Get The App

વરદાન નહીં શ્રાપનું પરિણામ છે કુંભ... પુરાણોમાં છુપાયેલી આ કહાણી તમે નહીં જાણતા હોવ

Updated: Jan 10th, 2025


Google NewsGoogle News
વરદાન નહીં શ્રાપનું પરિણામ છે કુંભ... પુરાણોમાં છુપાયેલી આ કહાણી તમે નહીં જાણતા હોવ 1 - image


Image: Facebook

Kumbh Mela 2025: મહાકુંભ 2025 માટે પ્રયાગરાજ પૂરી રીતે તૈયાર છે. ઉત્તર પ્રદેશની આ ધાર્મિક નગરીમાં દેશ-વિદેશથી શ્રદ્ધાળુ આવવાના શરુ થઈ ગયા છે. પોષી પૂનમના દિવસથી મહાકુંભમાં દિવ્ય સ્નાનની પરંપરા શરુ થઈ જશે. અનુમાન છે કે આ વખતે 40 કરોડથી વધુ શ્રદ્ધાળુ કુંભ સ્નાન માટે પહોંચવાના છે. પુરાણ કથાઓ કહે છે કે મહાકુંભનું આયોજન અમૃતની શોધનું પરિણામ છે પરંતુ આ કથા માત્ર આટલી જ નથી.

દેવતાઓને મળ્યો હતો શ્રાપ

આજે આપણે જે પવિત્ર અમૃત ધારામાં અધ્યાત્મની ડુબકી લગાવી રહ્યા છીએ. તેની પરંપરાનું બનવું આટલું સરળ નહોતું. હકીકતમાં હવે જે આપણા માટે વરદાન સાબિત થઈ રહ્યું છે તે એક શ્રાપનું પરિણામ હતું. એવો શ્રાપ જે દેવતાઓને મળ્યો, જેનાથી એક સમય માનવતા જોખમમાં પડી ગઈ હતી પરંતુ સમયની સાથે તે શ્રાપ માનવ સમુદાય માટે વરદાન સાબિત થયો.

સ્કંદ પુરાણમાં કથા છે

આ સંપૂર્ણ પરંપરાની પાછળ એક ઋષિનો શ્રાપ છે જે આજે વરદાન બનીને આપણી સામે છે. દેવલોકથી નીકળેલી આ પરંપરાની ધારામાં માનવતાના પુણ્યનું વરદાન તો છે જ, સાથે જ આ નીતિ અને નૈતિકતાના શિક્ષણનો આધાર પણ છે. સ્કંદ પુરાણમાં આ કથાનું વર્ણન છે. જે અનુસાર સ્વર્ગની રાજધાની અમરાવતી દરેક સુખોથી ભરેલી હતી અને આ જ સુખોના કારણે તેનું સ્વર્ગ નામ સાર્થક હતું. દેવતાઓએ ઘણા વર્ષો સુધી ચાલેલા દેવાસુર સંગ્રામને જીતી લીધું હતું અને તેના કારણે તેમને હવે શત્રુઓનો ભય પણ નહોતો.  

આ પણ વાંચો: મહાકુંભ 2025માં પ્રથમ સ્નાનની તારીખ નોંધી લો, જાણો શાહી સ્નાનના મુહૂર્તનું મહત્ત્વ

સ્વર્ગમાં આવવાની હતી મોટી આપત્તિ

કુલ મળીને સ્વર્ગમાં મનને પ્રસન્ન કરનારી હવા વહી રહી હતી, તેમાં ફૂલોની સુગંધ ઘોળાઈ રહી હતી અને દરેક દિશામાં નવું સંગીત હતું. આ બધાનું સંયોજન એટલું સુંદર હતું કે ઘણી વખત ગંધર્વ પોતાના ગીત છોડીને તેમનું સંગીત સાંભળવા લાગતા હતા. તેની અસર એ હતી કે હવે દેવતા ધીમે-ધીમે પોતાના કર્તવ્યોને છોડીને ભોગ-વિલાસમાં રહેતા અને તેમના અધિપતિ ઇન્દ્ર તો રાગ રંગમાં એવા ડૂબેલા હતા કે હવે તેમને જાણ જ નહોતી કે સંસાર પ્રત્યે પણ તેમની કંઈ જવાબદારી છે. તે ગંધર્વોથી નવા-નવા રાગ સાંભળતા અને સોમરસમાં મસ્ત રહેતા હતા. આ આવનારી આપત્તિનો શોર હતો. 

