Bhai Dooj 2023: ભાઈ બીજ ક્યારે છે? જ્યોતિષ અનુસાર જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત

કારતક મહિનાના સુદ પક્ષની બીજની તિથિના રોજ ભાઈબીજનું પર્વ મનાવવામાં આવે છે

શુભ મુહૂર્ત તા. 14 નવેમ્બર બપોરે 1.10 કલાકથી લઈને 3.19 કલાક સુધી છે

Updated: Nov 13th, 2023


Google NewsGoogle News
Bhai Dooj 2023: ભાઈ બીજ ક્યારે છે? જ્યોતિષ અનુસાર જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત 1 - image

Image Social Media






Bhai Dooj 2023: હિન્દુ પંચાગ પ્રમાણે દર વર્ષે કારતક મહિનાના સુદ પક્ષની બીજની તિથિના રોજ ભાઈબીજનું પર્વ મનાવવામાં આવે છે. તેને યમ બીજના નામથી પણ ઓળખવામાં આવે છે. દેશભરમાં દિવાળી પછી ધામધુમથી ભાઈબીજનું પર્વ મનાવવામાં આવે છે. આ પર્વ પર ભાઈ-બહેનના સંબંધનું પ્રતીક માનવામાં આવે છે. જો કે આ વર્ષે ભાઈ બીજનું પર્વને લઈને લોકો ઘણા ચિંતામાં છે, કે ભાઈબીજનું પર્વ ક્યારે છે, તેમજ શુભ મુહૂર્ત ક્યારે છે.

જાણો ભાઈબીજનું શુભ મુહૂર્ત 

જ્યોતિષના કહેવા પ્રમાણે કારતક મહિનાના સુદ પક્ષની પ્રતિપદાની તિથિની શરુઆત 14 નવેમ્બર બપોરના 2.36 કલાક સુધી છે. તેના પછી બીજ 14 નવેમ્બરના રોજ 2.36 થી બીજા દિવસ એટલે કે 15 નવેમ્બરના બપોર 1.45 કલાક સુધી રહેશે. એટલે ધાર્મિક માન્યતા પ્રમાણે ભાઈબીજનું પર્વ દિવસે મનાવવામાં આવશે. એટલે  14 નવેમ્બરના રોજ બપોરના સમયે બહેન તેના ભાઈના માથા પર તિલક કરી તેના લાંબા દીર્ધ આયુષ્ય માટે કામના કરી રક્ષાસુત્ર બાંધી શકે છે. 

ભાઈને તિલક કરવાનું શુભ મુહૂર્ત 

ભાઈને તિલક કરવાનું શુભ મુહૂર્ત તા. 14 નવેમ્બર બપોરે 1.10 કલાકથી લઈને 3.19 કલાક સુધી છે. એટલે આ સમયમાં તિલક કરી રક્ષા સુત્ર બાંધવામાં આવે તે ઉત્તમ ગણવામાં આવે છે. તેમજ તિલક કરતી વખતે ભાઈને ઉત્તર અથવા ઉત્તર -પશ્ચિમમાં મોઢુ રાખી બેસાડવો જોઈએ. જ્યારે બહેનનું મોઢુ ઉત્તર -પુર્વમાં હોવું જોઈએ. 



Google NewsGoogle News