વર્ષ 2024માં હવામાનને લઈને બાબા વેંગાની ભવિષ્યવાણીઓ, શું ખરેખર આ વર્ષે ગરમી રડાવશે?

Updated: May 17th, 2024


Google NewsGoogle News
વર્ષ 2024માં હવામાનને લઈને બાબા વેંગાની ભવિષ્યવાણીઓ, શું ખરેખર આ વર્ષે ગરમી રડાવશે? 1 - image


Baba Vanga Predictions: દુનિયામાં ભવિષ્યવાણી કરવી એક આગવી કળા છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી બાબા વાંગાની આગાહીઓનો પરચો આપણે જોયો છે. તેમણે કરેલી ભવિષ્યવાણીઓ લગભગ સાચી પડે છે. બલ્ગેરિયામાં રહેતી બાબા વાંગા એક વિશ્વ વિખ્યાત પ્રબોધક હતા. વર્ષ 1911માં જન્મેલા બાબા વેંગા માત્ર 12 વર્ષની હતી ત્યારે તેમની બંને આંખોની દ્રષ્ટિ ગુમાવી દીધી હતી. હાલ તેણી આપણા વચ્ચે નથી. બાબા વેંગાનું અવસાન ઓગસ્ટ 1996માં થયું હતું પરંતુ મૃત્યુ પહેલા જ બાબા વેંગાએ વર્ષ 5079 સુધી ભવિષ્યદર્શન કરીને આગોતરી આગાહીઓ કરી હતી. અત્યાર સુધીની બાબા વેંગાની લગભગ તમામ ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે.

સમ્રગ દુનિયાને હચમચાવનાર અમેરિકામાં થયેલ હોય 9/11નો આતંકવાદી હુમલો, પ્રિન્સેસ ડાયનાનું મૃત્યુ કે પછી બ્રિટનની યુરોપિયન યુનિયનમાંથી એક્ઝિટ એટલેકે બ્રેક્ઝિટ જેવી બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ અત્યાર સુધી સાચી સાબિત થઈ છે. બાબા વેંગાએ વર્ષ 2024 માટે પણ અનેક ડરામણી ભવિષ્યવાણીઓ કરી છે તેમાંથી એક 2024ના ખતરનાક હવામાન વિશે છે. ચાલો જાણીએ બાબા વેંગાની આ ભયાવહ ભવિષ્યવાણી વિશે...

હવામાન સંબંધિત બાબા વાંગાની આગાહીઓ (બાબા વાંગા હવામાન માટે આગાહીઓ)

બાબા વેંગાએ વર્ષ 2024 માટે હવામાન સંબંધિત એક મોટી ભવિષ્યવાણી (‌ Baba Vanga Predictions For Weather) કરી હતી. તેમણે આ વર્ષે ગ્લોબલ વોર્મિંગની ચેતવણી આપી છે. તેમના મતે આ વર્ષે સમગ્ર વિશ્વ હવામાન સંબંધિત ગંભીર સમસ્યાઓનો સામનો કરશે. બાબા વેંગાના મતે આ વર્ષે આવી અનેક કુદરતી આફતો આવી શકે છે જે વિશ્વને વિનાશ તરફ લઈ જઈ શકે છે. એક અભ્યાસ અનુસાર આ વર્ષે હીટવેર દરમિયાન સૌથી વધુ તાપમાન 40 વર્ષ પહેલા નોંધાયેલા તાપમાન કરતા ઘણું વધારે વધશે.

તમને જણાવી દઈએ કે વિશ્વ હવામાન સંસ્થાએ પણ એવી આશંકા વ્યક્ત કરી છે કે 2024 રેકોર્ડ ગરમ વર્ષ તરીકે નોંધાશે. ગત વર્ષની સરખામણીએ વર્ષ 2024માં ઉનાળાનો પ્રકોપ વધુ રહેશે. ભારે ગરમી અને હીટ વેવને કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થશે. આ સાથે આ વર્ષે દુષ્કાળ અને જંગલમાં આગ લાગવાની ઘટનાઓમાં પણ વધારો થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે ગરમી અને વધતા તાપમાનની ખેતી પર પણ ખરાબ અસર થશે. બાબા વેંગાએ 2024ને દુર્ઘટનાનું વર્ષ ગણાવ્યું છે.

બાબા વાંગાની અન્ય આગાહીઓ :

તેણીની આગાહી મુજબ વર્ષ 2024માં યુરોપમાં ઘણા આતંકવાદી હુમલા થઈ શકે છે. બાબા વેંગાના મતે આ વર્ષે દુનિયાનો કોઈ એક સૌથી મોટો દેશ જૈવિક હથિયારોનું પરીક્ષણ કરી શકે છે. બાબાના કહેવા પ્રમાણે, વર્ષ 2024માં સમગ્ર વિશ્વ એક મોટા આર્થિક સંકટમાંથી પસાર થશે. વૈશ્વિક આર્થિક શક્તિમાં પરિવર્તન, ભૌગોલિક રાજકીય તણાવ અને દેવાનું વધતું સ્તર આ આર્થિક સંકટના મુખ્ય કારણો બનશે. નોંધનીય બાબત એ છે કે હાલમાં વિશ્વના મોટા અને શક્તિશાળી દેશો પણ આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે.

બાબા વેંગાની એક આગાહી છે કે આ વર્ષે નિષ્ણાતો કેન્સર અને અલ્ઝાઈમર જેવી ઘણી અસાધ્ય બીમારીઓનો ઈલાજ શોધવામાં સફળ થશે. તાજેતરમાં ઘણા વૈજ્ઞાનિકોએ કેન્સરની રસી ટૂંક સમયમાં શોધવાનો દાવો કર્યો છે. બાબાની ભવિષ્યવાણી અનુસાર, વર્ષ 2024 તબીબી સફળતાઓનું વર્ષ સાબિત થશે.


Google NewsGoogle News