રાશિ-ભવિષ્ય-2024 : તમારે ફોરેન જવું છે? તો એપ્રિલ સુધીમાં કાર્યવાહી પૂરી કરી દો
કન્યા : Virgo (પ, ઠ, ણ) ઓગસ્ટ ૨૩ થી સપ્ટેમ્બર ૨૨
ક્રાંતિવૃતના ૧૫૦થી ૧૮૦ અંશ સુધીના ભાગમાં કન્યા રાશિ આવે છે. ઉત્તરા ફાલ્ગુની હસ્ત અને ચિત્ર નક્ષત્રનો આ રાશિમાં સમાવેશ થાય છે. આ રાશિનું ચિન્હ વીણા અગ્નિપાત્ર હાથમાં લઈને નાવમાં બેઠેલી કન્યા છે. આ પૃથ્વી તત્વની રાશિ છે. સ્વભાવે સૌમ્ય છે. રાશિનું અધિપતિ ગ્રહ બુધ છે. તેથી આ રાશિના જાતકો શરમાળ, સંકુચિત મગજના અને ક્યારેક રૂઢિચુસ્ત હોય છે. તેમનામાં બુદ્ધિ અને લાગણી બંનેનો સમન્વય જોવા મળે છે. અલગ અલગ વિષય-શાો જાણવાની અને શીખવામાં આ જાતકોને ઘણી રુચિ હોય છે.
દરેક બાબતને તેઓ તર્ક અને બુદ્ધિથી ચકાસીને પછી જ સ્વીકારે છે. આ જાતકને સંપૂર્ણ રીતે ઓળખવા ખૂબ અઘરા છે. કોઈપણ કાર્યની શરૂઆત કરતા પહેલાં પૂરેપૂરી ચકાસણી અને વિચાર કર્યા પછી જ તેઓ આગળ વધતા હોય છે. તેઓ ઉતાવળિયો નિર્ણય કરતા નથી દરેક બાબતમાં બુદ્ધિનો વિચાર કરીને જ કાર્ય કરવાનું પસંદ કરે છે. આ જાતકો જે બોલે છે. તેનો ખરેખરો અર્થ શું થાય છે. તે સમજવું અઘરું હોય છે. રાજનીતિ તમને ખૂબ પસંદ છે. પ્રેમ કરે તો પણ તેમાં ક્યાંકને ક્યાંક શરત જોવા મળે છે.
ગાડી ઔર બંગલા
કન્યા રાશિના જાતકોએ આ વર્ષે મકાન, વાહન, જમીન, ઓફિસ કે કોઈપણ મિલકત ખરીદવાની ઈચ્છા રાખતા હોય તો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી જોઈએ. જો ઉતાવળમાં નિર્ણય લેવામાં આવશે તો પસ્તાવાનો વારો આવશે. વાહનની બાબતમાં પણ લોનથી ગાડી લેવાનો વિચાર કરતા હો તો થોડી રાહ જોવાની જરૂર છે. ગાડી લેવા માટેનો સારો સમય મે મહિનાથી શરૂ થાય છે. તેથી આ વર્ષે કન્યા રાશિના જાતકો માટે મકાન અને વાહનનું સુખ મેળવવા માટે ધીરજ રાખી ખૂબ જરૂરી છે. શાંતિથી વિચારીને, સમજદારીપૂર્વક આગળ વધવું. જ્યાં સમજણ ન પડતી હોય ત્યાં અનુભવી માણસોને પૂછવું અથવા સારા એસ્ટ્રોલોજરને પૂછીને કાર્ય આગળ વધારવું. આ રીતે નુકસાનીમાંથી બચી શકાશે.
શાદી અને સંતતિ
કન્યા રાશિના જાતકોમાંથી આ વર્ષે લગ્ન કરવા ઈચ્છુક વ્યક્તિઓએ એપ્રિલ મહિના સુધી કોઈ નિર્ણય ન લેવો હિતાવહ રહેશે. મે મહિના પછીનો સમય આપને માટે શુભ છે. અરેન્જ્ડ મેરેજ કરવા ઇચ્છતા જાતકોએ થોડી ધીરજ રાખવી જરૂરી છે. લવમેરેજ કરવા ઇચ્છતી વ્યક્તિઓએ આ વર્ષે લગ્ન ન કરે તે એમના હિતમાં છે. સંતાનપ્રાપ્તિની ઈચ્છા ધરાવતા દંપતિને આ વર્ષે સંતાન પ્રાપ્તિના યોગ સારા બને છે.
