મકરસંક્રાંતિએ સર્જાઈ રહ્યો છે અમૃત યોગ, 12 રાશિના જાતકોને થશે લાભ જ લાભ

15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિના શુભ દિવસે શતભિષા નક્ષત્ર અને અમૃત યોગ છે.

મકરસંક્રાંતિ પર દાન, જપ અને ધાર્મિક અનુષ્ઠાન કરવા પર 100 ગણો લાભ મળે છે

Updated: Jan 13th, 2024


Google NewsGoogle News
મકરસંક્રાંતિએ સર્જાઈ રહ્યો છે અમૃત યોગ, 12 રાશિના જાતકોને થશે લાભ જ લાભ 1 - image
Image Social Media 
તા. 13 જાન્યુઆરી 2024, શનિવાર

Makar Sankranti 2024: આ વર્ષે મકરસંક્રાંતિ 15 જાન્યુઆરી સોમવારે ઉજવવામાં આવશે. જ્યારે સૂર્ય પૌષ મહિનામાં મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આ તહેવાર ઉજવવામાં આવે છે. આ શુભ દિવસે શતભિષા નક્ષત્ર અને અમૃત યોગ બની રહ્યો છે. મકરસંક્રાંતિ પુણ્યકાલ પોષ શુક્લ પક્ષની ચોથથી સવારે 9.29 સુધી છે, ત્યારબાદ પાંચમ તિથિ શરુ થઈ જાય છે. આ દિવસે સૂર્ય ભગવાન ઉત્તરાયણ થશે એટલે કે ઉત્તર તરફ જાય છે, જ્યારે સૂર્ય મકર રાશિમાંથી કર્કની ઉષ્ણકટિબંધ તરફ ઉત્તરાયણ તરફ જાય છે ત્યારે તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે, જ્યારે સૂર્ય કર્ક રાશિમાંથી દક્ષિણ તરફ જાય છે ત્યારે તેને દક્ષિણાયન કહેવામાં આવે છે. ઉત્તરાયણમાં દિવસ મોટો થાય છે અને દક્ષિણાયનમાં દિવસ નાના થાય છે.મકરસંક્રાંતિથી ઋતુ પરિવર્તન પણ શરૂ થાય છે.

મકરસંક્રાંતિના દિવસે દાન કરવાથી મળશે 100 ગણું ફળ 

ધાર્મિક માન્યતાઓ પ્રમાણે મકરસંક્રાંતિના દિવસે દાન, જપ અને ધાર્મિક અનુષ્ઠાનોનું વિશેષ મહત્વ રહેલું છે. આ દિવસે જે કોઈ વ્યક્તિ દાન કરે છે, તેને પુનર્જન્મમાં 100 ગણું ફળ મળે છે.

મકરસંક્રાંતિ પર તલનું મહત્વ 

  • શિયાળાની ઠંડીથી બચવા માટે તલનું તેલ અને તેની ચીક્કીનું મહત્વ છે.
  • પાણીમાં તલ નાખીને સ્નાન, તલના તેલની માલીસ, તલનો હવન તેમજ તલનું દાન કરવાથી પાપનો નાશ થાય છે.
  • આ દિવસે ખીચડી ખાવાથી અને ખીચડો બનાવવાનું મહત્વ છે. 
  • મકરસંક્રાંતિ તલ- ગોળના લાડુ ખાવાનું અને દાન કરવાનું મહત્વ છે.

મકરસંક્રાંતિ 2024માં આ 12 રાશિઓને થશે લાભ

મેષ અને વૃશ્ચિક રાશિ

આ બંને રાશિના લોકોને મકરસંક્રાંતિના દિવસે જમીનનું સુખ પ્રાપ્ત થઈ શકે છે.

વૃષભ અને તુલા 

મકરસંક્રાંતિના આ દિવસે આ જાતિના લોકોને વાહન અને મકાન સુખનો યોગ બની રહ્યો છે. બની શકે કે આ દિવસે તમે કોઈ નવી ગાડી અને મકાન ખરીદી શકો.

મિથુન અને કન્યા

મકરસંક્રાંતિના આ પર્વ પર આ બંને રાશિના લોકોને ધન લાભ થઈ શકે છે. જેથી તમારી આર્થિક પરિસ્થિતિ મજબૂત થશે.

કર્ક રાશિ

આ રાશિના લોકોનો સ્વામી ચંદ્ર છે. મકરસંક્રાતિના દિવસે બિઝનેસ સાથે જોડાયેલ જાતકોને લાભ થશે. તમારા અટકેલા કામોમાં સફળતા મળશે.

સિંહ રાશિ

આ રાશિના સ્વામી સુર્ય દેવ છે, મકરસંક્રાંતિના દિવસે તમને વાહન સુખની પ્રાપ્તિ થઈ શકે છે અને રાજનીતિક લાભ મળી શકે છે.

મકર અને કુંભ

મકર અને કુંભ રાશિના જાતકોને માટે સફળતાનો દિવસ હશે, તમારા અટકેલા કામ સત્વરે પુરા થશે. 

ધન અને મીન રાશિ

મકરસંક્રાંતિમા આ રાશિના જાતકોને તેમની પ્રતિષ્ઠામાં વધારો થશે. 


Google NewsGoogle News