રાશિ-ભવિષ્ય-2024 : લગ્નની ઉતાવળ ન કરો, નોકરી-ધંધાર્થીઓ પણ સાવધાન

Updated: Jan 3rd, 2024


Google NewsGoogle News
રાશિ-ભવિષ્ય-2024 : લગ્નની ઉતાવળ ન કરો, નોકરી-ધંધાર્થીઓ પણ સાવધાન 1 - image

ક્રાંતિવૃતના ૧૮૦થી ૨૧૦ અંશ સુધી તુલા રાશિ આવે છે. ચિત્રા, સ્વાતિ અને વિશાખા નક્ષત્ર તુલા રાશિમાં આવે છે. તુલા રાશિનું ચિહ્ન તુલાધારી પુરુષ છે. વાયુ તત્ત્વ છે. તુલા રાશિના જાતકો ચંચળ મનના હોય છે. ફરવાના શોખીન હોય છે. સ્વભાવે લાગણીશીલ હોય છે. દેખાવમાં સુંદર હોય છે. સંબંધની દુનિયામાં વ્યાવહારિક હોય છે. જીવનમાં સંબંધોને તેઓ વધારે પ્રાધાન્ય આપે છે. આ જાતકોનું મિત્રમંડળ મોટું અને સારું હોય છે. તેઓ સૌંદર્યના શોખીન હોય છે. દુનિયાના દરેક પ્રકારના વૈભવ ભોગવવાની ઝંખના આ જાતકોમાં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. તેમને પ્રશંસા પ્રિય છે. તેમની સુંદરતાના વખાણ થાય તે એમને ખૂબ ગમે છે. ચર સ્વભાવની રાશિ હોવાના કારણે ફરતા રહેવું, કોઈકે કોઈક કામ સાથે જોડાયેલા રહેવું, કશું જ કામ ન હોય તો મિત્રો - સગા વહાલાને મળવાનું અને સંબંધોને વધારેમાં વધારે સમય-શક્તિ વધારવા એમાં આ જાતકોને ખૂબ રુચિ હોય છે. કુટુંબમાં પ્રીતિ રહે તેવા કાર્ય તેઓ હંમેશા કરતા હોય છે. તેઓ સંગીતપ્રેમી અને કાવ્યપ્રેમી હોય છે. પિક્ચર, નાટક, ટ્રાવેલિંગના શોખીન. સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરી દેખાવે વધારે સુંદર લાગવાનો પ્રયત્ન આ જાતકો વિશેષ પ્રમાણમાં કરતા હોય છે. છબઢબ, રૂપસજ્જા, મેચિંગ, કો-ઓડનેશન વગેરેની આ જાતકોની સૂઝ ખૂબ સારી હોય છે. 

ભણતર અને ગણતર

૨૦૨૪માં તુલા રાશિના જાતકોને અભ્યાસમાં ખૂબ સારું પરિણામ મળે એવા યોગ ગ્રહબળના આધારે જોઈ શકાય છે. એન્જિનીયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ વર્ષે ખૂબ સારા ફળની પ્રાપ્તિ થશે. પરદેશમાં ભણવા જવા ઈચ્છનાર જાતકો માટે સારા યોગ છે. પરદેશ જતાં પહેલાની કાર્યવાહી કરવામાં ખૂબ સાવચેતીપૂર્વક રાખવી. સાહિત્યનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધાર્યું પરિણામ ન મળે એવા યોગગ્રહ બળના આધારે જોઈ શકાય છે. સરકારી પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો થોડો તકલીફવાળો પસાર થાય તેવું બને. તેના માટે વિશેષ મહેનત કરી પરીક્ષા આપવી જોઈએ. વધારે પડતો આત્મવિશ્વાસ ક્યારેક નુકસાન ન કરાવે તેનું ધ્યાન રાખવું જોઈએ.

નારી તું નારાયણી

સંતાનની ઈચ્છા ધરાવતી મહિલાઓ માટે આ વર્ષે સંતાનપ્રાપ્તિના યોગ સારા બને છે. ભણતરમાં બહેનો વધારે સારી પ્રગતિ કરી શકશે. પરદેશ ભણવા જવા ઇચ્છતી બહેનો માટે આ વર્ષે વિદેશગમનના યોગ સારા બને છે. એન્જિનીયરિંગ ફિલ્ડમાં કામ કરતી મહિલાઓને આ વર્ષ ખૂબ સારું પરિણામ મળે. ઘણા પ્રયત્નો કરવા છતાં નોકરી મળતી ન હોય તેવી બહેનોને આ વર્ષે જોબ મળવાની મજબૂત સંભાવના છે. ખાસ કરીને સરકારી નોકરી મેળવવા ઈચ્છતી બહેનોને આ વર્ષમાં સફળતા મળે તેવા યોગ ગ્રહબળના આધારે જોઈ શકાય છે. લગ્નોત્સુક બહેનોને આ વર્ષ પ્રભુતામાં પગલાં પાડવાં હિતાવહ નથી. થોભો અને રાહ જુઓની નીતિ આપનાવવી હિતાવહ છે. વારસાગત મિલકત મેળવવાના યોગ આ વર્ષે વિશેષ બને છે.

