Grah Gochar 2024: વર્ષની શરૂઆતમાં જ આ મોટા ગ્રહ કરશે મહાગોચર, આ રાશિના જાતકોને આખુ વર્ષ થશે ફાયદો જ ફાયદો
Image Source: Freepik
અમદાવાદ, તા. 18 ડિસેમ્બર 2023 સોમવાર
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દર મહિને એક નક્કી સમય પર અમુક ગ્રહ પોતાનુ સ્થાન પરિવર્તન કરીને તમામ 12 રાશિઓના જાતકોના જીવનને પ્રભાવિત કરે છે. જાન્યુઆરી 2024માં પણ ઘણા મોટા ગ્રહ ગોચર કરવા જઈ રહ્યા છે. જાન્યુઆરીમાં સૂર્ય, શુક્ર અને બુધ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે દરમિયાન તેમનુ ગોચર કરવાથી અમુક રાશિના જાતકોના જીવન પર શુભ તો અમુક રાશિના લોકોના જીવન પર અશુભ પ્રભાવ જોવા મળશે.
સૂર્યનું મકરમાં ગોચર
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય દર 30 દિવસે એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરીને તમામ રાશિઓને પ્રભાવિત કરે છે. જાન્યુઆરી 2024માં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. 15 જાન્યુઆરી 2024એ સૂર્યના મકરમાં પ્રવેશ કરવાથી મકર સંક્રાંતિ મનાવવામાં આવશે. 15 જાન્યુઆરી સવારે 02.54 મિનિટે સૂર્ય મકરમાં પ્રવેશ કરી જશે. સૂર્યનું મકરમાં પ્રવેશ કરવાથી અમુક રાશિના જાતકોને શુભ ફળની પ્રાપ્તિ થશે. જેમાં મેષ અને કુંભ રાશિના જાતક સામેલ છે. આ દરમિયાન આ રાશિના લોકોની કિસ્મત ચમકશે. આ સાથે જ વૃષભ, કર્ક, સિંહ, કન્યા, વૃશ્ચિક, ધન અને મીન રાશિના જાતક સામેલ છે.
શુક્રનો ધનમાં પ્રવેશ
શુક્ર પણ નવા વર્ષે પોતાના નક્કી સમય પર ધન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. તેનો પ્રભાવ તમામ 12 રાશિઓના જાતકોના જીવન પર જોવા મળશે. 18 જાન્યુઆરી રાત્રે 08.56 મિનિટે વૃશ્ચિક રાશિથી નીકળીને ધન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. દરમિયાન શુક્રનું આ ગોચર 3 રાશિના જાતકો માટે ખાસ કરીને લાભકારી રહેવાનું છે. જેમાં મેષ, વૃષભ અને કર્ક રાશિ સામેલ છે. શુક્રને સુખ, સૌંદર્ય, સંતાન, સમૃદ્ધિ અને સામાજિક સંબંધોનું પ્રતીક માનવામાં આવે છે.
બુધનો વૃશ્ચિકમાં પ્રવેશ
દરેક ગ્રહ સમયાંતરે માર્ગી અને વક્રી થાય છે. તેનો પ્રભાવ તમામ રાશિઓના જીવનની સાથે દેશ-દુનિયા પર જોવા મળે છે. ગ્રહોના રાજકુમાર બુધ 2 જાન્યુઆરીએ જ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી જશે. દરમિયાન 3 રાશિના લોકો માટે આ ગોચર ખૂબ લાભદાયી રહેવાનું છે. આ દરમિયાન અચાનક ધન લાભ અને પ્રગતિના યોગ બનતા નજર આવી રહ્યા છે. આ લોકો પર બુધ ગ્રહની વિશેષ કૃપા રહેવાની છે. આ દરમિયાન મકર અને કુંભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ શુભ રહેવાનો છે.