કુંભ (ગ.શ.સ.ષ) : અન્યનો સાથ-સહકાર મળી રહે, પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને ચિંતા દૂર થાય

Updated: Nov 13th, 2023


Google NewsGoogle News
કુંભ  (ગ.શ.સ.ષ) : અન્યનો સાથ-સહકાર મળી રહે, પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને ચિંતા દૂર થાય 1 - image


- વિક્રમ સંવત 2080 નું આ વર્ષ આપના માટે સારું રહે. અટકેલા કામનો ઉકેલ આવતો જાય. 

વિક્રમ સંવત ૨૦૮૦ નું વર્ષ આપના માટે સાનુકૂળ રહે. વર્ષના પ્રારંભે ગુરૂનું સાનુકૂળ પરિભ્રમણ રહે. આપના યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય તેવું કામકાજ થાય. દેશ-પરદેશનું કામ સરળતાથી થાય. શનિની સાડા સાત વર્ષની પનોતીનો બીજો તબક્કો તાંબાના પાયે છાતી પરથી પસાર થઈ રહ્યો છે. તાંબાના પાયે શનિનું પરિભ્રમણ આપના માટે લાભદાયી રહેશે. પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં ગુરૂની પ્રતિકૂળ ચાલ આપના માટે મુશ્કેલી ઉભી કરે. તેમ છતાં એકંદરે વર્ષ સારું પસાર થાય.

આરોગ્ય સુખાકારી

આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ સંવત ૨૦૮૦ નું વર્ષ એકંદરે આપના માટે સારું રહે. જૂની બીમારીમાં આપને રાહત થતી જાય. રોગ કાબુમાં રહે. વજનમાં વધારો જણાય. હૃદય-મનની પ્રસન્નતા અનુભવો. કુટુંબ-પરિવારનો આપને સાથ મળી રહે.

પરંતુ ચૈત્ર વદ આઠમથી ગુરૂનું પરિભ્રમણ પ્રતિકૂળતાવાળું રહે છે તેથી આપે આરોગ્યની કાળજી રાખવી પડે. વર્ષારંભે સ્વાસ્થ્ય બાબતે રાખેલી આપની નિશ્ચિતતા વર્ષના ઉત્તરાર્ધમાં આપના માટે મુશ્કેલી ઉભી કરે. વધતું વજન આપના માટે સમસ્યારૂપ બની રહે. બહારનું ખાવા-પીવાના લીધે, તીખું તળેલું ખાવાના લીધે આપનું આરોગ્ય બગડે. જૂની-અસાધ્ય બીમારીમાં ફરી ઉથલો મારે. દવા લેવામાં બેકાળજી રાખવી નહીં.

વૈશાખ સુદ સાતમથી જેઠ સુદ આઠમ દરમ્યાન આપને પેટ-પેઢુની તકલીફ રહે. પેટમાં બળતરા, ગેસ, એ.સી.ડી.ટી.ની તકલીફ જણાય. સાથે-સાથે છાતીમાં દર્દ-પીડાનો અહેસાસ થાય.

તા. ૧૨ જુલાઈથી ૨૬ ઓગસ્ટના સમયગાળામાં આપને છાતીમાં, પીઠમાં, ફેફસામાં દર્દ-પીડા જણાય. ફક્ત સંબંધીત રોગો, રક્તના વિકારથી થતાં રોગોની તકલીફ થાય. જેમને બી.પી.ની તકલીફ હોય તેમણે આ સમય દરમ્યાન વિશેષ ધ્યાન રાખવું. સમયસર બી.પી. ચેક કરાવતાં રહેવું. દવા લેવામાં આળસ કરવી નહીં.

૧૬ સપ્ટેમ્બરથી ૧૭ ઓકટોબર દરમ્યાન ફરી પાછા આપને પેટ-પેઢુની, ગુદાભાગની તકલીફ જણાય. વર્ષના ઉત્તરાર્ધમાં આપને આંખોની તકલીફ રહે. ખાસ કરીને ડાબી આંખમાં આપને દર્દ-પીડા રહ્યા કરે. ઈન્ફેકશન, આંખમાં આંજણી થવાના લીધે દર્દ-પીડા વધે. જોવામાં તકલીફ રહે.

