ભગવાન બદ્રીનાથની મૂર્તિએ આપ્યા અત્યંત શુભ સંકેત: આ વર્ષે ભારતમાં નહીં પડે દુકાળ, જાણો કેમ છે આવી માન્યતા

Updated: May 14th, 2024


Google NewsGoogle News
ભગવાન બદ્રીનાથની મૂર્તિએ આપ્યા અત્યંત શુભ સંકેત: આ વર્ષે ભારતમાં નહીં પડે દુકાળ, જાણો કેમ છે આવી માન્યતા 1 - image
Image Twitter 


Badrinath Temple :  ચારધામ યાત્રા શરૂ થઈ ચુકી છે. 10મી મેના રોજ કેદારનાથના દરવાજા ખુલ્યા બાદ ગઈકાલે 12મી મેના રોજ બદ્રીનાથ મંદિરના દરવાજા પણ ખુલી ગયા છે. ત્યારે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બદ્રીનાથ ધામ પહોંચ્યા હતા. કપાટ ખોલતાની સાથે જ ધામની અંદરનો નજારો દેખાયો તે દેશ માટે ખૂબ જ શુભ સંકેત આપી રહ્યો છે.

12 મેના રોજ સવારે 6 વાગ્યે કપાટ ખોલતાની સાથે સૌથી પહેલા મંદિરમાં મુખ્ય રાવલ ઇશ્વર પ્રસાદ નંબૂદિરીએ પ્રવેશ કર્યો હતો. જ્યારે તેમણે અંદર જોયું તો પુજારી ખુશ થઈ ગયા.

ભગવાન બદ્રીનાથની મૂર્તિએ આપ્યા અત્યંત શુભ સંકેત: આ વર્ષે ભારતમાં નહીં પડે દુકાળ, જાણો કેમ છે આવી માન્યતા 2 - image

હકીકતમાં, ગર્ભગૃહમાં ભગવાન બદ્રીનાથની મૂર્તિ પર છ મહિના પહેલા મંદિરના કપાટ બંધ કરતી વખતે જે ઘીનો ધાબળો લગાવવામાં આવ્યો હતો, જે આજે કપાટ ખોલતાં તે બિલકુલ એ જ હાલતમાં મળી આવ્યો હતો.

ઘી અને ધાબળો પહેલા જેવી સ્થિતિમાં મળવા એ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે, જેને જોઈને ભક્તો ખૂબ જ ખુશ થયા. તે પછી પરંપરા અનુસાર ભવિષ્યવાણી કરવામાં આવી હતી, કે આ વર્ષે દેશમાં ક્યાંય દુષ્કાળ નહીં પડે અને સમૃદ્ધિ રહેશે.

વાસ્તવમાં દર વર્ષે શિયાળાની ઋતુમાં બદ્રીનાથ ધામના કપાટ 6 મહિના માટે બંધ કરતાં પહેલા ભગવાન બદ્રીનાથને ઘીના ધાબળો ઓઢાડવામાં આવે છે. આ રિવાજ દર વર્ષે કરવામાં આવે છે.  જો ઘીનો લેપ એવોને એવો જ મળી આવે તો એવુ કહેવાય છે કે, દેશમાં ક્યાંય દુષ્કાળ નહીં પડે. જો ઘીનો ધાબળો સૂકો જોવા મળે તો તે અશુભ માનવામાં આવે છે. આ હિમાલય પ્રદેશમાં દુષ્કાળ અને મુશ્કેલી સૂચવે છે.


Google NewsGoogle News