18 માર્ચે શનિનો ઉદય થતા જ પલટી જશે આ 3 રાશિના જાતકોની કિસ્મત, કરિયરમાં થશે લાભ
Image Source: Twitter
અમદાવાદ, તા. 22 ફેબ્રુઆરી 2024 ગુરૂવાર
નવગ્રહોમાં શનિને સૌથી ધીમી ચાલ ચાલનાર ગ્રહ માનવામાં આવ્યા છે. આ જ કારણ છે કે જ્યારે શનિની ચાલ બદલાય છે તો તેની શુભ-અશુભ અસર લાંબા સમય સુધી રાશિઓ પર પડે છે. શનિનું ગોચર, અસ્ત અને ઉદય થવો ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શનિ ખૂબ શક્તિવાન ગ્રહ તેના શુભ પ્રભાવથી સાધક ફર્શથી અર્શ સુધી પહોંચી જાય છે પરંતુ અશુભ અસર થવા પર રાજા પણ રંક બની જાય છે. શનિ અત્યારે કુંભ રાશિમાં અસ્ત ચાલી રહ્યા છે.
18 માર્ચ 2024 એ શનિ કુંભમાં ઉદય થશે. દરમિયાન ઉદિત થઈને શનિ અમુક રાશિઓને બમ્પર લાભ આપશે. લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓ દૂર થશે. નોકરીની સાથે વેપારીઓની પણ ધન આવક વધશે.
શનિ ઉદય 2024
શનિ 11 ફેબ્રુઆરી 2024એ કુંભ રાશિમાં અસ્ત થયા હતા. હવે લગભગ એક મહિના બાદ 18 માર્ચ 2024 એ સવારે 07.49 મિનિટે શનિ ઉદિત થશે. કુંભ શનિની મૂળ ત્રિકોણ રાશિ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે.
શનિ ઉદય 2024 આ રાશિઓને થશે લાભ
મેષ રાશિ
શનિ મેષ રાશિના જાતકોના 11માં ભાવમાં ઉદિત થઈ રહ્યા છે. તમારો માનસિક તણાવ દૂર થશે. જે સમસ્યાઓના કારણે તમારા કાર્ય ક્ષેત્રમાં કામ બગડી રહ્યા હતા તે સામે આવશે અને સમાધાન નીકળશે. તમને પોતાની મહેનતનું પૂરુ ફળ મળશે. વરિષ્ઠ અધિકારીઓથી તમને લાભ થશે અને મદદ મળશે. કામના અર્થે યાત્રા સફળ થશે.
મિથુન રાશિ
મિથુન રાશિના નવમ ભાવમાં શનિનો ઉદય થશે. તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. નોકરીમાં પરિવર્તન કરવાનું આયોજન સારુ ફળ આપી શકે છે. વેપારીઓને જૂના રોકાણથી ધન લાભ મળશે. આ દરમિયાન નવા લોકો સાથે મુલાકાત કરશે અને પોતાના વર્તમાન મિત્રો અને પરિવારની સાથે સંબંધ મજબૂત થશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં મહેનતનું ફળ મળશે. શારીરિક કષ્ટ દૂર થશે.
વૃષભ રાશિ
શનિના ઉદય થવાથી વૃષભ રાશિના લોકોની ધન સાથે જોડાયેલી સમસ્યા દૂર થશે. પદ પ્રતિષ્ઠામાં વધારો થશે. કોઈ લાંબી બીમારીમાંથી ઝડપથી રાહત મળશે. શનિની બદલાતી ચાલ તમારા કરિયરને ઊંચાઈ પર લઈ જવાનો સારો અવસર પ્રદાન કરશે. ટ્રાન્સફરના યોગ છે જે પ્રમોશનમાં પણ લાભ આપશે.