Ganesh Visarjan 2024: આવતીકાલે અનંત ચતુર્દશી, જાણી લો ગણેશ વિસર્જનના શુભ મુહૂર્ત અને નિયમ
Image: Facebook
Ganesh Visarjan 2024: ગણેશ મહોત્સવ દર વર્ષે ધામધૂમથી મનાવવામાં આવે છે. આ તહેવાર ભગવાન ગણેશની પૂજા માટે સમર્પિત છે, જે ગણપતિ વિસર્જનની સાથે સમાપ્ત થશે. આ દરમિયાન ભક્ત ગણેશજીની વિધિપૂર્વક પૂજા કરે છે. ભક્તો તેમના આશીર્વાદ લેવા માટે તેમના મંદિરોમાં જાય છે. ગણપતિ વિસર્જનનો સમય નજીક આવી ગયો છે.
ગણેશ વિસર્જન ક્યારે?
હિંદુ પંચાંગ અનુસાર આ વર્ષે ગણેશ વિસર્જન 17 સપ્ટેમ્બર 2024 મંગળવારે છે. આ દિવસે અનંત ચતુર્દશી મનાવવામાં આવશે. ભાદરવા મહિનાની શુક્લની ચૌદશની તિથિ 16 સપ્ટેમ્બરના દિવસે સોમવારે બપોરે 03.10 મિનિટે શરૂ થશે. 17 ઓગસ્ટ મંગળવારે સવારે 11.44 મિનિટ સુધી આ તિથિ માન્ય રહેશે.
ગણેશ વિસર્જન 2024નો સમય
આ વર્ષે ગણેશ વિસર્જન સવારે 06.07 મિનિટ બાદથી કરી શકાશે.
ગણેશ વિસર્જન મુહૂર્ત
ગણેશ વિસર્જન સવારે 09.11 મિનિટથી બપોરે 01.47 મિનિટ સુધીની વચ્ચે કરી શકાશે. બપોરે આ 03.19 મિનિટથી સાંજે 04.51 મિનિટની વચ્ચે કરી શકાશે.
ગણેશ વિસર્જનનો નિયમ
ગણેશ વિસર્જન પહેલા ગણેશજીની વિધિપૂર્ણ પૂજા કરો.
તે બાદ તેમને મોદક અને ઘરે બનાવેલી મિઠાઈ, ફળ વગેરેનો ભોગ ધરાવો.
ગણેશજીના વૈદિક મંત્રોનો જાપ કરી તેમની ભાવ સાથે આરતી કરો.
તે બાદ કોઈ પવિત્ર નદી કે કોઈ કારણે નદી સુધી જવામાં અસમર્થ હોવ તો સ્વચ્છ પાત્રમાં શુદ્ધ પાણી ભરો. પછી પાણીમાં ગંગાજળ, ફૂલ, અત્તર મિક્સ કરો અને મંત્રોનું ઉચ્ચારણ કરો.
બાપ્પાને આગલા વર્ષે આવવાની પ્રાર્થના કરો અને તેમના આશીર્વાદ લઈને પોતાની પ્રાર્થના કરો.
વિઘ્નહર્તાના જયકારા સાથે પાણીમાં ધીમે-ધીમે તેમને વિસર્જિત કરો.
પછી તે પાણીને પીપળાના વૃક્ષની નીચે કે કોઈ પવિત્ર છોડના કુંડામાં નાખી દો.
પૂજા સામગ્રીઓને પણ વિસર્જિત કરી દો.
ગણેશ વિસર્જન મંત્ર
1. ॐ યાન્તુ દેવગણા: સર્વે પૂજામાદાય મામકીમ,
ઈષ્ટકામસમૃદ્ધયર્થં પુનર્અપિ પુનરાગમનાય ચ
2. ગચ્છ ગચ્છ સુરશ્રેષ્ઠ સ્વસ્થાને પરમેશ્વર,
મમ પૂજા ગૃહીત્મેવાં પુનરાગમનાય ચ