જોબ, બિઝનેસ અને કરીઅર
કન્યા રાશિના જાતકોને ૨૦૨૪ના વર્ષમાં ધંધામાં સાવચેતી રાખીને કાર્ય કરવાની આવશ્યકતા છે. ભાગીદારીના ધંધામાં ગેરસમજને કારણે અથવા હિસાબોમાં મનદુઃખ ના કારણે સંબંધો બગડે. તેથી સમજી-વિચારીને સમાધાનની વૃત્તિ રાખવી, નહીંતર ભાગીદારી છૂટી થઈ જાય. જે જાતકો નોકરી કરે છે તેમને આ વર્ષ ખૂબ સારું છે. નવી નોકરી મેળવવાની ઈચ્છા રાખતા જાતકો, પગાર વધારાની ઈચ્છા રાખતા જાતકો, નોકરીને પ્રમોશનની ઈચ્છા રાખતા જાતકોને આ વર્ષ સંપૂર્ણ રીતે ફાયદો થાય તેવા યોગ બને છે. શેરમાર્કેટમાં રસ ધરાવતા જાતકો આ વર્ષે સાવચેતીપૂર્વક વિચારીને લાંબા ગાળાના શેરમાં રોકાણ કરવાનો પ્રયત્ન કરશે તો વધારે સારી સફળતા મળશે.શેરના ટૂંકા ગાળાના લે-વેચમાં નુકસાની ભોગવવાનો સમય આવે તેવું આ જાતકોના ગ્રહબળ ના આધારે જોઈ શકાય છે.
દેશ-દેશાવર
પરદેશ જવાની ઈચ્છા ધરાવનારા અથવા પ્રયત્ન કરનારા જાતકોને એપ્રિલ મહિના સુધી કાર્ય કરી લેવાથી શુભ ફળની પ્રાપ્તિ થશે. મે મહિના પછી આ જાતકો પરદેશ જવાની કાર્યવાહી કરશે તો તેમાં વિઘ્ન આવશે તેમજ ધારી સફળતા ન મળે તેવું બને. ખર્ચેલા નાણાંને વ્યય ન થાય તે માટે પરદેશની કાર્યવાહી એપ્રિલ મહિના સુધી કરી લેવી હિતાવહ છે. પરદેશમાં પરમેનેન્ટ રેસિડન્સીના વિઝા એપ્લાય કરવા માટે એપ્રિલ મહિના સુધીનો સમય સારો છે. પરદેશમાં સફળતા મેળવવા માટે એપ્રિલ મહિના સુધીમાં કાર્યવાહી કરી લેવી જોઈએ
નારી તું નારાયણી
આ રાશિની બહેનોએ આ વર્ષે દાંપત્યજીવનમાં ગેરસમજ ઊભી ન થાય તેનું ધ્યાન રાખવાનું છે. પરદેશમાં ભણવા જવા ઈચ્છા રાખતી બહેનો આ વર્ષે ધારી સફળતા મેળવી શકે તેવા યોગ વિશેષ પ્રમાણમાં બને છે. જોકે પેપરવર્કમાં કે કોમ્યુનિકેશનનો સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. સરકારી નોકરી કરતી બહેનોને થોડી કઠિન પરિસ્થિતિ માંથી પસાર થવું પડે. ઉપરી અધિકારીઓ સાથે મનદુઃખ ન થાય તેનું ધ્યાન રાખવું. સંતાનની ઈચ્છા ધરાવતી મહિલાઓ માટે એપ્રિલ મહિના પછીનો સમય વધારે અનુકૂળતાવાળો રહેશે. ઘર, ગાડી, જમીન, મકાનની ઈચ્છા ધરાવતી કન્યા રાશિની બહેનો માટે હજી સમય બરાબર પાક્યો નથી
વિશેષ
કન્યા રાશિના જાતકોએ બુધ મંત્ર કરવા જોઈએ. વિષ્ણુસહનામના પાઠ કરવા જઈએ. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી શુદ્ધ કરવાની પ્રાપ્તિ મેળવી શકાય. દર શનિવારે ૧૧ વખત હનુમાન ચાલીશા બોલવા. શુક્રવારના દિવસે મહાલક્ષ્મી માની પૂજા અને લક્ષ્મીનારાયણ સ્તોત્ર કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થશે.
મકાન, વાહન, જમીન, ઓફિસ કે કોઈપણ મિલકત ખરીદવાની ઈચ્છા રાખતા હોય તો 'થોભો અને રાહ જુઓ'ની નીતિ અપનાવી જોઈએ. જો ઉતાવળમાં નિર્ણય લેવામાં આવશે તો પસ્તાવાનો વારો આવશે.