Get The App

પિત્તૃ પક્ષ સમાપ્ત થતાં જ આ રાશિઓ પર લાગશે ગ્રહણ, 15 દિવસ સુધી સાવચેત રહેજો!

Updated: Sep 28th, 2024


Google News
Google News
પિત્તૃ પક્ષ સમાપ્ત થતાં જ આ રાશિઓ પર લાગશે ગ્રહણ, 15 દિવસ સુધી સાવચેત રહેજો! 1 - image

Zodiac Sign, Pitru Paksha : હાલમાં ચાલી રહેલા પિતૃ પક્ષ 2 ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે. તેની સાથે વર્ષ 2024નું છેલ્લું સૂર્યગ્રહણ પણ તે જ દિવસે થવાનું છે. એટલે કે પિતૃ પક્ષ સમાપ્ત થશે તે દિવસે સૂર્યગ્રહણ પણ થશે. આ જ દિવસે સૂર્ય અને શનિનો ષડાષ્ટક યોગ પણ બની રહ્યો છે. સૂર્યગ્રહણ સમયે શનિ અને સૂર્યની એકબીજા પર આઠમી દ્રષ્ટિમાં હશે.

પિતૃ પક્ષ સમાપ્ત થતાની સાથે જ કેટલીક રાશિના જાતકોએ 15 દિવસ સુધી સાવધાન રહેવું પડશે. તો ચાલો જાણીએ કઈ રાશિઓ આ સંયોગને લઈને પ્રભાવિત થઇ શકે છે.

મેષ 

મેષ રાશિના જાતકો પર આગામી 15 દિવસ સુધી ગ્રહણની છાયા રહેશે. મેષ રાશિના લોકોને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યમાં પણ ઉતાર-ચઢાવ આવી શકે છે.

મિથુન

મિથુન રાશિના લોકોની સમસ્યાઓમાં વધારો થઇ શકે છે. કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે વિવાદ થઈ શકે છે. આ સમયે તમારી વાણી પર નિયંત્રણ રાખવો જોઈએ. 

કર્ક

આ ગ્રહણના પ્રભાવથી કર્ક રાશિના જાતકોએ પણ સાવધાન રહેવું પડશે. કોઈ પાસેથી ઉધાર લેશો નહી, નહીંતર તમને નુકસાન થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં ઉતાર-ચઢાવ આવી શકે છે.

કન્યા 

ખર્ચ કરવામાં સાવધાની રાખવી પડશે. સંપતિ સંબંધિત સંકટનો સામનો કરવો પડી શકે છે. વેપાર-ધંધામાં તણાવ રહી શકે છે.

વૃશ્ચિક 

આ રાશીના જાતકોનો પરિવાર સાથે મતભેદ થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં સમસ્યા થઈ શકે છે. અકસ્માતો અંગે સાવધાની રાખવી પડશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

Tags :
AriesSolar-EclipseGeminiCancerScorpiosVirgoPitru-PakshaZodiac-Sign

Google News
Google News