રાશિ-ભવિષ્ય-2024 : વૃશ્ચિક રાશિના નોકરીયાત, ધંધાર્થી, વિદ્યાર્થીઓ, લગ્ન ઈચ્છુક માટે આ વર્ષ કેવું રહેશે?
વૃશ્ચિક : Scorpio (ન. ય.) ૨૪ ઓક્ટોબરથી ૨૧ નવેમ્બર
ક્રાંતિવૃતના ૨૧૦થી ૨૪૦ અંશ સુધીમાં સ્કોપયો અથવા વૃશ્ચિક રાશિ આવે છે. વિશાખા અને અનુરાધા નક્ષત્રો આ રાશિમાં સમાવેશ થાય છે.
વૃષિક રાશિનું ચિહ્ન વીંછી છે. જળ તત્ત્વની સ્થિર સ્વભાવની આ રાશિ છે. રાશિ સ્વામી મંગળ છે. વૃષિક રાશિના જાતકો કફ પ્રકૃતિ ધરાવે છે. તેઓ સ્વભાવે ક્રોધી હોય છે. ડંખીલા પણ ખરા. નાની નાની બાબતોને પણ યાદ રાખીને દુઃખી થયા કરે છે. તેઓ વધારે પડતા સંવેદનશીલ, કલ્પનાશીલ તેમજ ભાવુક હોય છે. દરેક બાબતને લાંબા સમય સુધી યાદ રાખે છે. વળતો જવાબ ન અપાય ત્યાં સુધી વાતને ભૂલતા નથી. વૃષિક રાશિમાં ચંદ્ર નીચનો બને છે. ચંદ્ર મનનો કારક છે. જ્યોતિષશા મુજબ જ્યારે ચંદ્ર નીચ રાશિનો હોય ત્યારે તે નિર્બળ બની જાય છે. આમ આ રાશિના જાતકો યોગ્ય સમય યોગ્ય નિર્ણય લેવામાં અક્ષમ હોય છે. વીંછી નો સ્વભાવ ડંખીલો હોય છે. આ રાશિમાં ગુરુ અને ચંદ્ર એ ત્રિકોણના અધિપતિ ગ્રહો છે, પરંતુ ચંદ્ર વૃષિક રાશિમાં નીચનો બને છે. માટે આ જાતકોએ સફળતા મેળવવા માટે વિશેષ પ્રયત્નો કરવા પડતા હોય છે.
ભણતર અને ગણતર
સ્કોપયો અથવા વૃષિક રાશિના જાતકોને આ વર્ષે ભણવામાં વધારે મહેનત કરવી પડે તેવા યોગ છે. વિદ્યાર્થીઓને મહેનતના પ્રમાણમાં ધારી સફળતા ન મળે તેવું બને. અમુક સંજોગો એવા ઊભા થાય કે તમે પરીક્ષા જ ન આપી શકો. સરકારી પરીક્ષાઓ પાસ કરવા માટે વધારે પ્રમાણમાં મહેનત કરવી પડે તેમજ મહેનતના પ્રમાણમાં રિઝલ્ટ ન મળે આવું ગ્રહબળના આધારે જોઈ શકાય છે. સરકારી પરીક્ષામાં સારું પરિણામ મેળવવા માટેનો સમય મે મહિના પછીનો બને છે. કોઈ પણ ફિલ્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ વર્ષે સારી સફળતા મેળવવા માટે વધારેમાં વધારે મહેનત કરવી પડશે અને ધાર્યું પરિણામ લાવવા માટે તનતોડ પ્રયત્નો કરવા પડશે.
ગાડી ઔર બંગલા
૨૦૨૪નું વર્ષ વૃષિક રાશિના જાતકો માટે આ વર્ષે મકાન, જમીન અને વાહન લેવાના યોગ વધારે સારા અને સરળ બને છે. વતનમાં ઘર લેવાનો પ્રયત્ન કરશો તો વિશેષ સરળતા રહેશે. આ જમાનામાં સૌ કોઈને મોટાં શહેરોમાં સ્થાયી થવું હોય છે અને મોટાં શહેરમાં જ મકાન લેવાનો પ્રયત્ન કરતા હોય છે, પરંતુ વૃષિક રાશિના જાતકોને જો પોતાના ગામમાં કે નગરમાં ઘર લેવાના પ્રયત્નો કરશે તો વધારે શુભ ફળની પ્રાપ્તિ થશે. ગાડી લેવાની ઈચ્છા ધરાવતા જાતકો માટે પણ આ વર્ષ ખૂબ સારા યોગ બને છે.
શાદી અને સંતતિ
લગ્ન કરવા ઈચ્છુક સ્કોપયો અથવા તો વૃષિક રાશિના જાતકો માટે મેથી ડિસેમ્બર મહિના સુધીનો સમય અનુકૂળ રહે તેવા યોગ જોઈ શકાય છે. એપ્રિલ મહિના સુધી પ્રયત્નો કરવા છતાં લગ્નની બાબતમાં વિઘ્નો આવે તેવું બની શકે. લવમેરેજ કરવા માગતી વ્યક્તિઓ માટે જૂન પછીનો સમય વધારે અનુકૂળતાવાળો રહે. સંતાન ઈચ્છતાં દંપતિઓના કેસમાં ગર્ભાધાન માટે મે મહિના પછીનો સમય વધારે અનુકૂળ અને સફળતા આપનારો સાબિત થશે.
