13 અને 14 ડિસેમ્બરે થશે અદભુત ખગોળીય ઘટના, આકાશમાંથી થશે તારાઓનો વરસાદ, જાણો શું છે કારણ

આકાશમાંથી દર કલાકે 100 થી 150 તારા ખરશે

આ મહિને 13 અને 14 તારીખની વચ્ચે મોટી સંખ્યામાં તારાઓનો વરસાદ થશે

Updated: Dec 3rd, 2023


Google NewsGoogle News
13 અને 14 ડિસેમ્બરે થશે અદભુત ખગોળીય ઘટના, આકાશમાંથી થશે તારાઓનો વરસાદ, જાણો શું છે કારણ 1 - image
Image Envato 

તા. 3 ડિસેમ્બર 2023, શનિવાર 

Rain of stars from the Sky: આકાશમાંથી આગામી તા. 13 અને 14 ડિસેમ્બરના રોજ અદ્ભુત ખગોળકીય ઘટના થવાની છે. તમે ખરતા તારા વિશે ઘણીવાર સાંભળ્યુ હશે. તા. 13 અને 14 ડિસેમ્બરના રોજ ઘણી મોટી સંખ્યામાં દર કલાકે 100 થી 150 તારા ખરતા જોવા મળશે. ઉત્તરાખંડના વૈજ્ઞાનિકોએ આવો દાવો કર્યો છે. આ ખગોળકીય ઘટનાનું નામ જેમિનીડ ઉલ્કાપાત થશે. 24 ડિસેમ્બર સુધી તારાનો વરસાદ થવાની સંભાવના રહેલી છે. 

હકીકતમાં આ આકાશમાંથી પસાર થતી ઉલ્કાઓનો સળગતો મલવો છે

આ સાથે તમને જણાવી દઈએ કે, આ ખગોળકીય ઘટનાને ખરતા તારાના નામે પણ ઓળખાય છે. જો કે વાસ્તવિક રીતે જોઈએ તો આ ઘટનાને તારા ખરવા સાથે કોઈ સંબંધ નથી, કારણ કે આ આકાશમાંથી પસાર થતી ઉલ્કાઓનો સળગતો મલવો છે, પરંતુ તેને ઘરતી પરથી જોતા તારા ખરતા હોય તેવો અહેસાસ થતો હોય છે. 

આકાશમાંથી દર કલાકે 100 થી 150 તારા ખરશે

ઉત્તરાખંડના નૈનિતાલની વિજ્ઞાન શોધ સંસ્થાનના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, આ મહિને 13 અને 14 તારીખની વચ્ચે મોટી સંખ્યામાં તારાઓનો વરસાદ થવાનો છે. તેમણે કહ્યુ કે, આકાશમાંથી દર કલાકે 100 થી 150 તારા ખરશે. આ ઉપરાંત તેમણે કહ્યુ કે, આ ઘટના 24 ડિસેમ્બર સુધી થશે. વધુમાં તેમણે કહ્યુ કે, ઉલ્કાપાતનું નામ એ તારામંડળ અથવા નક્ષત્રના નામ પર રાખવામા આવે છે, જ્યાથી આ આવે છે. તેના આધારે જેમિનીડ ઉલ્કાપાત અથવા મિથુન રાશિ એટલે કે જેમિની  તારામંડળના નામ પરથી રાખવામાં આવ્યું છે. 


Google NewsGoogle News