Guru Pushya Yog 2023: વર્ષ 2024 પહેલા બની રહ્યો છે ગુરુ પુષ્ય યોગ, આ શુભ કાર્યો કરવાથી જળવાઈ રહેશે સુખ-સમૃદ્ધિ
Image Source: Freepik
અમદાવાદ, તા. 27 ડિસેમ્બર 2023 બુધવાર
જ્યોતિષ શાસ્ત્રમાં 27 નક્ષત્રો પૈકીનું એક નક્ષત્ર પુષ્ય આવે છે. જેના કારણે ગુરુ પુષ્ય યોગ બને છે, આ યોગમાં ગુરુ અને પુષ્ય નક્ષત્રના મિલનના કારણે આ યોગ ખૂબ શુભ માનવામાં આવે છે. આ યોગ દરમિયાન કરવામાં આવેલા કાર્યોમાં સફળતા મળે છે. આ સાથે માતા લક્ષ્મીના આશીર્વાદ પણ મળે છે. વર્ષ 2023ના અંતમાં અને 2024નું નવુ વર્ષ આવ્યા પહેલા ધન લાભનો આ મહાસંયોગ બની રહ્યો છે.
માન્યતા છે કે આ નક્ષત્રમાં વેપારનો શુભારંભ કરવો, ખરીદી કરવી અને ધનનું રોકાણ વગેરે કાર્ય કરવા ખૂબ શુભ અને લાભકારી હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં પુષ્ય નક્ષત્રને દેવતાઓ દ્વારા પૂજાતુ નક્ષત્ર ગણાવાયુ છે.
વર્ષ 2023માં ક્યારે બની રહ્યો છે ગુરુ પુષ્ય નક્ષત્રનો શુભ સંયોગ
ગુરુ પુષ્ય નક્ષત્ર- 29 ડિસેમ્બર 2023 શુક્રવાર
ગુરુ પુષ્ય નક્ષત્ર શરૂઆત- 29 ડિસેમ્બર 2023 શુક્રવાર દેવ રાત 01.05 મિનિટ પર શુક્ર.
ગુરુ પુષ્ય નક્ષત્ર સમાપ્ત - 30 ડિસેમ્બર 2023 શનિવાર સવારે 03.10 મિનિટ પર સમાપન.
29 ડિસેમ્બર 2023 શુક્રવારે આખો દિવસ ગુરુ પુષ્ય નક્ષત્ર રહેશે. આ દિવસે ખરીદી કરવાનું શુભ મુહૂર્ત આખો દિવસ રહેશે.
ગુરુ પુષ્ય યોગમાં આ કાર્યો કરવાથી મહાલાભ થશે
આ નક્ષત્ર સ્થાયી છે જે લોકો આ નક્ષત્ર દરમિયાન કોઈ પણ વસ્તુ ખરીદે છે. તે વસ્તુનું અસ્તિત્વ લાંબા સમય સુધી રહે છે. પુષ્ય નક્ષત્ર પર ગુરુ અને શનિ ગ્રહનું આધિપત્ય રહે છે આ કારણે આ નક્ષત્ર ખૂબ શુભ માનવામાં આવે છે અને આ નક્ષત્રમાં ભૂમિ-ભવન, રત્ન, સોના-ચાંદીની ખરીદી કરવી લાભકારી હોય છે.
આ નક્ષત્ર દરમિયાન ધનનું રોકાણ કરવુ પણ લાભકારી હોય છે. આ સાથે આ નક્ષત્રમાં તમે ગુરુના શુભ આશીર્વાદ મેળવવા માટે તેમના સંબંધિત વસ્તુ ખરીદી શકો છો. જેમ કે પિત્તળનું પાત્ર, પીળા રંગના વસ્ત્ર, સોનાના દાગીના વગેરે.
હિંદુ ધર્મ અનુસાર આ નક્ષત્ર દરમિયાન માતા લક્ષ્મીની પૂજા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્રમાં માતા લક્ષ્મીની આરાધના કરવાથી તેઓ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે અને ધન-ધાન્યનો ભંડાર ભરેલો રહે છે.