આખા દિવસમાં આ સમયે માતા લક્ષ્મી નીકળે છે ભ્રમણ પર, આ લોકોના ઘરમાં ક્યારેય નથી કરતા પ્રવેશ
Image Source: Freepik
અમદાવાદ, તા. 25 ઓક્ટોબર 2023 બુધવાર
હિંદુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. કહેવાય છે કે તેમની કૃપા જે વ્યક્તિ પર પડી જાય તેમને ક્યારેય ધનની અછત થતી નથી. જો માતા લક્ષ્મી કોઈનાથી નારાજ થઈ જાય તો તેમને જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શાસ્ત્રો અનુસાર સાંજે 4થી 7 વાગ્યા સુધી પ્રદોષ કાળમાં દેવી-દેવતાઓનું પૃથ્વી પર ભ્રમણનો સમય હોય છે. આ દરમિયાન તે ઘરમાં પ્રવેશ કરે છે અને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.
જ્યોતિષ અનુસાર માતા લક્ષ્મી પણ એક નક્કી સમયે ભ્રમણ કરે છે. પુરાણો અનુસાર માતા લક્ષ્મી અને દરિદ્રતા સાંજે 7 વાગ્યાથી ભ્રમણ પર નીકળે છે અને અમુક એવા લોકો હોય છે જેમના ઘરમાં તેઓ ક્યારેય પ્રવેશ કરતા નથી જેના કારણે તેમને આખુ જીવન ધનનો અભાવ રહે છે.
સાંજના સમયે સૂતા લોકો
શાસ્ત્રો અનુસાર જે લોકો સાંજના સમયે સૂઈ જાય છે તે લોકોના ઘરે માતા લક્ષ્મી ક્યારેય પ્રવેશ કરતા નથી. આવા ઘરમાં માતા લક્ષ્મી અંતર બનાવીને રાખે છે જેનાથી ઘરના સભ્યોને ધન સંબંધિત સમસ્યા રહે છે.
ઘર અસ્વચ્છ રાખનાર
શાસ્ત્રો અનુસાર જે લોકોનું ઘર ગંદુ રહે છે તે લોકોના ઘરે માતા લક્ષ્મી ક્યારેય પ્રવેશ કરતા નથી. દરમિયાન ઘરમાં હંમેશા ગરીબીનો વાસ થાય છે, જેનાથી આર્થિક સ્થિતિ ખરાબ થાય છે.
મુખ્ય દરવાજો ગંદો રાખનાર
જે લોકોના મુખ્ય દરવાજા પર કચરો, બૂટ-ચપ્પલ કે ગંદકી હોય છે તેવા ઘરમાં પણ માતા લક્ષ્મી પ્રવેશ કરતા નથી. માતા લક્ષ્મી હંમેશા એવા ઘરમાં પ્રવેશ કરે છે જ્યાં સ્વચ્છતા હોય.
કંકાશવાળુ ઘર
શાસ્ત્રો અનુસાર જે ઘરમાં હંમેશા ઝઘડા થાય છે તેવા ઘરમાં પણ માતા લક્ષ્મી રહેતા નથી. માતા લક્ષ્મી હંમેશા એવા ઘરમાં રહે છે જ્યાં શાંત વાતાવરણ હોય. કંકાશવાળા ઘરમાં દરિદ્રતાનો વાસ હોય છે. આવા ઘરની સુખ-શાંતિ હંમેશા ભંગ રહે છે.