અષાઢ મહિનામાં આવી રહ્યા છે અનેક મહત્ત્વના વ્રત અને તહેવારો, નોંધી લો આખી યાદી
અષાઢ માસનો મહિનો ઉપવાસ અને તહેવારોની દ્રષ્ટિએ ખૂબ જ વિશેષ છે. આ માસ શરુ થતા જ વ્રતોની શરૂઆત થઇ જાય છે. વૈદિક કેલેન્ડર મુજબ, અષાઢ મહિનામાં 14 મુખ્ય વ્રત અને તહેવારો આવે છે. આમાં દેવશયની એકાદશી સાથે ગુપ્ત નવરાત્રી, જગન્નાથ રથયાત્રા જેવા મુખ્ય ઉપવાસ અને તહેવારો છે. વિશ્વના સર્જક ભગવાન વિષ્ણુની પૂજા માટે આ મહિનો ખૂબ જ વિશેષ માનવામાં આવે છે.
કાશીના જ્યોતિષ પંડિત સંજય ઉપાધ્યાયે જણાવ્યું કે, અષાઢ માસ 23 જૂનથી શરૂ થઈ રહ્યો છે. જે 21મી જુલાઈ 2024 સુધી ચાલશે. અષાઢ મહિનો ભગવાન શિવ અને વિષ્ણુને સમર્પિત છે. આ મહિનામાં દેવશયની એકાદશી આવે છે. ત્યારથી ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં ચાર મહિના સુધી સૂઈ જાય છે. આવી સ્થિતિમાં આ ચાર મહિનામાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી.
27મી જૂનથી ઉપવાસ શરૂ થશે
અષાઢ મહિનાના વ્રતની શરૂઆત 27 જૂને પિંગલા સંકષ્ટી ચતુર્થીથી થઈ રહી છે.
- 27 જૂન 2024 (ગુરુવાર): કૃષ્ણ પિંગલા સંકષ્ટી ચતુર્થી વ્રત
- 28 જૂન 2024 (શુક્રવાર): માસિક કાલાષ્ટમી વ્રત
- 02 જુલાઈ 2024 (મંગળવાર): યોગિની એકાદશી વ્રત
- 03 જુલાઈ 2024 (બુધવાર): કૃષ્ણ પક્ષ પ્રદોષ વ્રત
- 04 જુલાઈ 2024 (ગુરુવાર): માસીક શિવરાત્રી
- 05 જુલાઈ 2024 (શુક્રવાર): અષાઢ અમાવસ્યા
- 06 જુલાઈ 2024 (બુધવાર): અષાઢ ગુપ્ત નવરાત્રિની શરૂઆત.
- 07 જુલાઈ 2024 (ગુરુવાર): જગન્નાથપુરી રથયાત્રા
- 09 જુલાઈ 2024 (શનિવાર): વિનાયક ચતુર્થી વ્રત
- 11 જુલાઈ 2024 (સોમવાર): સ્કંદ ષષ્ઠી વ્રત
- 16 જુલાઈ 2024 (મંગળવાર): કર્ક સંક્રાંતિ
- 17 જુલાઈ 2024 (બુધવાર): દેવશયની એકાદશી
- 18 જુલાઈ 2024 (ગુરુવાર): શુક્લ પક્ષ પ્રદોષ વ્રત
- 21 જુલાઈ 2024 (રવિવાર): અષાઢ પૂર્ણિમા વ્રત