રાશિ-ભવિષ્ય-2024 : વધારે પડતા આત્મવિશ્વાસથી ક્યાંક નુક્સાન ન થઈ જાય
વૃષભ : Taurus (બ, વ, ઉ) ૨૦ એપ્રિલથી ૨૦ મે
ક્રાંતિવૃતના ૩૦થી ૬૦ અંશ સુધીના ભાગમાં ટોરસ અથવા વૃષભ રાશિ આવેલી છે. કૃતિકા, રોહિણી અને મૃગશિર્ષ નક્ષત્ર આ રાશિમાં આવે છે. રાશિપતિ શુક્ર છે. સ્થિર રાશિ છે. રાશિનું ચિહ્ન આખલો કે નંદી છે, જે અખૂટ શક્તિનું પ્રતીક છે. તેથી આ જાતકો ખૂબ મહેનતુ અને બાહોશ હોય છે. તેમનો દેખાવ આકર્ષક હોય છ, શારીરિક બાંધો મજબૂત હોય છે. મહેનતુ અને આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે. પોતાના કાર્ય પ્રત્યે પૂર્ણ નિા ધરાવતા હોય છે. સ્વભાવે ગંભીર અને સતત કાર્યશીલ રહેનારા આ જાતકો થોડાઘણા જિદ્દી પણ હોય છે. તેઓ ખાસ્સા માયાળુ અને ક્યારેક અભિમાની પણ હોય છે. પોતાના નિર્ણય અને અભિપ્રાયને દ્રઢપણે વળગી રહેનારા હોય છે. સંગીતપ્રિય એવા આ જાતકોને અન્ય કલાઓમાં પણ રસ હોય છે. બાહ્ય દેખાવ પ્રત્યે પૂરેપૂરા સજાગ અને સમજણ ધરાવતા હોય છે. સંબંધો સાચવવાની આ જાતકોમાં ભરપૂર આવડત પડેલી હોય છે
ભણતર અને ગણતર
વૃષભ રાશિના જાતકોને આ વર્ષે અભ્યાસમાં ખૂબ મહેનત કરવી પડે તેવા યોગ બને છે. વધારે પડતો આત્મવિશ્વાસ નુકસાન ન કરાવે તેનું ધ્યાન રાખીને સમયસર સાચી મહેનત કરીને જો અભ્યાસ કરવામાં આવે તો સારું પરિણામ લાવી શકાય. સરકારી નોકરી મેળવવા માટે ઉત્સુક વ્યક્તિઓને પરીક્ષા પાસ કરવા માટે મે મહિના પછીનો સમય વધારે અનુકૂળ રહે તેવા યોગ છે.
ગાડી ઔર બંગલા
આ જાતકોને મકાન કે વાહન ખરીદવા માટેના કામમાં થોડું મોડું થાય. પસંદગીયુક્ત મકાન કે વાહન લેવા મટે વધારે મહેનત કરવી પડે. અલબત્ત, જો આ જાતકો જૂનું મકાન કે સેકન્ડ હેન્ડ ગાડી લેવાનો પ્રયત્ન કરે તો વધારે જલદી અને સારી સફળતા મેળવી શકે.
શાદી અને સંતતિ
વૃષભ રાશિના જાતકોને આ વર્ષે લગ્ન કરવાની ઈચ્છા હોય તો એપ્રિલ પછી પ્રયત્ન કરે. એપ્રિલ પછી લગ્ન થવાના યોગ વધારે પ્રબળ બને છે. એપ્રિલ મહિના સુધી પ્રયત્ન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય આવા યોગ ગ્રહબળના આધારે જોઈ શકાતા નથી. અરેન્જ્ડ મેરેજ કરવાના જો પ્રયત્ન કરતા હો કે લવમેરેજની ઈચ્છા હોય, પણ ક્યાંક ને ક્યાંક વિઘ્નો આવે અને કઠિન પરિસ્થિતિમાંથી પસાર થવું પડે તેવું શક્ય છે.
