દિવાળી પહેલા શુક્ર-શનિની બદલાશે ચાલ, આ 4 રાશિના જાતકોને થશે ધનલાભ

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News
દિવાળી પહેલા શુક્ર-શનિની બદલાશે ચાલ, આ 4 રાશિના જાતકોને થશે ધનલાભ 1 - image


                                                                Image Source: Freepik

અમદાવાદ, તા. 21 ઓક્ટોબર 2023 શનિવાર

વર્ષ 2023નો નવેમ્બર મહિનો ખૂબ ખાસ છે. આ મહિને દિવાળી મહાપર્વ મનાવવામાં આવશે. સાથે જ શનિ અને શુક્ર જેવા 2 મહત્વપૂર્ણ ગ્રહોની સ્થિતિમાં પરિવર્તન થઈ રહ્યુ છે.

વૈદિક જ્યોતિષમાં ગ્રહોના રાશિ પરિવર્તનને ખૂબ ખાસ માનવામાં આવ્યુ છે. તેમાંથી અમુક ગ્રહ એવા છે, જેમની સ્થિતિમાં પરિવર્તન લોકોના જીવનમાં ઉતાર-ચઢાવ લાવે છે. જેમ કે શનિ અને શુક્ર. શુક્ર ધન-વિલાસિતા, ભૌતિક સુખ. પ્રેમના કારક ગ્રહ છે. શનિ કર્મો અનુસાર ફળ આપે છે. શુક્ર અને શનિનું અશુભ ફળ જીવનને કષ્ટો, ગરીબીથી ભરી દે છે. આ વર્ષે 12 નવેમ્બરે દિવાળીનો મહાપર્વ છે અને તેના પહેલા શનિ અને શુક્રની સ્થિતિમાં પરિવર્તન થશે. 3 નવેમ્બરે શુક્ર સિંહ રાશિથી નીકળીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર ગોચરના આગલા દિવસે 4 નવેમ્બર 2023એ શનિ માર્ગી થશે. શુક્રનું ગોચર અને શનિની સીધી ચાલ દિવાળી પહેલા જ 4 રાશિના જાતકોના ઘરમાં માતા લક્ષ્મીનો પ્રવેશ કરાવશે એટલે કે તેમને ખૂબ ધન-સંપત્તિ અપાવશે.

દિવાળી પહેલા આ રાશિઓની ચમકશે કિસ્મત

મેષ રાશિ

નવેમ્બરનો મહિનો મેષ રાશિના જાતકો માટે ખૂબ ખાસ રહેવાનો છે. આ જાતકોને ધન પ્રાપ્તિ થશે. કરિયરમાં નવા અવસર પ્રાપ્ત થઈ શકે છે. જીવનમાં ઘણા સુખદ પરિવર્તન આવશે. આર્થિક સ્થિતિ સારી થશે. અટકેલુ ધન મળશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકોને દિવાળી પહેલા જ માતા લક્ષ્મીની અપાર કૃપા પ્રાપ્ત થશે. ખૂબ પૈસા મળી શકે છે. મહેનતનું ફળ મેળવવાનો સમય આવી ચૂક્યો છે. આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે. કાયદાકીય નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. પ્રમોશન મળશે. 

મિથુન રાશિ

દિવાળી પહેલા શનિ અને શુક્રના ગોચરથી મિથુન રાશિના જાતકોને ખૂબ લાભ થશે. તમારી મહેનત રંગ લાવશે. કરિયરમાં પરિવર્તન આવી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. જૂની સમસ્યાઓ દૂર થશે.

મકર રાશિ

દિવાળી પહેલા શુક્ર અને શનિની ચાલમાં પરિવર્તન મકર રાશિના જાતકોને જોરદાર લાભ અપાવી શકે છે. નોકરિયાત જાતકોને પ્રમોશન મળી શકે છે. વેપારમાં નફો વધશે. દાંપત્ય જીવનમાં મધુરતા આવી શકે છે.


Google NewsGoogle News