રાશિ-ભવિષ્ય-2024 : લવમેરેજ કરવા ઇચ્છતાં યુવકયુવતીઓ પરિવારોને સાથે રાખે
મિથુન : Gemini (ક. છ. ઘ.) ૨૧ મેથી ૨૧ જૂન
ક્રાંતિવૃતના ૬૦ થી ૯૦ અંશના ભાગમાં જેમિની રાશિનો સમાવેશ થાય છે. આ રાશિમાં મૃગસિરતા પુનર વસૂલ નક્ષત્રનો સમાવેશ થાય છે. વાયુ તત્ત્વની રાશિ છે. દ્વિ-સ્વભાવની રાશિ છે, શુદ્ર વર્ણ છે, વિષમ રાશિ છે. લગ્નમાં બળવાન થાય છે. પશ્ચિમ દિશામાં બળવાન થાય છે. સિસોદય રાશિ છે. પુરુષ રાશિ છે. આ રાશિવાળા જાતકો યુવાન દેખાય છે. તરવરાટ ચંચળતા, કુતૂહલ, ભોળપણ, બુદ્ધિ પ્રાધાન્ય એ બધાં લક્ષણોનાં મુખ્ય લક્ષણો છે. આ રાશિનું ચિહ્ન ગદાધારી નર ને વીણા વગાડતી નારીનું છે. બે જોડિયાં બાળકો પણ આમાં જોવા મળે છે. આ રાશિના જાતકો સંગીતપ્રિય અને ડાન્સના શોખીન હોય છે. તેઓ પરિવારપ્રિય હોય છે. દ્વિ-સ્વભાવની રાશિ હોવાના કારણે ક્યારેક તેમનામાં બે પર્સનાલિટી જોવા મળે છે. રાશિ સ્વામી બુધ હોવાના કારણે આ જાતકો બુદ્ધિમાન અને વાચાળ વિશેષ હોય છે. બુદ્ધિવિષયક વિષયો શીખવા માટે વિશેષ રુચિ હોય છે. ગ્રહમંડળમાં બૌદ્ધ યુવરાજ છે આથી આ જાતકો હંમેશા યુવાન દેખાય છે. સારા વક્તા, જ્ઞાનપિપાસુ, સાહિત્યમાં રસ ધરાવતા હોય છે. પરિશ્રમી હોય છે અને મહેનત કર્યા પછી જો ફળ ન મળે તો નિરાશ થઈ જાય છે અને લઘુતાગ્રંથિનો અનુભવ આ જાતકોને થાય છે વિવિધ શિલ્પ તળાવમાં નિષ્ણાત હોઈ શકે વારંવાર પરદેશ જવાના યોગ બને. બધા જ વિષયોમાં અને કાર્યોમાં સતત પ્રયત્ન કરતા હોવા છતાં પણ કોઈ પણ એક બાબતમાં પોતાનું ધાર્યું અને સફળ પરિણામ મેળવવામાં તકલીફ પડતી હોય છે. સારા આયોજન કરવામાં, પ્લાનિંગ સાથે કાર્યને સફળ બનાવવામાં આ જાતકોને તકલીફ પડતી હોય છે. મિત્રોના પ્રભાવમાં વધારે આવી જાય છે. બીજાની સૂચનાઓનો અને બીજાના આયોજનોને અમલ કરીને પોતાનો કાર્ય કરવા જાય તો તેમાં તેઓ નિષ્ફળ જવાના યોગ વિશેષ બનતા હોય છે.
ભણતર અને ગણતર
આ વર્ષે જેમિની રાશિના જાતકો, જે વિદ્યાભ્યાસુ છે, તે વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારું પરિણામ મળે આવા યોગ બને છે. છતાં પણ વધારે મહેનત કરવી ખૂબ જરૂરી છે. ક્યારેક પોતાના ધાર્યા પ્રમાણેનું પરિણામ ન મળે અથવા ઓછું મળે એવું બની શકે. તેથી અભ્યાસ કરવાવાળા વિદ્યાર્થીઓએ હંમેશા પૂરી મહેનત કરીને સફળતા મેળવવી જોઈએ.
ગાડી ઔર બંગલા
જેમિની રાશિના જાતકોને મકાન કે વાહન લેવા માટે આ વર્ષે કિનારે આવેલું નામ ક્યારેક અટકી જાય અને ધાર્યું કામ ન થાય એવા યોગ બને. એપ્રિલ ૨૦૨૪ સુધી આવા યોગ બનવાની સંભાવના છે, પરંતુ ગુરુનું રાશિ પરિવર્તન થયા પછી મે મહિનાથી લઈને ડિસેમ્બર સુધી જો પ્રયત્ન કરવામાં આવે તો જેવું ઘર અને વાહન ઈચ્છતા હોય તેવા મળવા માટેના યોગ પ્રબળ બને છે. મે મહિનાથી લઈને ઘર-વાહન માટે પ્રયત્ન કરે તો વધારે સારી સફળતા મળે.
