વૃશ્ચિક રાશિ પર મહેરબાન થશે શુક્રદેવ , આ 3 રાશિઓનું ચમકશે ભાગ્ય
શુક્રને સુખ, સંપત્તિ, વૈભવ, ઐશ્વર્ય અને ધન વગેરેનો કારક મનાય છે
વૈદિક જ્યોતિષમાં શુક્રને વૃષભ અને તુલા રાશિનો સ્વામી પણ મનાય છે
અમદાવાદ, તા. 11 નવેમ્બર 2022, શુક્રવાર
વૈદિક જ્યોતિષમાં શુક્રને સુખ, સંપત્તિ, વૈભવ, ઐશ્વર્ય અને ધન વગેરેનો કારક માનવામાં આવ્યો છે. શુક્રને વૃષભ અને તુલા રાશિનો સ્વામી માનવામાં આવે છે. જ્યોતિષાચાર્યો અનુસાર જે લોકોની કુંડળીમાં શુક્રદેવનું સ્થાન ઉચ્ચ હોય છે, તેમને જીવનમાં કોઈ વસ્તુની કમી રહેતી નથી. 11 નવેમ્બરે શુક્ર વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરતો હોવાથી શુક્રનું ગોર સાંજે 07.52 કલાકે થશે અને આ સાથે જ રાજલક્ષ્મી યોગ સર્જાશે. અષ્ટલક્ષ્મી રાજયોગની અસરના કારણે કેટલીક રાશિઓને ફાયદો જ ફાયદો થશે. આ યોગની સૌથી વધુ અસર મકર, કુંભ અને મીન રાશીમાં જોવા મળશે.
આ ત્રણ રાશિઓમાં સર્જાશે અષ્ટલક્ષ્મી રાજયોગ
મકર : આ રાશિના લોકોના એકાદશી ભાવમાં અષ્ટલક્ષ્મી રાજયોગ બની રહ્યો છે. 11માં ભાવને ભાગ્યનું સ્થાન માનવામાં આવે છે. વૃશ્ચિક રાશીમાં શુક્ર ગ્રહ આવવાના કારણે વેપારીઓને લાભ થશે. રોકાણથી પણ ફાયદો થશે.
કુંભ : કુંભ રાશિના લોકોના દસમા ભાવમાં અષ્ટલક્ષ્મી રાજયોગ બની રહ્યો છે. દસમાં ભાવને વ્યવસાય અને કાર્યનું સ્થાન માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન આર્થિક લાભ થશે. આર્થિક પક્ષ મજબૂત થશે. આવકના સ્ત્રોત વધશે. સંતાન તરફથી તમને સારા સમાચાર મળી શકે છે.
મીન : મીન રાશિના લોકોના નવમા ભાવમાં અષ્ટલક્ષ્મી રાજયોગ બની રહ્યો છે. નવમાં ભાવને ભાગ્યનું સ્થાન માનવામાં આવે છે. આ સમય દરમિયાન ભાગ્યોદય સર્જાશે. અવિવાહિતોના લગ્ન નક્કી થઈ શકે છે. પૈસાની દ્રષ્ટિએ આ સમય સારો છે.