VIDEO : શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં બપોરે થાય છે રામલલાની ભોગ આરતી, કરો દર્શન

શ્રીરામ જન્મભૂમિ મંદિર અયોધ્યામાં બિરાજમાન રામલલાની ભોગ આરતી બપોરે કરવામાં આવે છે

વીડિયોમાં મંદિરના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ આરતી-પૂજા કરતા જોવા મળી રહ્યા છે

Updated: Feb 3rd, 2024


Google NewsGoogle News
VIDEO : શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં બપોરે થાય છે રામલલાની ભોગ આરતી, કરો દર્શન 1 - image
Image Twitter 

શ્રીરામ જન્મભૂમિ રામ મંદિર અયોધ્યામાં બિરાજમાન રામલલાની ભોગ આરતી બપોરે કરવામાં આવે છે. તેને લઈને એક વીડિયો આવ્યો છે. આ વીડિયો શનિવાર બપોરના 12 વાગ્યાનો છે. જેમા જોવા મળે છે કે, રામલલાની ભોગ આરતી કેવી રીતે કરવામાં આવી રહી છે.  

વીડિયોમાં મંદિરના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ આરતી અને પૂજા કરતા જોવા મળી રહ્યા છે. તેમની સાથે સહાયક પૂજારી પ્રદીપ દાસ છે. શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં પૂજા પદ્ધતિનો સમય નક્કી કરવામાં આવ્યો છે, જે મુજબ પૂજા અને આરતી કરવામાં આવશે. 

રામ મંદિર અયોધ્યામાં આરતીનો સમય

  • 1.  મંગળા આરતી  સવારે  4.30 કલાકે 
  • 2.  શ્રૃંગાર (ઉત્થાન આરતી) સવારે 6.30 કલાકે 
  • 3. ભક્તોને દર્શન સવારે  7.00 કલાકે 
  • 4. ભોગ આરતી બપોરે 12 કલાકે 
  • 5. સંધ્યા આરતી સાંજે 7.30 કલાકે
  • 6. ભોગ આરતી સાંજે 9.00 કલાકે
  • 7. શયન આરતી રાત્રે 10.00 કલાકે

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા છે. માહિતી પ્રમાણે છેલ્લા 10 દિવસોમાં લગભગ 25 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. હજુ પણ દરરોજ સંખ્યા વધી રહી છે. વર્ષ 2022માં પ્રદેશમાં 31.85 કરોડ પ્રવાસીઓ આવ્યા હતા. આ સંખ્યા વર્ષ 2021થી લગભગ 180  ટકા વધારે છે. 



Google NewsGoogle News