શાદી અને સંતતિ
જેમિની રાશિના જાતકો આ વર્ષે લગ્ન કરવા ઇચ્છુક વ્યક્તિઓને એપ્રિલ મહિના સુધી જો પ્રયત્ન કરવામાં આવે તો વધારે સફળતા મળે એવા યોગ છે. લવમેરેજ કરવા ઇચ્છતી વ્યક્તિઓ માટે આ સમય બળવાન બને છે. બીજી કાસ્ટમાં લગ્ન કરવા ઈચ્છતી વ્યક્તિ જો પરિવારની પરમિશન ન મળતી હોય તો લગ્ન ન કરવા હિતાવહ છે, પરંતુ બે પરિવારોને ભેગા કરીને વાતચીત કરે તો ઘણી બાબતોનું સમાધાન તેમ જ ગેરસમજ દૂર થાય હવે રોગો બને છે. સંતાનપ્રાપ્તિની ઈચ્છા ધરાવતા જાતકોને ૨૦૨૪માં મા-બાપ બનવાના યોગ છે.
જોબ, બિઝનેસ અને કરીઅર
જેમિની રાશિના જાતકોને ધંધામાં ખૂબ પ્રગતિ થાય ઈમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરતા હોય તેવા ધંધાધારી વ્યક્તિઓને પણ આ વર્ષ ખૂબ સારું અને વિશેષ ફળની પ્રાપ્તિ થાય એવા યોગ છે. વિઝા કન્સલ્ટન્સી, ટ્રાન્સપોર્ટેશન કે ટ્રાવેલનો બિઝનેસ કરતા જાતકોને આ વર્ષ ખૂબ સારા ફળની પ્રાપ્તિ થાય તેમ છે. જે જાતકો નોકરી મેળવવાની પ્રયત્ન કરી રહ્યા છે તેમને મે મહિના પછી નોકરી મળવાના ખૂબ સારા યોગ બને છે. નોકરીમાં પ્રમોશન મળે, પગાર વધારો થવાના યોગ મે મહિના પછી વધારે પ્રબળ બને છે. જે જાતકો શેરબજારમાં ઇન્ટરેસ્ટેડ છે તેમણે થોડું વિચારીને કામ કરવું એ હિતાવહ છે. જો ઉતાવળિયો નિર્ણય લઈ લેશો અથવા બીજા કોઈના કહેવા પ્રમાણે સમજ્યા વિના નિર્ણય લેશો તો નુકસાની સહન કરવી પડે તેવું બને.
દેશ-દેશાવર
પરદેશ જવાનો ક્રેઝ દિવસે દિવસે વધતો જાય છે. ખૂબ બધા લોકોેને પરદેશ ફરવા જવાની, ભણવા જવાની અથવા ત્યાં સેટ થવાની અપેક્ષા હોય છે. જેમિની રાશિના જે જાતકો આ વર્ષ પરદેશ જવા માટેના પ્રયત્ન કરતા હશે, એમની પાસે પાસપોર્ટના ન હોય તો જો તેઓ ખુદ પાસપોર્ટ બનાવીને વિઝા એપ્લાય કરશે તો સફળતા મળશે. સ્ટુડન્ટ વિઝા, બિઝનેસ વિઝા અને ટુરિસ્ટ વિઝા પર વિદેશ જવા મવા માગતા જાતકોની ઇચ્છા પૂરી થાય તેવા સારા યોગ જોવા મળે છે.
નારી તું નારાયણી
જેમિની રાશિની મહિલાઓ, કે જે હાઉસવાઈફ હોય અને નોકરી કરવાની ઈચ્છા રાખતી હોય, તેઓ મે મહિના પછી નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવાની કોશિશ કરે. આ સમયગાળામાં નોકરી મેળવવાના યોગ ખૂબ સારા બને છે. જન્મભૂમિથી થોડાક દૂરના સ્થાન જવું પડે. પરદેશ વસતાં સંતાનોને મળવા જવા માટેના યોગ બને છે. પોતાની જીભ પર અંકુશ રાખવો, સામેની વ્યક્તિને અનુકૂળ થવાનો પ્રયત્ન કરવો. જે બહેનો અભ્યાસ કરવાના હેતુથી વિદેશ જવાનું વિચારી રહ્યા છે તેમને પણ પરદેશગમનનો ખૂબ સારો યોગ બને છે. પિતાથી લેણાદેવી સારી રહે. જે બહેનો નોકરી-ધંધા સાથે સંકળાયેલી છે તેમને આ વર્ષ ઘણા શુભ ફળની પ્રાપ્તિ થાય એવા યોગ છે
વિશેષ ઉપાય
ઉપાયની વાત કરીએ તો જેમિની રાશિના જાતકોએ વિષ્ણુસહ પાઠ કરવા જોઈએ. બુધવારના દિવસે મગ ખાવા જોઈએ. શુક્રવારના દિવસે ગુલાબી અથવા સફેદ કલરનું કમળનું ફૂલ મહાલક્ષ્મીના મંદિરે જઈને ચડાવવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય. શનિ ચાલીસાના પાઠ કરવા જોઈએ. ભાગ્યમાં પરિવર્તન લાવવા માટે શનિવારે સૂર્યાસ્ત પછી શનિ મહારાજના મંદિરે જઈને તેલ ચઢાવવું અને આંકડાના ફૂલની માળા ચડાવવી. ધંધામાં પ્રગતિ મેળવવા માટે જેમિની રાશિના જાતકોએ ગુરૂનું નંગ પહેરવું જોઈએ અને ગુરૂના જાપ કરવા જોઈએ. આમ કરવાથી ધંધામાં વિશેષ પ્રગતિ કરી શકાય છે. મકાન કે વાહન લેવા માટે આ વર્ષે કિનારે આવેલું નામ ક્યારેક અટકી જાય અને ધાર્યું કામ ન થાય એવા યોગ બને. એપ્રિલ ૨૦૨૪ સુધી આવા યોગ બનવાની સંભાવના છે.