Get The App

રાશિ-ભવિષ્ય-2024 : સંતાન ઈચ્છુક દંપતિઓ માટે ૨૦૨૪નું વર્ષ ગુડ ન્યુઝ લઈને આવ્યું છે

Updated: Jan 2nd, 2024


Google NewsGoogle News
રાશિ-ભવિષ્ય-2024 : સંતાન ઈચ્છુક દંપતિઓ માટે ૨૦૨૪નું વર્ષ ગુડ ન્યુઝ લઈને આવ્યું છે 1 - image

સિંહ : Leo (મ, ટ) ૨૩ જુલાઈથી ૨૨ ઓગસ્ટ

ક્રાંતિવૃતના ૧૨૦થી ૧૫૦ સુધીમાં ભાગમાં લિઓ અથવા સિંહ રાશિ આવેલી છે. તેમાં મગા, પૂર્વા ફાલ્ગુની અને ઉત્તરા ફાલ્ગુની - આ ત્રણ નક્ષત્રનો સમાવેશ થાય છે. અગ્નિ તત્ત્વની રાશિ છે. ી સ્વભાવ છે. ક્ષત્રિય વર્ણ છે. એનું ચિહ્ન સિંહ છે. ક્ર અને દીર્ઘ રાશિ છે. ૧૦મા સ્થાનમાં બળવાન બને છે. સિંહ રાશિના જાતકો હંમેશા આગેવાની લેવાની વૃત્તિ ધરાવતા હોય છે. ગરમ સ્વભાવ, અભિમાની જીવ. માનમોભો અને પ્રતિાના આગ્રહી. સિંહ રાશિનો ગ્રહ સૂર્ય હોવાના કારણે આ જાતકમાં ભરપૂર જીવનશક્તિ અને ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં ટકી રહેવાની તાકાત હોય છે. પરોપકારી અને શુભ આશયવાળું મન હોવાના કારણે પોતાના આશ્રયમાં રહેતી વ્યક્તિઓની જવાબદારી પ્રામાણિકતાથી નિભાવી શકે છે. સ્વભાવ ગુસ્સાવાળો હોવા છતાં પણ તેઓ ક્ષમાશીલ હોય છે. સ્વબળે આગળ વધવાની અને ધ્યેય સુધી પહોંચી વળવાની તાકાત તેમનામાં હોય છે. જો એક વખત કોઈ વ્યક્તિને મગજમાંથી કાઢી નાખે તો પછી જિદપૂર્વક તે વ્યક્તિ તરફ આજીવન નજર સુધ્ધાં કરતા નથી. ગ્રહમંડળમાં સૂર્ય રાજા હોવાના કારણે આ જાતકો વિશાળ દિલના હોય છે. ખુશામતપ્રિય પણ ખરા. જ્યાં માન, મોભો ને પ્રતિા ન સચવાય ત્યાં આ જાતકો ક્યારેય જતા નથી. 

ભણતર અને ગણતર 

આ જાતકોને આ વર્ષ અભ્યાસમાં ખૂબ સારું પરિણામ મળે તેવા રોગો વર્તાય છે. સરકારી પરીક્ષા કે કોઈ એન્ટ્રેન્સ એક્ઝામ આપવાની હશે, તો આ વર્ષ સિંહ રાશિના જાતકો માટે ખૂબ સારું છે. તેમાંય જો એપ્રિલ મહિના સુધીમાં પરીક્ષાઓ આપવાની હશે તે ખૂબ સારું પરિણામ મળી શકશે તેવું ગ્રહબળના આધારે ચોક્કસપણે કહી શકાય તેમ છે. એન્જિનીયરિંગ અને મેડિકલ લાઈનમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ માટે આ વર્ષ વધારે સફળતાપૂર્ણ પૂરવાર થશે. 

ગાડી ઔર બંગલા 

મકાન, વાહન કે જમીન લેવાની ઇચ્છા ધરાવતા લિઓ રાશિના જાતકો માટે મે મહિનાથી વધારે સારો સમય શરૃ થશે. તેથી આ જાતકોને મે ૨૦૨૪થી લઈને ડિસેમ્બર ૨૦૨૪ સુધીના સમયગાળામાં રિઅલ એસ્ટેટમાં રોકાણ કરવાથી ખૂબ લાભ થશે. મસ્તમજાનું વાહન ખરીદવા માટે પણ આ સમયગાળો ઉત્તમ છે.

સંતાન અને સંતતિ 

જે જાતકો લગ્ન કરવા ઈચ્છુક છે તેઓ જાણી લે કે ૨૦૨૪માં લગ્ન કરવાના ખૂબ સારા યોગ બનતા નથી. લગ્ન માટે શક્ય હોય તો એક વર્ષ પસાર થઈ જવા દો. તમારા માટે એ જ હિતાવહ રહેશે. લવમેરેજ કરવા ઇચ્છતી વ્યક્તિઓ જો પરિવારને વિશ્વાસમાં લઈને આગળ વધવા માગતા હશે તો એપ્રિલ ૨૦૨૪ સુધીમાં એમને યોગ્ય સહકાર નહીં મળે. ગુરુના રાશિ પરિવર્તન પછી આ યોગ પ્રમાણમાં સુધરશે. તેથી મેથી લઈને ડિસેમ્બર સુધીનો સમય આ માટે યોગ્ય રહેશે. ઘણાં વખતથી લગ્ન કર્યાં હોય છતાં સંતાનપ્રાપ્તિમાં વિઘ્નો આવતાં હોય તો આવા સંતાન ઈચ્છુક દંપતિઓ માટે ૨૦૨૪નું વર્ષ ગુડ ન્યુઝ લઈને આવે તેવા મજબૂત યોગ બને છે.

