Surya Grahan: આજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, જાણો કઈ રાશિના લોકોને રહેવું પડશે સાવચેત
Solar Eclipse : ભાદરવા વદ અમાસને સર્વ પિતૃ અમાસ કહેવામાં આવે છે. આ વર્ષે 2જી ઓક્ટોબરના રોજ સર્વ પિતૃ અમાસ છે. આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ પણ સર્વ પિતૃ અમાસના દિવસે થઈ રહ્યું છે. આ વખતે સૂર્યગ્રહણની સમય રાત્રે 9:13 થી મધ્યરાત્રી 3:17 સુધી રહેશે.
જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની ઘટનાને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે તેની પ્રતિકૂળ અને સાનુકૂળ અસરો દેશ અને દુનિયા પર પડે છે. તો ચાલો જાણીએ કે સર્વ પિતૃ અમાસ પર થનાર સૂર્યગ્રહણ કઈ રાશિ માટે અશુભ સાબિત થઇ શકે છે.
મેષ
સર્વ પિતૃ અમાસ પર સૂર્યગ્રહણની છાયા મેષ રાશિના લોકો માટે અશુભ માનવામાં આવે છે. જાતકોના સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. વેપાર-ધંધામાં નુકસાન થઈ શકે છે. માનસિક તણાવ પેદા કરી શકે છે
મિથુન
મિથુન રાશિના જાતકોને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. રોકાણના ક્ષેત્રમાં મોટું નુકસાન થઈ શકે છે. દરેક નિર્ણયને સમજી વિચારીને લેવો વધારે હિતાવહ રહેશે.
કન્યા
આ રાશિના જાતકોને પૈતૃક સંપત્તિને લઈને નુકસાન થઈ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. બિનજરૂરી ખર્ચ પણ વધી શકે છે.
મીન
મીન રાશિના જાતકોએ નાણાકીય બાબતોમાં થોડી સાવધાની રાખવી પડશે. કારણ કે આ જાતકોની મહત્વકાંક્ષાઓ વધુ રહેશે. કોઈપણ વિવાદમાં ન પડવું. અકસ્માતોને લઈને સાવચેતી રાખવી પડશે.