બાંકે બિહારીના જન્મોત્સવની ઉજવણીની તૈયારી, 56 પ્રકારના માખણના ભોગ સાથે ઉજ્જૈનનું ડમરુ આકર્ષણનું કેન્દ્ર
Banke Bihari Vrindavan: બાંકે બિહારીજીને આજે પણ બાળકના રૂપમાં પૂજવામાં આવે છે. તેમજ ઘરના બાળકની જેમ જ તેમનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. આ વખતે બાંકે બિહારીની જન્મજયંતિને ખાસ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
56 પ્રકારના માખણ ભોગ ધરાવાશે
આમ તો ઘરના બાળકનો જન્મદિવસ હોય તો કેક કાપીને તેની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ, બાંકે બિહારીને માખણ સૌથી વધુ ગમે છે એટલે આ વખતે જન્મોત્સવમાં તેમને 56 પ્રકારના માખણ ભોગ તરીકે પીરસશે. આ માખણ દેસી ગાયના દૂધમાંથી તૈયાર કરવામાં આવે છે.
6 ડિસેમ્બરે છે બાંકેબિહારીનો જન્મોત્સવ
વિહાર પંચમીની શોભાયાત્રામાં ગોપીઓના રૂપમાં મહિલાઓ માથે 56 ઘડામાં માખણ લઈને બાંકે બિહારી મંદિર પહોંચશે. બાંકે બિહારીજીનો પ્રકટોત્સવ 6 ડિસેમ્બરે વિહાર પંચમીના રોજ ઉજવવામાં આવશે.
વિહાર પંચમીના રોજ મહાઅભિષેક થશે
મંદિરના સેવા કરતા ભક્તે જણાવ્યું કે, વિહાર પંચમીના રોજ દર વર્ષની જેમ આ વખતે પણ સવારે પાંચ વાગ્યે ઠાકુરજીના દર્શન સ્થાને પંચામૃત સાથે મહાભિષેક કરવામાં આવશે અને મોહનભોગનો અંશ ચઢાવવામાં આવશે. સવારે અભિવાદન ગાન કર્યા પછી, એક શોભાયાત્રા કાઢવામાં આવશે. બપોરે રાજભોગ દરમિયાન 56 પ્રકારના માખણ અર્પણ કરશે.
આ પણ વાંચો: 2025માં પ્રથમ ચંદ્રગ્રહણ આ તારીખે થશે, જાણો કઈ રાશિના લોકો પર થશે સૌથી વધુ અસર
ઉજ્જૈનનું ડમરુ આકર્ષણનું કેન્દ્ર
ઉજ્જૈનનું ડમરુ આકર્ષણનું કેન્દ્ર બનશે મહાકાલ નગરી પછી બ્રજભૂમિમાં કરતાલ-ડમરુનો શુભ નાદ સંભળાશે. ઉજ્જૈનનું ભસ્મ રામૈયા ભક્ત મંડળ ઠાકુર બાંકે બિહારીની જન્મજયંતિ પર વૃંદાવનમાં સંભળાશે. શોભાયાત્રામાં ભક્ત સમૂહ દ્વારા કરતાલ અને ડમરૂની વિશેષ રજૂઆત કરવામાં આવશે.