેનાથી ઘરમાં પ્રગતિ આવે છે.
ધાતુનો કાચબો
ધાતુનો કાચબો સૌભાગ્ય-સમૃદ્ધિનું પ્રતીક છે. આ કાચબો ક્રિસ્ટલ, તાંબુ કે ચાંદી જેવી ધાતુઓનો હોય છે. આને મૂકવાથી બંધ પડેલો વેપાર પણ ચાલી પડે છે.