મહાશિવરાત્રિ પર ભૂલથી પણ ના કરશો આ કામ, નહીંતર ભગવાન શિવ થશે ક્રોધિત

મહાશિવરાત્રિ આ વખતે 8 માર્ચ શુક્રવારના રોજ મનાવવામાં આવશે

મહાશિવરાત્રિના દિવસે કાળા અથવા લીલી રંગના વસ્ત્રો ન પહેરવા જોઈએ.

Updated: Mar 8th, 2024


Google NewsGoogle News
મહાશિવરાત્રિ પર ભૂલથી પણ ના કરશો આ કામ, નહીંતર ભગવાન શિવ થશે ક્રોધિત 1 - image


Mahashivratri: મહાશિવરાત્રિ આ વખતે 8 માર્ચ શુક્રવારના રોજ મનાવવામાં આવશે. મહાશિવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે, હકીકતમાં આ દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવના લગ્ન થયા હતા. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવની  ઉપાસનાથી કરવાથી ડબલ ફળ મળે છે. પરંતુ, આ દિવસે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. નહીંતર ભગવાન શિવ નારાજ થઈ શકે છે અને ભગવાન શિવની કૃપા નહીં મળે. આ વખતે મહાશિવરાત્રિ પર સર્વાર્થ સિદ્ધિ યોગ, શિવ યોગ, સહિત કેટલાક શુભ સંયોગ પણ બની રહ્યા છે. આ વખતે ભક્તોને મહાશિવરાત્રિ વ્રત સાથે સાથે ત્રયોદશી વ્રત અને શુક્રવારના વ્રતનો લાભ પણ મળશે. આવો મહાશિવરાત્રિ પર શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. 

મહાશિવરાત્રિ પર ભૂલથી પણ ના કરશો આ કામ

મહાશિવરાત્રિના દિવસે કાળા અથવા લીલી રંગના વસ્ત્રો ન પહેરવા જોઈએ. બની શકે તો આ દિવસે પીળા, લાલ અથવા વાદળી રંગના વસ્ત્રો ધારણ કરવા શુભ માનવામાં આવે છે.

મહાશિવરાત્રિ પર અન્નનું સેવન ન કરશો, તમે ઈચ્છો તો દૂધ અથવા ફળોનું સેવન કરી શકો છો. આ સાથે એ વાતનું ધ્યાન રહે કે, સુર્યાસ્ત પછી કાંઈ જ ન ખાશો. આ દિવસે સવારે વહેલા ઉઠીને તન,મનની શુદ્ધિ જરુર કરો. 

મહાશિવરાત્રિના દિવસે મોડા સુધી ન ઊંઘશો. રાત્રે જાગરણ કરવું સારુ કહેવામાં આવે છે અને ભગવાન શિવજી પૂજા કરવી જોઈએ. 

ભગવાન શિવને ક્યારેય અડધા ચોખા ન ચડાવો, તૂટેલા બિલીપત્ર અર્પણ ન કરશો. આ સાથે શિવલિંગ પર શ્રૃંગારનો સામાન, સિંદુર, તુલસી પાન વગરે અર્પણ ન કરશો. શિવલિંગ પર વાસી ફૂલ ન ચડાવશો. 

આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આ સાથે ઘરમાં ઝઘડા ન થવા જોઈએ. 

મહાશિવરાત્રિ પર શું કરવું જોઈએ..

મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવનો રુદ્રાભિષેક અથવા અભિષેક જરૂર કરવો જોઈએ. અભિષેક દરમિયાન ઓમ નમ: શિવાય બોલતા રહેવું જોઈએ. 

મહાશિવરાત્રિ પર ચાર પહોરમાં પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. આ સાથે મહામૃત્યુંજય મંત્રનો જપ કરવો અને કરાવવો બંને ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. 

આ દિવસે રાત્રિ જાગરણ દરમિયાન ભગવાન શિવના ભજન અને મંત્રોનો જપ કરવો જોઈએ. 

જો તમે શિવલિંગની સ્થાપના કરવા ઈચ્છો તો આ દિવસ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે ઘરમાં સ્ફટિક અથવા પારદના શિવલિંગની સ્થાપના કરી શકાય છે.  



Google NewsGoogle News