જોબ, બિઝનેસ અને કરીઅર
વૃષભ રાશિના જાતકોને નોકરી માટે એપ્રિલ મહિના સુધીનો સમય ખૂબ સારો છે. સરકારી નોકરી મેળવવાનો જો પ્રયત્ન કરતા હોય તો મે મહિના પછીનો સમય ખૂબ સારો છે. નોકરી બદલવાની ઇચ્છા ધરાવતી વ્યક્તિઓને એપ્રિલ મહિના સુધીમાં નવી તક પ્રાપ્ત થાય. આ જાતકોને ૨૦૨૪નું વર્ષ ધંધાકીય રીતે ખૂબ સારી પ્રગતિ કરાવે. વિશેષ લાભની પ્રાપ્તિ આ વર્ષ દરમિયાન થઈ શકે તેવા યોગ છે. શેર, સટ્ટો, લોટરીમાં રસ ધરાવતી વ્યક્તિઓએ ખૂબ ધ્યાન રાખીને પગલાં ભરવાં. વિચારીને નિર્ણય લેવાથી મોટા નુકસાનમાંથી બચી શકાય. બીજાઓના કહેવા પ્રમાણે જો શેર માર્કેટ રોકાણ કરશો તો પસ્તાવાનો સમય આવે તેવું બને. માટે પૂરતો અભ્યાસ કર્યા પછી જ શેર માર્કેટમાં રોકાણ કરવું હિતાવહ છે.
દેશ-દેશાવર
વૃષભ રાશિના જાતકો માટે પરદેશ જવાની ખાસ અનુકૂળતા આ વર્ષમાં દેખાતી નથી. વધારે પ્રયત્નો કરીને યેનકેન પ્રકારેણ પરદેશ જશો તો ત્યાં ખૂબ સ્ટ્રગલ કરવી પડે તેવું કુંડલીના ગ્રહબળના આધારે દેખાય છે. પરદેશમાં રહેતા જાતકોને વતન આવવાના અને પરિવારને મળવાના યોગ બને છે.
નારી તું નારાયણી
ટોરસ યા તો વૃષભ રાશિની બહેનોને આ વર્ષે સંતાન બાબતે થોડી ચિંતા રહે તેવું બની શકે. પારિવારિક સંબંધોમાં ગેરસમજ અને ખટરાગ ઊભો ન થાય તેનું ધ્યાન રાખવું. વારસા અને મિલકતોમાં જૂની અટકી ગયેલી બાબતોનો ઉકેલ મળે અને વિશેષ ફળની પ્રાપ્તિ થાય તેવું બને. જૂના કેસ કોર્ટ-કચેરીમાં ચાલતા હોય તો તેનો યોગ્ય ઉકેલ આવે તેવું પણ ગ્રહણના આધારે ખૂબ સારી રીતે જોઈ શકાય છે. નોકરી કરવા ઈચ્છતી બહેનોને એપ્રિલ મહિના સુધીમાં નોકરી મળી શકે તેવા યોગ છે. પોતાનું ઘર કે વ્હીકલ ખરીદવાની ઈચ્છતી મહિલાઓ માટે આ વર્ષે યોગ ખૂબ સારા બની રહ્યા છે. એપ્રિલ મહિના સુધી નવું મકાન કે વાહન ગાડી બુક કરાવી લેવું. હા, સારું મુહૂર્ત જોઈને આગળ વધવું.
વિશેષ ઉપાય
આ રાશિના જાતકોએ ૨૦૨૪માં આ પ્રમાણે ઉપાય કરવાઃ ઘર ખરીદવાની ઈચ્છા ધરાવતા જાતકોએ રોજ સવારે સૂર્યને જળ ચડાવીને સૂર્યનો મંત્ર કરવો જોઈએ. અભ્યાસમાં સારું પરિણામ મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ વિષ્ણુસહનામના પાઠ કરવા જઈએ. પરદેશ જવા ઇચ્છતા જાતકોએ ગણેશ ઉપાસના કરવાથી સંકટ દૂર થશે અને વિઝાની સમસ્યા કે પેપર વર્કમાં અટકી ગયેલાં કામ પાર પડશે. શનિ મહારાજના મંદિરે જઈને સૂર્યાસ્ત પછી તેલ અને આંકડાની માળા ચડાવવી જોઈએ. આ રીતે યોગ્ય ઉપાય કરવાથી યોગ્ય ફળની પ્રાપ્તિ થઈ શકે છે. ટોરસ યા તો વૃષભ રાશિની બહેનોને આ વર્ષે સંતાન બાબતે થોડી ચિંતા રહે તેવું બની શકે. પારિવારિક સંબંધોમાં ગેરસમજ અને ખટરાગ ઊભો ન થાય તેનું ધ્યાન રાખવું.