Get The App

રાહુના નક્ષત્રમાં શનિ, જલદી જ આ 3 રાશિઓના લોકોની લાગશે 'લોટરી', ખિસ્સા પૈસાથી છલકાશે

Updated: Sep 14th, 2024


Google News
Google News
રાહુના નક્ષત્રમાં શનિ, જલદી જ આ 3 રાશિઓના લોકોની લાગશે 'લોટરી', ખિસ્સા પૈસાથી છલકાશે 1 - image

Zodiac Sign : 3 ઓક્ટોબરે શનિદેવ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ નક્ષત્રમાં શનિ 27 ડિસેમ્બર 2024 સુધી રહેશે. શતભિષા નક્ષત્રનો સ્વામી પાપી ગ્રહ રાહુ છે. જ્યોતિષીય ગણતરી અનુસાર, આ નક્ષત્રમાં શનિનો નિવાસ ત્રણ રાશિઓ માટે નુકસાનકારક રહેશે. તો ચાલો તે ત્રણ રાશીઓ વિશે........ 

મેષ: તમારી સંપત્તિમાં વધારો થશે. અને દેવામાંથી રાહત મળી શે છે. નોકરી અને વેપારમાં અપાર પ્રગતિની શક્યતાઓ છે. બીમારીથી બચશો. ઉપરાંત બેરોજગાર લોકોને નોકરીની ઓફર મળી શકે છે. કાર્યસ્થળ પર તમારા કામની ખૂબ પ્રશંસા થશે. અને તમારું માન-સન્માન વધશે.

સિંહ: બેંક બેલેન્સ અને આર્થિક રીતે લાભ થઇ શકે છે. શિક્ષણ ક્ષેત્રે અપાર સફળતાની તકો રહેશે. હિંમત અને પરાક્રમ ઝડપથી વધશે. વૈવાહિક જીવનમાં ખુશી રહેશે અને જીવનસાથી તમારાથી ખુશ રહેશે. તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે.

ધન: લાંબા સમયથી અટવાયેલું કોઈપણ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થઈ શકે છે. અટવાયેલા પૈસા પાછા આવી શકે છે. ભૌતિક સુખોની પ્રાપ્તિ થઇ શકે છે. ઘરમાં સુખ-શાંતિ રહેવાથી માનસિક તણાવ દૂર થશે. સંયુક્ત ધંધામાં લાભ થવાની શક્યતાઓ વધુ જણાય રહી છે. વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેશે.

રાહુના નક્ષત્રમાં શનિ, જલદી જ આ 3 રાશિઓના લોકોની લાગશે 'લોટરી', ખિસ્સા પૈસાથી છલકાશે 2 - image

Tags :
Zodiac-signAriesLeoSagittariusBenefitRahuNakshatra

Google News
Google News