જ્યારે ઇન્દ્રદેવ અભિમાની થઈ ગયા હતા

આ સૌની પાછળનું કારણ હતું દેવ-દાનવોનું તે યુદ્ધ, જેમાં દેવરાજ ઇન્દ્રએ વિજય મેળવ્યો હતો. જોકે તેમને વિજય ત્રિદેવો(બ્રહ્મા-વિષ્ણુ-મહેશ)ના કારણે મળ્યો હતો પરંતુ વિજયનું અભિમાન એવું થઈ ગયું કે તે હવે વિચારી બેઠાં હતા કે હવે કોઈ આક્રમણ થશે નહીં. દેવગુરુ બૃહસ્પતિની ચિંતા પણ આ જ હતી. તે ભવિષ્યની આશંકાથી ઓછા ચિંતિત હતાં પરંતુ વર્તમાનમાં સંકટ એ હતું કે રાગ-રંગમાં ડૂબેલા દેવરાજ હવે ગ્રહમંડલની બેઠક પણ કરી રહ્યા નહોતા. આનાથી એક વખત ફરી સંસારનું સંતુલન બગડવા લાગ્યું હતું.

ઋષિ દુર્વાસાએ કર્યો હતો ઇન્દ્રદેવને સમજાવવાનો પ્રયત્ન

સપ્તઋષિઓએ આ માટે ચિંતા વ્યક્ત કરી હતી પરંતુ તાજેતરમાં થયેલા યુદ્ધના કારણે તે પણ આ શાંતિનો ભંગ થવા દેવા ઇચ્છતા નહોતા પરંતુ ઘણો સમય પસાર થયા બાદ હવે તેમને ચિંતા થવા લાગી હતી. ગ્રહમંડળની બેઠક થઈ નહીં તો નક્ષત્રોનું તમામ વિધાન રોકાઈ શકતું હતું. સંતુલન બગડી શકતું હતું. આ ચિંતાને દૂર કરવા જ દેવરાજ ઇન્દ્રને બેઠક બોલાવવાની વિનંતી કરવા જ ઋષિ દુર્વાસા સપ્તઋષિઓના પ્રતિનિધિ બનીને દેવલોક તરફ આગળ વધ્યા. 

આ પણ વાંચો: નાગા સાધુઓના 7 સૌથી કઠોર નિયમ, સામાન્ય માણસ એના વિશે વિચારી પણ ના શકે!

રસ્તામાં નારદ મુનિ સાથે મુલાકાત થઈ

ઋષિ દુર્વાસાને ઇન્દ્રના અભિમાનનો અંદાજો તો હતો પરંતુ તેઓ વિચારી રહ્યા હતા સંકટને સમજાવવા પર તેઓ આ સ્થિતિને જરૂર સમજી લેશે. જ્યારે ઋષિ દુર્વાસા દેવરાજને સમજાવવા નીકળ્યા તો રસ્તામાં તેમની મુલાકાત દેવર્ષિ નારદ સાથે થઈ ગઈ. દેવર્ષિ નાગરના હાથમાં બૈજયંતી પુષ્પોની માળા હતી, જેની સુગંધ ત્રણેય લોક સુધી પ્રસરતી હતી અને દિવ્ય એવી કે પહેરનારને મોહિત કરી દેતી હતી. નારદ મુનિએ તેમના કાર્યને મહાન ગણાવતાં માળા તેમને ભેટમાં આપી દીધી. ઋષિ દુર્વાસાએ આ માળાને રાખી લીધી અને વિચાર્યું કે દેવરાજ ઇન્દ્રને આ માળા ભેટમાં આપી દેશે.

ઋષિનું સ્વર્ગમાં અપમાન થયું હતું

ઋષિએ વિચાર્યું કે ઇન્દ્ર જો તેમની વાત ન પણ સમજે તો પણ આ દુર્લભ ભેટથી તેમની પર તેમની વાત સાંભળવાનું એક દબાણ જરૂર પડશે. આ વાતોને વિચારતાં ઋષિ દેવલોક પહોંચી ગયા. દેવલોક પહોંચેલા દુર્વાસાને શરુઆતથી જ અયોગ્યની શંકા થવા લાગી. તે ઇન્દ્રના મનમાં જાગેલા અભિમાનને સમજી ગયા હતા. દ્વારપાળ દ્વારા માહિતી આપ્યા બાદ પણ હજુ સુધી તેઓને સ્વાગત સહિત સભામાં લઈ જવા ઇન્દ્ર પહોંચ્યા નહોતા. ઋષિએ આ વાતને ખૂબ નાની માનીને એને વિચારોથી દૂર કર્યું.

