Basant Panchami 2021: વસંત પંચમી પર કેમ માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે?
- જાણો, વસંત પંચમીની પૂજાનું શુભ મુહૂર્ત વિશે...
નવી દિલ્હી, તા. 04 ફેબ્રુઆરી 2021, ગુરુવાર
માઘ માસમાં શુક્લ પક્ષની પંચમી તિથિને વસંત પંચમી તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષે વસંત પંચમી 16 ફેબ્રુઆરીના દિવસે મંગળવારે આવી રહી છે. વસંત પંચમીના પર્વથી વસંત ઋતુનું આગમન માનવામાં આવે છે. આ દિવસ જ્ઞાન અને સ્વરની દેવી માતા સરસ્વતીની પૂજા કરવાનું વિધાન છે. માતા સરસ્વતીની કૃપાથી વ્યક્તિને જ્ઞાન, બુદ્ધિ, વિવેક પ્રાપ્ત થાય છે. આ દિવસ વિદ્યાર્થીઓ, વિજ્ઞાન, કલા અને સંગીતના ક્ષેત્રથી સંકળાયેલ લોકો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. આ દિવસે આમ તો અયોગ્ય મુહૂર્ત માનવામાં આવે છે, તેમછતાં માતા સરસ્વતીની કૃપા પ્રાપ્ત કરવા માટે એક શુભ મુહૂર્તમાં પૂજા કરવાનું શુભ માનવામાં આવે છે. આ દિવસે તમે માતા સરસ્વતીને તેમનું મનપસંદ ભોગ ચઢાવીને આશીષ મેળવી શકો છો. જાણો, વસંત પંચમીએ કેમ કરવામાં આવે છે માતા સરસ્વતીની પૂજા, શું છે પૂજાનું શુભ મુહૂર્ત, તિથિ અને ભોગ.
પૌરાણિક માન્યતાઓ અનુસાર માઘ માસમાં શુક્લ પક્ષની પંચમી તિથિએ માતા સરસ્વતીની ઉત્ત્પતિ થઇ હતી. વસંત પંચમી પર્વને માતા સરસ્વતીના પ્રાકટ્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે, એટલા માટે વસંત પંચમી પર સરસ્વતી માતાની પૂજા કરવામાં આવે છે.
વસંત પંચમી 2021 મુહૂર્ત
પંચમી તિથિ પ્રારંભ :- 16 ફેબ્રુઆરી 2021ની સવારે 03 વાગ્યાને 36 મિનિટથી
પંચમી તિથિ સમાપ્ત :- 17 ફેબ્રુઆરી 2021ના દિવસ બુધવારે સવારે 05 : 46 મિનિટ સુધી
વસંત પંચમીનો તહેવાર 16 ફેબ્રુઆરીએ મનાવવામાં આવશે.
પૂજાનું શુભ મુહૂર્ત :- 16 ફેબ્રુઆરી સવારે 06 : 59 મિનિટથી બપોરે 12:35 સુધી
કુલ અવધિ :- 05 કલાક 37 મિનિટ
માતા સરસ્વતીને આ વસ્તુઓ અર્પણ કરો, આ વસ્તુઓનો ભોગ ચઢાઓ
વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની વિધિ વિધાનથી પૂજા કરતી વખતે તેમને પીળા પુષ્પ, પીળા રંગની મિઠાઇ અર્પણ કરવી જોઇએ. માતા સરસ્વતીને કેસર અથવા પીળા ચંદનનું તિલક કરવું જોઇએ તેમજ તેમને પીળા રંગના વસ્ત્ર ભેટ કરવા જોઇએ. આ ઉપરાંત વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીને પ્રસન્ના કરવા માટે તેમને માલપુઆ અને ખીરનો ભોગ ચઢાઓ.