Diwali 2023: 500 વર્ષ પછી આ દિવાળી પર બની રહ્યો છે અષ્ટલક્ષ્મી મહાયોગ, શુભ મુહૂર્તમાં પૂજાથી થશે ધનલાભ
અમાવસના રોજ ગીતાનો પાઠ, અન્ન, દીપ દાન અને અસહાયને દાન કરવું જોઈએ
ગાયનું ઘી, સરસિયું એથવા તલના તેલનો દિવો પ્રગટાવવો જોઈએ
તા. 12 નવેમ્બર 2023, રવિવાર
Diwali 2023: આ વખતે દિવાળી કાંઈક વિશેષ બનવાની છે. હકીકતમાં આ વર્ષે દિવાળી પર 500 વર્ષ પછી અષ્ટલક્ષ્મી મહાયોગનો દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ વિશેષ યોગથી અપુર્વ ધનલાભનો યોગ બની રહ્યો છે, ઉપરાંત અઢળક સંપતિ અને માન -પ્રતિષ્ઠામાં વધારો કરાવશે. કેટલીક રાશિના જાતકોને આ દિવાળી ખૂબ સુખદ સંયોગ આપનારી સાબિત થશે.
500 વર્ષ પછી અષ્ટલક્ષ્મી મહાયોગનો દુર્લભ સંયોગ બની રહ્યો છે
આસો વદ અમાસને રવિવારના રોજ સમગ્ર ભારતમાં દેશવાસીઓ ધામધુમથી દિપોત્સવી ઉત્સવ મનાવી રહ્યા છે. આ વર્ષે દિવાળી પર 500 વર્ષ પછી અષ્ટલક્ષ્મી મહાયોગનો દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ વિશેષ યોગથી અપુર્વ ધનલાભનો યોગ બની રહ્યો છે, આ ઉપરાંત અઢળક સંપતિ અને માન -પ્રતિષ્ઠામાં વધારો થશે.
જ્યોતિષના કહેવા પ્રમાણે આ આજે ગજકેસરી યોગ, ઉભયચરી યોગ, કાહાલ યોગ, હર્ષ યોગ અને દુર્ઘરા નામના પાંચ યોગનો સંયોગ બની રહ્યો છે. જે અપુર્વ ધનલાભ, સંપતિ અને પ્રતિષ્ઠા પ્રાપ્તિ અને સ્થિર લક્ષ્મી અને અપુર્વ સફળતા સાથે સંપન્નતાની પ્રાપ્તિ કરાવશે.
અમાસની રાત્રે માં લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે
માન્યતા પ્રમાણે આસો વદ અમાસના દિવસે માં લક્ષ્મી પૃથ્વીનું ભ્રમણ કરે છે. જે ઘરમાં શાંત વાતાવરણ હોય છે, સ્વચ્છતા અને પ્રકાશ હોય છે ત્યા માં લક્ષ્મીની કૃપા વરસે છે. આ ઉપરાંત માં ભગવતીનું વિધિવત પુજન, શ્રીસુક્ત, કનકધારા સ્તોત્ર, રાત્રિ જાગરણ, ભજન કિર્તન, કુબેર અને કુબેર મંત્ર જાપ, હવન સ્તોત્ર-પાઠ કરવામાં આવે તો ઉત્તમ માનવામાં આવે છે.
આ શુભ મુહૂર્તમાં કરો માં લક્ષ્મી અને ગણેશનું પુજન
કુંભ લગ્ન બપોરે 1.08 થી લઈને 2.39 સુધી
વૃષભ લગ્ન સાંજે 5.43 થી લઈને 7.40 સુધી
સિંહ લગ્ન રાત્રે 12.12 થી લઈને 2.26 સુધી