ગાડી ઔર બંગલા

ઘર, જમીન કે વાહન ખરીદવાની ઈચ્છા રાખતા જાતકોને ૨૦૨૪ના વર્ષમાં ખૂબ સારા ફળની પ્રાપ્તિ થશે. ઘણા સમયથી ગાડી કે મકાન માટે ઘણા પ્રયત્નો કર્યા હોવા છતાં સફળતા ન મળી હોય તેવા જાતકોનાં સપનાં આ વર્ષે પૂરાં થાય. જૂનું મકાન કે સેકન્ડ-હેન્ડ વાહન ખરીદવાની ઈચ્છા હશે તો તે પણ આ વર્ષ દરમિયાન શક્ય બનશે.

શાદી અને સંતતિ

લગ્નની ઈચ્છા ધરાવતા લિબ્રા એટલે કે તુલા રાશિના જાતકોએ આ વર્ષ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી પડશે. જો લગ્ન કરવામાં ઉતાવળ કરશો તો થોડી તકલીફો ઊભી કરે તેવા યોગ ગ્રહબળના આધારે જોઈ શકાય છે. અરેન્જ્ડ મેરેજ કરવા ઇચ્છતાં યુવકયુવતીઓએ પણ આ વર્ષે થોડી ધીરજ રાખવી પડશે. ઉતાવળમાં લીધેલા નિર્ણયથી નુકસાન થઈ શકે છે. આ વર્ષ દરમિયાન લગ્ન માટેની કોઈ પણ પ્રકારની કાર્યવાહી કે તૈયારી ન થાય કરે તો સારું. અલબત્ત, સંજોગો એવા ઊભા થાય તે લગ્ન લેવાં જ પડે તો ગુરુના મંત્રોની આરાધના કરીને કાર્ય આગળ વધારી શકાય.

જોબ, બિઝનેસ અને કરીઅર

આ રાશિના બિઝને કરતા જાતકો માટે આ વષ થોડું કઠિન રહેવાનું. ભાગીદારીમાં ધંધો કરતા હશો તો ભાગીગાર સાથે અણબનાવ કે ગેરસમજ ઊભી થાય. ધંધામાં ક્યાંક નુકસાની ભોગવી પડે અથવા ભાગીદારી છૂટી થાય તેવા યોગ આ જાતકોના ગ્રહબળના આધારે જોઈ શકાય છે. મહેનતના પ્રમાણમાં આથક લાભ ઓછો મળે એવું આ વર્ષે શક્ય છે. ઉછીના પૈસા પાછા લેવામાં સંબંધો બગડશે અને પૈસા પાછા ન પણ આવે એવું બની શકે. નોકરી મેળવવાની ઈચ્છા રાખતા જાતકો માટે આ વર્ષ વધારે અનુકૂળ રહેશે. સરકારી નોકરી મેળવવાની ઈચ્છા રાખનારા જાતકોને આ વર્ષ સફળતા મળે તેવા યોગ બને છે. શેર માર્કેટમાં કામ કરતી વ્યક્તિઓને ૨૦૨૪માં વધારે સફળતા મળે તેવા યોગ શનિ મહારાજ દ્વારા બની શકે છે. અગાઉનાં વર્ષોમાં જે નુકસાન થયું હોય તેનું વળતર મેળવવા માટે આ સરસ સમય રહેશે

વિશેષ ઉપાય

તુલા રાશિના જાતકોએ હંમેશા મહાલક્ષ્મીને પૂજા અને આરાધના કરવી, શુક્રના મંત્ર જપવા. આ રીતે એમને શુભ ફળની પ્રાપ્તિ થાય. તુલા રાશિમાં  શનિ યોગકારક ગ્રહ બને છે. શનિ મહારાજનું ગોચર બ્રાહ્મણ મૂળ ત્રિકોણ રાશિમાં થતું હોવાથી આરાધના-મંત્ર-જપ-તપ દાન કરવાથી શનિ મહારાજને પ્રસન્ન કરી શકાય. બુધના મંત્ર-જાપ-સાધના-આરાધના કરવાથી આ રાશિના જાતકોને ખૂબ સારા ફળની પ્રાપ્તિ ભાગ્યમાં થશે.

અરેન્જ્ડ મેરેજ કરવા ઇચ્છતાં યુવકયુવતીઓએ આ વર્ષે થોડી ધીરજ રાખવી પડશે. ઉતાવળમાં લીધેલા નિર્ણયથી નુકસાન થઈ શકે છે. આ વર્ષ દરમિયાન લગ્ન માટેની કોઈ પણ પ્રકારની કાર્યવાહી કે તૈયારી ન થાય કરે તો સારું


Google NewsGoogle News