ભગવાનને ક્યારેય ભોગમાં ન ધરાવો આ વસ્તુ, આશીર્વાદને બદલે થશે પડતી અને ઘર-ધંધામાં આવશે નુકશાની
Image:freepik
નવી મુંબઇ,તા. 28 ફેબ્રુઆરી 2024, બુધવાર
હિંદુ ઘરોમાં દેવી દેવતાઓની નિયમિત પૂજા કરવામાં આવતી હોય છે. ભગવાનને પ્રસાદ અર્પણ કરવો એ પૂજાનું એક આવશ્યક અંગ માનવામાં આવે છે. તેના વિના પૂજા અધૂરી માનવામાં આવે છે.
સનાતન ધર્મમાં, ભગવાનની પૂજા કરતી વખતે ચોક્કસપણે ભોગ લગાવવામાં આવે છે. કેટલાક લોકો ભગવાનને મીઠાઈ, મોદક અને વિવિધ પ્રકારના ફળો, મીઠાઈઓ અને અન્ય વસ્તુઓ પણ અર્પણ કરે છે. ઘણા લોકો ભગવાનને પ્રસાદ તરીકે ભોજન અર્પણ કરે છે. ભોગ ચઢાવ્યા પછી લોકો પ્રસાદનું સેવન કરે છે.
ફળ, ખોરાક, દહીં કે દુધ વગેરેનો ઉપયોગ ભોગ કે પ્રસાદ માટે કરવામાં આવે છે. પરંતૂ ભગવાનના પ્રસાદમાં કેટલીક એવી વસ્તુઓ છે જેને ભૂલથી પણ ભોગમાં આપવી ના જોઇએ. ભોગ લગાવવાના પણ કેટલાક નિયમો છે તો જાણીએ ભગવાનને ભોગમાં શું ન આપી શકાય.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાનને ભોજન અર્પણ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તેથી ભગવાનને ભોજન અર્પણ કરતી વખતે લોકો ઘણીવાર તુલસીના પાન નાખે છે પરંતુ આવું ન કરવું જોઈએ. કારણ કે, તમામ દેવી-દેવતાઓ તુલસીના પાનને પસંદ કરતા નથી.
શિવને નથી પસંદ તુલસીના પાન
પંડિતજીના મતે જેમ ભગવાન વિષ્ણુને તુલસીના પાન ખૂબ જ પસંદ છે, તેવી જ રીતે ભગવાન શિવ અને ગણેશજીને પણ તુલસીના પાન પસંદ નથી.
ભગવાન શિવ અને ગણેશજીના પ્રસાદમાં તુલસીના પાન નાખવાથી બધા કામ બગડવા લાગે છે. આ ઉપરાંત ધનહાનિ પણ શરૂ થાય છે. તેથી પ્રસાદમાં તુલસીના પાન ઉમેરતા પહેલા આ વાતનું ધ્યાન રાખવુ જોઇએ.
ભોજન અર્પણ કર્યા પછી આ કામ કરો
જ્યોતિષના મતે ભગવાનને ભોજન અર્પણ કર્યા પછી તરત જ તેનું સેવન ન કરવું જોઈએ. તેના બદલે પ્રસાદનો એક ભાગ ગાયને ખવડાવવો જોઈએ. ત્યાર બાદ જ પ્રસાદ સ્વીકારવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી પૂજાનું બમણું ફળ મળે છે. તમને ભગવાનના આશીર્વાદ પણ મળે છે.