જોબ, બિઝનેસ અને કરીઅર

આ જાતકોને અટકેલા કામોમાં સુધારાવધારા થાય તેવું બની શકે. વિઝા કન્સલ્ટન્સી, ટુર એન્ડ ટ્રાવેલ્સ પ્રકારનાં કામમાં સંકળાયેલા જાતકો માટે ૨૦૨૪નું વર્ષ ખૂબ સારું પરિણામ આપે તેવા યોગ બને છે. સિંહ રાશિના સૂર્યના જાતકો, કે જે સરકારી કામકાજ સાથે સંકળાયેલા છે અથવા તો કોઈ બિઝનેસ કરે છે, તેમને પણ આ વર્ષ ખૂબ સારું પરિણામ આપે તેવી સંભાવના છે. જે જાતકો નોકરીમાં પરિવર્તન કે પ્રગતિ ઈચ્છે છે, જેમની પાસે નોકરી નથી યા તો નોકરીની શોધમાં છે, તેમને ખૂબ સારી સફળતા મળે. નોકરીમાં પ્રગતિ બઢતીના યોગ જોઈ શકાય છે. શેર માર્કેટમાં ઇન્ટરેસ્ટ ધરાવતા સિંહ રાશિના જાતકોને એપ્રિલ મહિના સુધીનો સમય વિશેષ ફાયદો આપે તેવું બની શકે. એપ્રિલ મહિના પછી શેરબજારમાં રોકાણ કરતાં પહેલાં પાક્કો વિચાર અને અભ્યાસ કરવો. નહિતર નુકસાન થવાની સંભાવના રહેલી છે.

દેશ-દેશાવર 

પરદેશ જવાનો મોહ આજકાલ ખૂબ વધી રહ્યો છે. લિઓ એટલે કે સિંહ રાશિના જાતકો, કે જે પરદેશ જવા માટેની તૈયારી કરતા હોય, એમણે ડિજિટલ વિઝા, સ્ટુડન્ટ વિઝા, વર્ક પરમિટ વગેરે પ્રકારનાં કામોમાં ખૂબ ધ્યાન રાખવું. ખાસ કરીને એપ્રિલ મહિના પહેલાં. ડોક્યુમેન્ટમાં ક્યાંક ક્વેરી રહી જાય તો રિજેક્ટ થવાના યોગ બને છે. જે વિદ્યાર્થીઓ ભણવા માટે પરદેશ જવા ઈચ્છા રાખે છે તેમના માટે ખૂબ સારા યોગ બને છે. પરદેશમાં અભ્યાસ પૂર્ણ કરીને પરદેશમાં જ સેટલ થવા માગતા હોય તેવા જાતકોને આ વર્ષે મજબૂત દિશાસૂચન મળશે. 

નારી તું નારાયણી

આ રાશિની ીઓને ૨૦૨૪માં માન-મોભો-પ્રતિામાં હાનિ પહોંચે તેવા યોગ બને છે. માટે સમજીવિચારીને બોલવું એ આપણા હિતમાં છે. સંબંધો બગડે નહીં તેનું ધ્યાન રાખવું. સરકારી અધિકારીઓ સાથે પનારો પાડતી અથવા સરકારી નોકરી કરતી મહિલાઓને ઉપરી હોદ્દેદારો સાથે અણબનાવ થાય કે ગેરસમજ ઊભી થાય તેવું બને. ઘર હોય કે ઓફિસ, દિમાગ શાંત રાખવું અને વાટાઘાટથી મામલો સૂલઝાવવાની કોશિશ કરવી.

 વિશેષ ઉપાય 

આ વર્ષે જાતકોએ ખાસ કરીને સૂર્યની ઉપાસના કરવી જોઈએ. સૂર્યનારાયણને જળ ચડાવીને જાપ કરવો જોઈએ. ગણપતિ અથર્વશીર્ષ અને ગણપતિ સંકટ નાશન સ્તોત્ર આ વર્ષ દરમિયાન કરવાથી વિઘ્ન દૂર થાય. યોગકારક ગ્રહ મંગળ થતો હોવાથી તેમજ મંગળના દેવતા ગણપતિ હોવાથી ગણપતિ પૂજન વિશેષપણે કરવું જોઈએ. ગુરુએ કોઈ મંત્ર આપેલો હોય તો તે દર ગુરૃવારે સમયસર કરવાથી યોગ્ય ફળ મળે. આ દરેક ઉપાય સિંહ રાશિના જાતકોએ કરવા હિતાવહ છે.

સરકારી પરીક્ષા કે કોઈ એન્ટ્રેન્સ એક્ઝામ આપવાની હશે, તો આ વર્ષ સિંહ રાશિના જાતકો માટે ખૂબ સારું છે. આ જાતકોને મે ૨૦૨૪થી લઈને ડિસેમ્બર ૨૦૨૪ સુધીના સમયગાળામાં રિઅલ એસ્ટેટમાં રોકાણ કરવાથી ખૂબ લાભ થશે. મસ્તમજાનું વાહન ખરીદવા માટે પણ આ સમયગાળો ઉત્તમ છે.


Google NewsGoogle News