રહસ્યમયકાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય
બુધવાર 26 જૂનથી મંગળવાર 2 જુલાઈ સુધી
રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઈજિપ્શિયન લોકો દ્વારા ભાવિ ફળકથન જાણવા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ઉપયોગ થયો હોવાનું મનાય છે. કુલ ૭૮ કાર્ડમાં ૨૨ મુખ્ય અને ૫૬ તેના સહાયક કાર્ડ છે. વૉન્ડ્સ, સ્વૉર્ડસ, કપ્સ તથા કોઈન્સ જેમાં કુલ ૧૪ કાર્ડ હોય છે. સામાન્ય પત્તાંની જોડીમાં ૧ થી ૧૩ કાર્ડ છે જ્યારે અહીં ૧ થી ૧૪ કાર્ડ છે અને ગુલામ, રાણી તથા બાદશાહ કાર્ડની વચ્ચે વધારાનું એક નાઈટ ઓફ વૉન્ડ્સ, સ્વૉર્ડ્સ, કપ્સ અને કોઈન્સનું ઊમેરાયેલું છે.
મુખ્ય કાર્ડમાં ધ ફૂલ, ધ મેજીસીયન્સ, ધ હાઈપ્રિસ્ટેસ, ધ એમ્પરર, ધ એરોફન્ટ, ધ લવર્સ, ધ શેરીઓટ, સ્ટ્રેન્થ, ધ હેરમીટ, વ્હીલ ઑફ ફોર્ચ્યુન, જસ્ટીસ, ધ હેંગમેન, ડેથ, ટેમ્પરન્સ, ધ ડેવિલ, ધ ટાવર, ધ સ્ટાર, ધ મૂન, ધ સન, જજમેન્ટ અને ધ વર્લ્ડનો સમાવેશ થાય છે. ધ ફૂલને નંબર શૂન્ય-ઝીરો આપવામાં આવેલ છે. બાકીના એકથી એકવીસ નંબરના ક્રમાંકમાં આવે છે. ટેરટ કાર્ડ સાથે જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે જે આપની જન્મરાશિ-ચંદ્રરાશિ પ્રમાણે જોવું.
- ઈન્દ્રમંત્રી
મેષ (અ. લ. ઇ.)
The Chariot - ધ શેરીઓટનું કાર્ડ કૌટુંબિક અને નાણાંકીય દ્રષ્ટિએ વર્તમાન સમય તમારા માટે લાભદાયક હોવાનું સૂચવી જાય છે. આવકમાં વધારો થશે તથા નાણાંકીય રીતે કોઈ મુંઝવણ અનુભવી રહ્યા હશો તે દૂર થઈ શકશે. તા. ૨૭. ૨૮. ૨૯. ૨. શુભ.
વૃષભ (બ. વ. ઉ.)
Justice - જસ્ટીસનું કાર્ડ હાલની પરિસ્થિતિમાં તમારી સમસ્યાઓ અંગે જે આયોજન કરી રહ્યા હો તેમાં યોગ્ય ન્યાય મળવાનું સૂચવી જાય છે. કોર્ટ-કચેરી અંગેના કાર્યોમાં સમાધાનકારી વલણ તમારા માટે ફાયદાકારક પૂરવાર થશે. તા. ૨૬. ૩૦. ૧. શુભ.
મિથુન (ક. છ. ઘ.)
Temperance - ટેમ્પરન્સનું કાર્ડ તમારા સ્વજનો સાથેની મુલાકાત આનંદદાયક બની રહેવાનું સૂચવી જાય છે. તમારા કાર્યક્ષેત્રે યશ મળશે. તમારા નિશ્ચિત કાર્યોમાં આગળ વધી શકાશે. શુભ સમાચાર મળશે. તા. ૨૬. ૨૭. ૨૮. ૨૯. ૨. શુભ.
કર્ક (ડ. હ.)
Judgement - જજમેન્ટનું કાર્ડ તમારા મનની ઈચ્છાઓ પરિપૂર્ણ થઈ શકવાનું તથા એકાદ મહત્ત્વનાં કાર્યમાં અણધારી સફળતા મળવાનું સૂચવી જાય છે. સ્થાવર સંપત્તિ બાબત નવું નાણાંકીય રોકાણ થઈ શકશે. નવી ચીજવસ્તુઓની ખરીદી થશે. તા. ૨૭. ૨૮. ૨૯. ૩૦. ૧. શુભ.
સિંહ (મ. ટ.)