જોબ, બિઝનેસ અને કરીઅર
વૃષિક રાશિના જાતકો, કે જેઓ ધંધા સાથે સંકળાયેલા છે, તેમના શનિની દસમી દૃષ્ટિ કર્મભુવન પર પડતી હોવાથી ધંધામાં અવરોધો ઊભા થાય. વિઘ્નો આવે તેમ જ ધંધામાં ધારી સફળતા ન મળે એવું બની શકે, પરંતુ ધીરજ રાખીને વધારે મહેનત કરવાથી યોગ્ય ફળ મેળવી શકશે. શેર માર્કેટમાં કામ કરતા જાતકો માટે આ વર્ષ પ્રતિકૂળ છે. વિચાર્યા વગર જો શેર માર્કેટમાં રોકાણ કરશો તો નુકસાનીનો ભોગ બનવું પડશે. આ રાશિના જાતકો આ વર્ષે શેરબજારથી બને એટલા દૂર રહે એમાં જ ભલાઈ છે. નોકરી મેળવવા ઈચ્છુક વ્યક્તિઓને મે મહિના પછીનો સમય અનુકૂળ રહેશે.
દેશ-દેશાવર
પરદેશ જવું આજના યુગની એક 'ફેશન' બની ગઈ છે. વૃષિક રાશિના જાતકો, કે જેઓ પરદેશ જવાની ઈચ્છા રાખે છે, તેમણે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી પડશે. આ વર્ષે વતન છોડીને દૂર બીજા દેશમાં જવાના યોગ પ્રમાણમાં ઓછા બને છે. ગ્રહોની પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે કંઈ પણ કરવું હિતાવહ નથી.
નારી તું નારાયણી
વૃષિક રાશિની ીઓને પારિવારિક સંબંધોમાં ગેરસમજ પેદા થઈ શકી. ભાષાને કારણે પરિવારમાં ફાટફૂટ ન પડે તેનું ધ્યાન રાખવું જોઈએ. સરકારી નોકરી કરતી મહિલાઓને સિનિયરો સાથે અણબનાવ થાય તેમજ પ્રોફેશનલ સંબંધો બગડે તેવા યોગ આ વર્ષ ગરમિયાન બની શકે છે. પિતૃઓના આશીર્વાદ લઇ સાસુ-સસરા અથવા મા-બાપને પગે લાગી શુભ કાર્યની શરૂઆત કરવામાં આવે તો મોટા નુકસાનમાંથી બચી શકાશે. સંતાન ઇચ્છતી બહેનોને આ વર્ષેમાં સહેજ નિરાશ થવું પડે. જોકે ગર્ભાધાન માટે મેં મહિના પછીનો સમય વધારે સાનુકૂળ છે. અભ્યાસ કરતી બહેનોને ધાર્યું પરિણામ લાવવામાં મુશ્કેલી પડે. આ વરસે તેમણે વધારે મહેનત કરવી પડશે.
વિશેષ ઉપાય
સ્કોર્પિયો અથવા તો વૃષભ રાશિના જાતકોના ત્રિકોણમાં હંમેશાં જળ તત્ત્વ આવે છે. આ જાતકોએ હંમેશા મહાદેવના શિવલિંગ પર જળાભિષેક કરવો. તેનાથી શુભ ફળને પ્રાપ્તિ થઈ શકે છે. રાશિપતિ મંગળ છે. મંગળના અધિાતા દેવ ગણપતિ છે. ગણપતિના અથર્વ શીર્ષ અને સંકટ સમસ્તોત્રના પાઠ કરવાથી ગણેશજીની વિશેષ કૃપા આ જાતકો મેળવી શકશે. વિઘ્નહર્તા દેવ તરીકે ગણપતિ બાપા આપના જીવનમાં શુભત્વ લાવે તે માટે ગણેશ ઉપાસના આ જાતકો માટે વિશેષ ફળદાયી પૂરવાર થાય. આ જાતકોના જીવનમાં જો ગુરુ હોય તો એમણે આપેલા મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ. આ ઉપરાંત, ચંદ્રનો મંત્ર, મંગળનો મંત્ર અને ગુરુ ગ્રહનો મંત્ર જપવાથી પણ વિશેષ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. આ જાતકોએ ચંદ્રનું નંગ અવશ્ય પહેરવું જોઈએ.
વિદ્યાર્થીઓને મહેનતના પ્રમાણમાં ધારી સફળતા ન મળે તેવું બને. અમુક સંજોગો એવા ઊભા થાય કે તમે પરીક્ષા જ ન આપી શકો. સરકારી પરીક્ષાઓ પાસ કરવા માટે વધારે પ્રમાણમાં મહેનત કરવી પડે તેમજ મહેનતના પ્રમાણમાં રિઝલ્ટ ન મળે આવું ગ્રહબળના આધારે જોઈ શકાય છે.