Get The App

મે મહિનામાં મેષમાંથી વૃષભમાં ગોચર કરશે ગુરુ: આ 5 રાશિના જાતકો માટે સારો સમય શરૂ, બન્યો કુબેર યોગ

Updated: May 1st, 2024


Google NewsGoogle News
મે મહિનામાં મેષમાંથી વૃષભમાં ગોચર કરશે ગુરુ: આ 5 રાશિના જાતકો માટે સારો સમય શરૂ, બન્યો કુબેર યોગ 1 - image
Image Twitter 

Guru Rashi Parivartan : મે મહીનાનું સૌથી મોટુ રાશિ પરિવર્તન આજે એટલે કે 1 મે 2024ના રોજ થઈ રહ્યું છે. આજે દેવતાઓના ગુરુ અને સૌથી વિશાળ ગુરુ ગ્રહ મેષ રાશિમાંથી ગોચર કરીને વૃષભ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. અને રાશિમાં એક વર્ષ સુધી રહેશે, જેની અસર દરેક રાશિઓ પર થશે. 

1 મેના રોજ બપોરે 1:50 કલાકે ગુરુ મંગળની રાશિ મેષથી નીકળીને શુક્રની રાશિ વૃષભમાં જશે. આ મે મહિનાનો 'સૌથી મોટુ રાશિ પરિવર્તન' કહેવાય છે. જ્યારે પણ ગુરુ ગ્રહ ગોચર કરે છે. ત્યારે તેની તમામ રાશિઓ પર ઓછી કે વધુ સકારાત્મક અસર થાય છે. ગુરુના આ ગોચરના કારણે કુબેર યોગ બની રહ્યો છે, જેની અસર મે 2025 સુધી રહેશે. ગુરુનું ગોચર આ પાંચ રાશિઓનો ભાગ્યોદય કરશે. 

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે નાણાકીય સ્થિરતાનો સમય આવી ગયો છે, કારણ કે ધનનો પ્રવાહ નિશ્ચિત પેટર્ન પર રહેશે. શિક્ષણ અને અભ્યાસ સાથે જોડાયેલા લોકોને ખાસ લાભ મળી રહેશે. વેપારી વર્ગ ભાગીદારી બનાવી શકે છે. નિઃસંતાનને 'સારા સમાચાર' મળવાની આશા છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકોને ગુરુના ગોચરથી વિશેષ લાભ મળશે. નોકરી, વ્યવસાય અને કરિયરમાં કંઈક નવું કરવાની તક મળશે. ખાનગીક્ષેત્રે નોકરી કરતાં લોકોને સારુ પ્રમોશન મળી રહેશે. સારુ ઇન્ક્રીમેન્ટ મળવાના યોગ બની રહ્યા છે. વેપારીઓમાં વેપાર અને લેવડદેવડમાં નોંધપાત્ર ઉછાળો આવી શકે છે. 

કર્ક રાશિ

કર્ક રાશિના લોકોને તેમની મહેનતનું ફળ મળવાનો સમય આવી ગયો છે. વેપારમાં ઉત્તરોતર પ્રગતિ જોવા મળી શકે છે. વેપાર સાથે સંકળાયેલા લોકો સફેદ વસ્તુઓ જેમ કે ખાંડ, દૂધ, ડેરી વગેરેમાંથી સારો નફો મળી શકશે. આ સાથે જે મહિલા વ્યાપારીઓ છે, તેમને વિશેષ લાભ મળવાની સંભાવના છે.

તુલા રાશિ

તુલા રાશિના જાતકોની જમીન-મિલકત સંબંધિત અટકેલી સમસ્યાઓનો જલ્દી ઉકેલ આવશે. તમારા વિરોધીઓ તમારાથી ડરશે અને તમને કાયદાકીય જીત મળશે. પરિવારના સહયોગથી ધન-સંપત્તિમાં વધારો જોવા મળે. જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળી રહેશે. સંતાનનું સુખ ખૂબ રહેશે.

ધન રાશિ

ધન રાશિના જાતકોને જ્ઞાન અને વિજ્ઞાન સાથે જોડાયેલા કામોમાં વ્યસ્તા રહે. જે તમને આર્થિક લાભ અપાવશે. મનોરંજન વ્યવસાય સાથે જોડાયેલા લોકોની ખ્યાતિમાં વધારો જોવા મળી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વિદેશ જવાની તક મળવાના યોગ બની રહ્યો છે.


Google NewsGoogle News