The Hierophant - ધ એરોફન્ટનું કાર્ડ તમારા વ્યવસાયક્ષેત્રે કોઈ મુશ્કેલી ઊદ્ભવી હોય તેનું યોગ્ય નિરાકરણ મળવાનું સૂચવી જાય છે. મહત્ત્વનાં દસ્તાવેજો અને પત્ર પર સહિસિક્કા થશે. ટુંકી મુસાફરીનો યોગ ઉદ્ભવશે. તા. ૩૦. ૧. ૨. શુભ.
કન્યા (પ. ઠ. ણ.)
The Magician - ધ મેજીસીયનનું કાર્ડ કૌટુંબિક બાબતોમાં કોઈ મહત્ત્વનો નિર્ણય તમારા માટે નોંધપાત્ર બની રહેવાનું સૂચવી જાય છે. તમારા નોકરી-વ્યવસાયક્ષેત્રે નવાં ફેરફારો ઉદ્ભવશે. સ્થાન પરિવર્તન અંગે કોઈ નિર્ણય લેવો હોય તો લઈ શકાશે. તા. ૨૬. ૨. શુભ.
તુલા (ર. ત.)
The Tower - ધ ટાવરનું કાર્ડ વર્તમાન સમય દરમ્યાન તમારા જીવનમાં નવાં લાભદાયક ફેરફારો ઊદ્ભવી શકવાનું સૂચવી જાય છે. વારસાગત બાબતોને લગતી કોઈ સમસ્યા હોય તો તેનો યોગ્ય ઊકેલ પ્રાપ્ત થશે. ધાર્મિક યાત્રા થશે. શુભ સમાચાર મળશે. તા. ૨૬. ૨૭. ૨૮. ૨૯. શુભ.
વૃશ્ચિક (ન. ય.)
The World - ધ વર્લ્ડનું કાર્ડ તમારા દૂર વસતા સ્વજનો સાથે મુલાકાત થવાનું સૂચવી જાય છે. પરદેશ જવા તૈયારી કરી રહ્યા હોય તેઓ માટે સરળતા રહેશે અને કોઈ અવરોધ સર્જાયેલો હોય તે દૂર થશે. મિત્રો સાથેની મુલાકાત આનંદદાયક બની રહેશે. તા. ૨૭. ૨૮. ૨૯. ૩૦. ૧. શુભ.
ધન (ભ. ધ. ફ. ઢ.)
The Hangedman - ધ હેંગમેનનું કાર્ડ તમારા રોજિંદા કામમાં ધ્યાન આપવા સૂચવી જાય છે. નવાં કાર્યોની શરૂઆત યોગ્ય વિચાર-આયોજન કરી કરવું લાભદાયક રહેશે. જીવનસાથી સાથેના સંબંધોમાં કોઈ તકલીફ ઊદ્ભવેલી હોય તેનું સમાધાન થશે. તા. ૩૦. ૧. ૨. શુભ.
મકર (ખ. જ.)
The Star - ધ સ્ટારનું ઊલટું આવેલું કાર્ડ તમારા માટે કોઈ કસોટી ઊભી થવાનું સૂચવી જાય છે. કોઈ કાર્યને લઈ તમે મૂંઝવણ અનુભવી શકશો તથા ચોક્કસ નિર્ણય લઈ શકાશે નહિ. નાણાંકીય બાબતોમાં નવંી આયોજન હાલ પુરતું કરવું નહિ. વાણી પર સંયમ જાળવવો. તા. ૨૬. ૨. શુભ.
કુંભ (ગ. શ. સ. ષ.)
Wheel of Fortune - વ્હીલ ઑફ ફોર્ચ્યુનનું કાર્ડ તમારા સંતાનોના વધુ અભ્યાસ અને વિવાહ-લગ્ન જેવી બાબતો નોંધપાત્ર બનવાનું સૂચવી જાય છે. તમારો દ્રઢસંકલ્પ કેવો છે તેની કસોટી એકાદ પ્રસંગમાં થશે. તમારા કાર્યક્ષેત્રે યશ મેળવી શકશો. તા. ૨૭. ૨૮. ૨૯. શુભ.
મીન (દ. ચ. ઝ. થ.)
The Hermit - " હેરમીટનું કાર્ડ કોઈ કાર્ય અંગે તમે દ્વિધા અનુભવશો અને વડિલ વ્યક્તિઓની સલાહ-સૂચના તમારા માટે લાભદાયક બની રહેવાનું સૂચવી જાય છે. જીવનસાથી કોઈ મહત્ત્વની બાબતોમાં નોંધપાત્ર નિર્ણય લેવાનો આવશે. મિત્રો સહાયક બનશે. તા. ૨૬. ૩૦. ૧. શુભ.