આર્થિક સુખ-સંપત્તિ

વર્ષના પ્રારંભે ગુરૂ-શનિનું સાનુકૂળ-પરિભ્રમણ આપના માટે લાભદાયક પૂરવાર થાય. દેશ-પરદેશના કામ ઉકેલાતાં નાંણા છૂટા થતાં જાય. નવા કામ મળી રહેતાં આવકમાં વધારો જણાય. આકસ્મિક લાભ-ફાયદો મળી રહે. ધર્મકાર્યમાં-શુભકાર્યમાં ખર્ચ-ખરીદી થતાં આનંદ-ઉત્સાહ રહે. યાત્રા-પ્રવાસમાં, પરદેશના કામમાં ખર્ચ જણાય.

પરંતુ તા. ૧/૫/૨૪ થી ગુરૂનું પરિભ્રમણ આપના માટે પ્રતિકૂળ થતું જાય તેથી કોઈને કોઈ ખર્ચાઓને લીધે આપનું નાંણાકીય આયોજન ખોરવાતું જાય. કુટુંબ-પરિવાર માટે ખર્ચ ચિંતા રહ્યા કરે. ધંધામાં કામ અટકી પડતાં નાંણા ફસાઈ જાય. ઉઘરાણીનાં નાંણા છૂટા ન થવાથી આપની મુશ્કેલીમાં વધારો થાય.

પોષ સુદ- ત્રીજથી ફાગણ સુદ- છઠ સુધીનો સમય આપના માટે વધુ મુશ્કેલ રહે. એક પછી એક આકસ્મિક ખર્ચાઓને લીધે આપને નાંણાભીડનો અનુભવ થાય. કોઈને ઉછીના નાંણા આપ્યા હોય., વ્યાજે નાણાં આપ્યા હોય તે નાણાં પરત કરવાની ના પાડતાં, ભાગી જતાં આપની મુશ્કેલીમાં વધારો થાય. તેના આધારે કરેલું આપનું નાંણાકીય આયોજન ખોરવાઈ જાય.

તા. ૧૨ જુલાઈથી ૨૬ ઑગસ્ટ દરમ્યાન ભાઈભાંડુ- સગા-સંબંધીવર્ગ માટે, અડોશ-પડોશમાં ખર્ચ જણાય. નાંણાકીય લેવડ-દેવડમાં આપે ધ્યાન રાખવું પડે.

તેમ છતાં વર્ષ દરમ્યાન શનિનું સાનુકૂળ પરિભ્રમણ આપને રાહત અપાવે. એક-બે જૂની ઉઘરાણી છૂટી થતાં આપને હળવાશ થાય. નાંણાભીડ ઘટતી જાય.

નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?

નોકરીમાં વિક્રમ સંવત ૨૦૮૦ નું વર્ષ મધ્યમ રહે. વર્ષના પ્રારંભથી આપના કામમાં સાનુકૂળતા-સફળતા મળતી જાય. આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. બઢતી-બદલીના યોગ ઉભા થાય. નવી જગ્યાએ ઈન્ટરવ્યુ આપ્યો હોય તો તેમાં હકારાત્મક જવાબ આવે. આપની બુદ્ધિનો ઉપયોગ કરીને રૂકાવટોને દૂર કરી શકો. મહત્વના નિર્ણયો લેવાના હોય તો લઈ શકાય. આપને મહત્વની જવાબદારી સોંપવામાં આવે.

પરંતુ જેમ-જેમ વર્ષ પસાર થતું જાય તેમ-તેમ સાનુકૂળતા ઓછી થતી જાય અને પ્રતિકૂળતા વધતી જાય. વર્ષનો ઉત્તરાર્ધ આપના માટે મુશ્કેલ પુરવાર થાય.

કુટુંબ-પરિવારમાં પરિચિતને ત્યાં, મિત્રવર્ગને ત્યાં નોકરીએ લાગ્યા હોય તો આપની મુશ્કેલી વધે. ન કહી શકો ન સહી શકો તેવી સ્થિતિનું નિર્માણ થાય. નોકરી છોડી પણ ના શકો અને નોકરીએ જવાની ઈચ્છા પણ થાય નહીં.

અષાઢ સુદ- છઠથી શ્રાવણ વદ- આઠમ સુધીનો સમય આપના માટે અગ્નિ પરીક્ષાનો રહે, રાજકીય-સરકારી દબાણના ભોગ બનવું પડે. અનિચ્છાએ પણ અણગમતાં કામ આપે કરવા પડે. અગત્યના નિર્ણયો લેવામાં આપને મુશ્કેલી પડે. વિચારોની દ્વિધા-અસમંજસમ રહ્યા કરે. આપની પ્રગતિની ઈર્ષ્યા કરનાર વર્ગ આપની મુશ્કેલીમાં વધારો કરવાના પ્રયાસો કર્યા કરે. ઉપરીવર્ગ- સહકાર્યકર વર્ગ- નોકર-ચાકરવર્ગ સાથે વાદ-વિવાદ-ગેરસમજ, મનદુ:ખ થઈ જાય. તેમની વચ્ચે રહીને કામ કરવાની ઈચ્છા થાય નહીં.

ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?

ધંધામાં આ વર્ષ આપના માટે મધ્યમ રહે. સમગ્ર વર્ષ દરમ્યાન શનિનું સાનુકૂળ પરિભ્રમણ આપને લાભ-ફાયદો અપાવતું રહે. વર્ષના પ્રારંભમાં ગુરૂ પણ સાનુકૂળ છે તેથી આપના કામનો સરળતાથી ઉકેલ લાવતા જાવ. દેશ-પરદેશના કામ થતાં જાય. આયાત-નિકાસના કામમાં લાભ-ફાયદો મળી રહે. નવો ઓર્ડર મળી રહે કે નવી વાતચીત આવે. ધંધો વધારવાનું વિચારતાં હોવ કે બીજો ધંધો કરવાનું વિચારતાં હોવ તો તેમાં પ્રગતિ જણાય. સાનુકૂળતા-સફળતા પ્રાપ્ત કરી શકો. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો, કુટુંબ-પરિવારનો સાથ-સહકાર મળી રહે. આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી આનંદ-ઉત્સાહ રહે.

પરંતુ ચૈત્ર વદ આઠમથી ગુરૂનું પરિભ્રમણ પ્રતિકૂળ થઈ રહ્યું છે તેથી ધીમે-ધીમે આપને મુશ્કેલી-રૂકાવટનો અનુભવ થતો જાય. જે કામ સરળતાથી થતું હોય તેમાં આપે ધક્કા ખાવા પડે. પારિવારીક ધંધામાં, સંયુક્ત ધંધામાં મુશ્કેલી જણાય. ભાઈભાંડુવર્ગ સાથે વાદ-વિવાદ- મનદુ:ખ થતાં ધંધામાં ચાલુ રહેવું કે તેમાંથી છૂટા થવું તે અંગે દ્વિધા અનુભવાય.

૫ ફેબુ્રઆરીથી ૧૫ માર્ચ દરમ્યાન આપને સરકારી-ખાતાકીય કોઈને કોઈ મુશ્કેલી અનુભવાય. કોઈના દ્વેષનો આપે ભોગ બનવું પડે. નાંણાકીય લેવડ-દેવડમાં આપે ધ્યાન રાખવું પડે.

જોકે વર્ષ દરમ્યાન શનિ આપના માટે સાનુકૂળ છે તેથી આપના એક-બે મહત્વના કામો ઉકેલાતા જાય અને ગુરૂની પ્રતિકૂળતા છતાં આપ ટકી રહો.

સ્ત્રીવર્ગ

સ્ત્રીવર્ગને વર્ષનો પ્રારંભ સારો રહે. પતિ-સંતાનનો સાથ-સહકાર મળી રહે. અવિવાહીત વર્ગને વિવાહ-લગ્નની વાતચીત આવે કે નક્કી થાય. સંતાન પ્રાપ્તિના યોગ ઉભા થવાથી આનંદ રહે. ભાઈભાંડુનો સહકાર મેળવી શકો. પારિવારીક મહત્વના નિર્ણયો લઈ શકો. વ્યવસાયી મહિલાઓને કામની કદર-પ્રશંસા થતાં હર્ષ લાભ રહે. પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં આપને થોડી પ્રતિકૂળતા જણાય. કાર્યભાર-દોડધામ-શ્રમમાં વધારો થાય. કુટુંબ-પરિવારની ચિંતા રહ્યા કરો. જમીન-મકાન-વાહનની લે-વેચમાં આપે ધ્યાન રાખવું પડે. માતૃપક્ષે બીમારી-ચિંતાનું આવરણ આવી જાય. નોકરી-ધંધામાં ધાર્યા પ્રમાણેનું કામ કરવામાં મુશ્કેલી પડે.

વિદ્યાર્થીવર્ગ

વિદ્યાર્થીવર્ગને ગુરૂ-શનિની સાનુકૂળતાને લીધે વર્ષનો પ્રારંભ સારો રહે. આપના આયોજન મુજબ અભ્યાસ કરી શકો. મહેનતના પ્રમાણમાં આપને સફળતા મળી રહે. ઉચ્ચ અભ્યાસઅર્થે પરદેશ જવાનું થાય. કારકિર્દીની વર્ષ હોય તેમને માટે સમય સારો રહે. અભ્યાસમાં ભાઈભાંડૂનો સહકાર-માર્ગદર્શન મળી રહે.

પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં ગુરૂનું પરિભ્રમણ આપને પરેશાન કરે. ખોટી સંગતવાળા મિત્રો, વ્યસની મિત્રોના લીધે હરવા-ફરવામાં, મોજમજામાં સમય બગાડો અને અભ્યાસમાં ધ્યાન ના આપો તેની અસર આપના પરિણામ પર દેખાય. આપના ધાર્યા પ્રમાણેનું પરિણામ આવે નહીં. કૌટુંબિક-પારિવારીક ચિંતાના લીધે અભ્યાસમાં ધ્યાન આપી શકો નહીં. એકાગ્રતા જળવાય નહીં.

ખેડૂતવર્ગ

ખેડૂતવર્ગ માટે વર્ષનો પ્રારંભ સારો રહે. શિયાળુ-રવિ પાકમાં રાહત રહે. સારો પાક ઉતરતા આપને આનંદ રહે. પત્ની-સંતાન, ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે. જમીન-મકાન-વાહનની ખરીદી થઈ શકે. શનિનું પરિભ્રમણ આપના માટે લાભદાયી નીવડે. આપના કામ સરળતાથી થતાં જાય. વર્ષ પસાર થતું જાય તેમ આપને થોડી પ્રતિકૂળતાનો અનુભવ થતો જાય. ઉનાળું અને ચોમાસું પાકમાં ધાર્યા પ્રમાણે પાક ઉતરે નહીં. પાણીની, સિંચાઈની તકલીફ જણાય. સંપૂર્ણપણે વરસાદી ખેતી પર નિર્ભર રહેવું નહીં. કૌટુંબિક-પારિવારીક પ્રશ્નો રહ્યા કરે. ભાગમાં ખેતી કરનારની મુશ્કેલીમાં વધારો થાય.

ઉપસંહાર

વિક્રમ સંવત ૨૦૮૦ નું આ વર્ષ આપના માટે એકંદરે સારું રહે. વર્ષનો પ્રારંભ ગુરૂ-રાહુ-શનિની સાનુકૂળતાવાળો રહે. આપના કામનો ફટાફટ ઉકેલ આવતો જાય. આપના કામમાં અન્યનો સાથ-સહકાર મળી રહે. પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને ચિંતા-પરેશાની દૂર થાય. સાંસારિક જીવનની શરૂઆત થઈ શકે. પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં ગુરૂની પ્રતિકૂળતા રહે. તેથી કૌટુંબિક પારિવારીક ચિંતા જણાય. કામમાં રૂકાવટ-મુશ્કેલી રહે. તેમ છતાં અન્ય ગ્રહોની સાનુકૂળતાને લીધે મોડે-મોડે પણ આપના કામ થતાં જાય.

પત્ની-સંતાન-પરિવાર

કૌટુંબિક-પારિવારીક દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહે. વર્ષારંભે પત્ની-સંતાન-ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે. પરિવાર સાથે યાત્રા-પ્રવાસનો આનંદ માણી શકો. જૂના સ્વજન-સ્નેહીની મુલાકાતથી હર્ષ અનુભવાય. અવિવાહીત વર્ગને વિવાહ-લગ્નની વાતચીત આવે કે નક્કી થાય. પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં આપને કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા રહે. ખર્ચ-દોડધામ જણાય. માતા-પિતાના આરોગ્યની ચિંતા રહે. માતૃપક્ષે કોઈ વડીલ હોય તો તેમના આયુષ્ય-આરોગ્ય બાબતે ચિંતા-ખર્ચ રહે.   પત્ની સાથે વાદ-વિવાદ-મનદુ:ખ, ગેરસમજથી સંભાળવું પડે. લગ્નેતર સંબંધોના લીધે આપની મુશ્કેલીમાં વધારો થાય.  સંતાનને અકસ્માત થાય કે તેના આરોગ્ય અંગે આપે ચિંતિત રહેવું પડે. શસ્ત્રક્રિયા કરાવવી પડે તેવું બને. પત્નીની જીદ, મમતના કારણે, અહમના કારણે સાંસારિક જીવનમાં કલેહ- કંકાસનું વાતાવરણ ઉભું થાય.


Google NewsGoogle News