બ્રહ્મ મુહૂર્તમાં ઊઠતાં જ કરો 3 શબ્દોનો જાપ, વર્ષ દરમિયાન પૈસાનો થતો રહેશે વરસાદ!
Braham Muhurat Chant these Powerful Words or Mantra : સનાતન ધર્મમાં બ્રહ્મ મુહૂર્તનો સમય ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે 4 થી 5:30 સુધીનો માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું સૌથી વધુ લાભદાયક ગણવામાં આવે છે. બ્રહ્મ મુહૂર્તને અક્ષય મુહૂર્ત તરીકે પણ ઓળખવામાં આવે છે.
જે બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે, તેમના પર દેવી લક્ષ્મીની કૃપા રહે છે
એવું કહેવાય છે કે, જે લોકો બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે, તેમના પર દેવી લક્ષ્મીની કૃપા રહે છે, અને તેમની આર્થિક સ્થિતિમાં પણ ખૂબ જ સુધારો થાય છે. એવું પણ માનવામાં આવે છે કે, બ્રહ્મ મુહૂર્તના સમયે 3 શબ્દોનો જાપ કરવાથી દેવી લક્ષ્મી વ્યક્તિ પર ધનનો વરસાદ કરે છે.
બ્રહ્મમૂહૂર્તમાં ગાયત્રી મંત્રનો જપ કરવો ખૂબ જ શુભ
બ્રહ્મ મુહૂર્તમાં જાગ્યા પછી હથેળીઓ જોતાં જોતા તમારા ઇષ્ટદેવનું સ્મરણ કરો. અને તે પછી આ મંત્રનો જાપ કરો “ઓમ ભૂર્ભુવ: સ્વ: તત્સવિતુર્વેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્”. બ્રહ્મમૂહૂર્તમાં ગાયત્રી મંત્રનો જપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ત્યાર બાદ ધ્યાન અવસ્થામાં બેસો.પછી મહાદેવનું સ્મરણ કરતાં કરતાં 'ઓમ' નો જાપ કરો.
બ્રહ્મ મુહૂર્તમાં આ મંત્રનો જાપ કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને વૈભવ આવશે
આ મંત્રનો જાપ કરવાથી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેમજ જીવનની તમામ સમસ્યાઓનો અંત આવે છે. જ્યોતિષોના મતે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને આ મંત્રનો જાપ કરો. ઘરમાં સુખ, સમૃદ્ધિ અને વૈભવનું આગમન થશે.