દિવાળી પહેલા આ રાશિના જાતકોના આવશે સોનેરી દિવસો! શુક્ર-શનિ બદલશે પોતાની ચાલ

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
દિવાળી પહેલા આ રાશિના જાતકોના આવશે સોનેરી દિવસો! શુક્ર-શનિ બદલશે પોતાની ચાલ 1 - image


                                                         Image Source: Twitter

અમદાવાદ, તા. 09 ઓક્ટોબર 2023 સોમવાર

નવેમ્બરમાં ઘણા ગ્રહ રાશિ પરિવર્તન કરવાના છે, જેના પ્રભાવથી અદ્ભુત સંયોગ બનવાનો છે. ગ્રહોની બદલતી ચાલ વ્યક્તિના જીવનને પણ અસર કરે છે. ઓક્ટોબરના અંતમાં રાહુ-કેતુ અમુક રાશિઓ માટે શુભ સાબિત થઈ શકે છે. નવેમ્બરની શરૂઆતમાં શુક્ર દેવતાનું પણ ગોચર થશે. 4 નવેમ્બરના દિવસે શનિ દેવ પોતાની ચાલ બદલીને માર્ગી થવા જઈ રહ્યા છે. નવેમ્બરના મહિનામાં ગ્રહોની બદલતી ચાલ અમુક રાશિઓના ભાગ્યોદયનું કારણ બનશે. 

મેષ રાશિ

નવેમ્બરના મહિનામાં ગ્રહોની બદલતી ચાલ મેષ રાશિના લોકો માટે ખૂબ લાભદાયી માનવામાં આવી રહી છે. દિવાળી પહેલા જ તમારુ ભાગ્ય ચમકી જશે. ગ્રહોના શુભ પ્રભાવથી વેપારમાં મોટા પરિવર્તન થશે. આર્થિક સ્થિતિમાં મુશ્કેલી આવવા છતાં ધનનું આગમન થશે. નોકરી મેળવવા માંગતા લોકોને શુભ સમાચાર મળી શકે છે.

કુંભ રાશિ

ગ્રહોના શુભ પ્રભાવથી દિવાળી પહેલા જ કુંભ રાશિના જાતકોની કિસ્મત ચમકી શકે છે. એવા સ્થળેથી ધનનું આગમન થશે, જ્યાંથી તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. પરિવારની ખુશીઓમાં વધારો થશે. સુખ-શાંતિનો માહોલ બનશે. સંતાનનો ભરપૂર સાથ મળશે. થોડી મુશ્કેલી આવી શકે છે. જેનો વધુ પ્રભાવ તમારી પર પડશે નહીં.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે નવેમ્બરનો મહિનો શુભ માનવામાં આવી રહ્યો છે. ગ્રહોની શુભ સ્થિતિના પ્રભાવથી નોકરી કરતા લોકોને બોનસ મળી શકે છે. કાર્ય સંબંધિત વિદેશ યાત્રા પણ શક્ય છે. ઘરમાં સમૃદ્ધિ જળવાઈ રહેશે. જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે અને જીવનમાં રોમાન્સ જળવાઈ રહેશે. 


Google NewsGoogle News