દેવરાજ ઇન્દ્ર પર આવ્યો ઋષિ ક્રોધ

આ બાદ જ્યારે તે ખૂબ મોડા સભા મંડળમાં પહોંચ્યા તો ત્યાં ચારે બાજુ માત્ર ભોગ-વિલાસનું વાતાવણ હતું. દેવરાજે દુર્વાસા ઋષિને ઔપચારિકતા વશ પ્રણામ જ કર્યાં. તેમ છતાં ઋષિએ આશીર્વાદમાં હાથ ઉઠાવ્યા અને પોતાની લાવેલી પુષ્પમાળા તેમને ભેટમાં આપી. ઇન્દ્ર હસ્યા અને તે માળાના ફૂલોની સુગંધ લેતાં કહ્યું, શું ઋષિવરને અહીં સુગંધની કંઈ ખોટ લાગી. આવું કહીને ઇન્દ્રએ અભિમાનવશ તે પુષ્પમાળાને હાથીના ગળામાં નાખી દીધી અને હાથીએ તેને ગળેથી ઉતારીને પોતાના પગ નીચે કચડી નાખી. પોતાની ભેટનું અપમાન જોઈને મહર્ષિ દુર્વાસાને ખૂબ ગુસ્સો આવ્યો.

દુર્વાસા ઋષિએ દેવતાઓને આપ્યો શ્રાપ

દુર્વાસા જે ખૂબ ક્રોધી ઋષિ તરીકે ઓળખાય છે. તે અત્યાર સુધી પોતાના ગુસ્સાને દબાવીને બેઠા હતા પરંતુ ઇન્દ્રની આ પ્રકારની હરકત અને સતત થઈ રહેલી ભૂલોથી તેમના ક્રોધનો જ્વાળામુખી ફૂ્ટ્યો. તેઓ ગુસ્સામાં જોરથી ગર્જયા અને કહ્યું કે 'જે વિજય, ઐશ્વર્ય અને ધન-ધાન્યના અભિમાનમાં તમે નૈતિકતા ભૂલી ચૂક્યા છો. તે તમારી પાસેથી છીનવાઈ જશે. આ સ્વર્ગ પણ તમારાથી છીનવી લેવાશે અને તમે લક્ષ્મીહીન થઈ જશો.'

આ પણ વાંચો: મહાકુંભમાં પધારેલા 'તંગતોડા' સાધુઓના ઈન્ટરવ્યૂ UPSC કરતાં પણ કપરાં હોય છે! જાણો તેમના વિશે

શ્રાપથી સંસાર થઈ ગયું લક્ષ્મીહીન

મહર્ષિ દુર્વાસાના શ્રાપના પ્રભાવથી ઇન્દ્રનું તમામ ઐશ્વર્ય લુપ્ત થઈ ગયું. સંસારથી દેવી લક્ષ્મીનો જ લોપ થઈ ગયો. તેઓ સમુદ્રમાં સમાઈ ગયા અને ત્રણેય લોકમાં ભયંકર ગરીબી અને દરિદ્રતા છવાઈ ગઈ. લક્ષ્મીહીન ઇન્દ્ર પર અસુરોએ સંગઠિત થઈને ફરીથી આક્રમણ કરી દીધું. ઇન્દ્ર દૈત્યોના રાજા બલિથી યુદ્ધમાં હારી ગયા. આ સાથે જ સંસારથી તમામ ઔષધિઓ પણ લુપ્ત થઈ ગઈ.

પછી થયું સમુદ્ર મંથન, જે મહાકુંભ આયોજનનું કારણ બન્યું

રાજા બલિએ ત્રણેય લોકો પર પોતાનો અધિકાર કરી લીધો. હતાશ દેવતાઓને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેઓ શ્રીહરિ વિષ્ણુની પાસે પહોંચ્યા ત્યારે ભગવાન વિષ્ણુએ તેમને સમુદ્ર મંથનનો રસ્તો સૂચવ્યો અને આ મંથનથી અમૃત નીકળ્યું, જેના છાંટા દેશના ચાર તીર્થસ્થાનો પર પડ્યા. પ્રયાગરાજ આમાંનું એક છે, જ્યાં આ મહાકુંભ-2025નું આયોજન થઈ રહ્યું છે.


Google NewsGoogle News