2025માં અક્ષય તૃતીયા ક્યારે છે? જાણો સોનું ખરીદવાનો સૌથી શુભ સમય
Akshaya Tritiya 2025: વૈશાખ મહિનામાં આવતી શુક્લ પક્ષની તૃતીયા તિથિને અક્ષય તૃતીયા તરીકે ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે જે પણ શુભ કાર્યો કરવામાં આવે છે તેનું અક્ષય ફળ પ્રાપ્ત થાય છે. અક્ષય તૃતીયાના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ સાથે જ આ દિવસે સોનું, ચાંદી અથવા નવી વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે અબૂઝ મુહૂર્ત હોવાથી તમે કોઈપણ સમયે ખરીદી અથવા શુભ કાર્ય કરી શકો છો, પરંતુ જો તમે કોઈ ખાસ મુહૂર્તમાં સોનું ખરીદો તો દેવી લક્ષ્મી ખૂબ પ્રસન્ન થશે. ચાલો જાણીએ કે આ વર્ષે અક્ષય તૃતીયા પર સોનું અને ચાંદી ખરીદવાનું શુભ મુહૂર્ત કયુ છે.
2025માં અક્ષય તૃતીયા ક્યારે છે?
વૈશાખ શુક્લ પક્ષની તૃતીયા તિથિ 29 એપ્રિલ 2025ના રોજ સાંજે 5:31 વાગ્યે શરૂ થશે અને 30 એપ્રિલ 2025ના રોજ બપોરે 2:12 વાગ્યે સમાપ્ત થશે. ઉદિયા તિથિ પ્રમાણે આ તહેવાર 30 એપ્રિલે ઉજવવામાં આવશે.
આ પણ વાંચો: ભારતે સિંધુ જળ સંધિ અટકાવી તો દીધી પણ તેનો અમલ મુશ્કેલ? જેટલું સરળ દેખાય તેવું છે નહીં
અક્ષય તૃતીયા પૂજા મુહૂર્ત
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે અક્ષય તૃતીયાના દિવસે પૂજાનું શુભ મુહૂર્ત સવારે 5:42 વાગ્યાથી સવારે 9:00 વાગ્યા સુધી રહેશે.
શુભ કાર્યો માટે મુહૂર્ત
જો તમે કોઈ શુભ કાર્ય કરવા માગતા હોય તો તેના માટે સવારે 9:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી સારું મુહૂર્ત છે. તમે ગૃહ પ્રવેશ, નવો વ્યવસાય શરૂ કરી શકો છો અથવા અન્ય શુભ કાર્ય કરી શકો છો.
ખરીદીનો શુભ સમય
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ દિવસે તમે સવારે 9:00 વાગ્યાથી બપોરે 12:18 વાગ્યા સુધી સોનું, ચાંદી અથવા કોઈપણ નવી વસ્તુ ખરીદી શકો છો. શાસ્ત્રો પ્રમાણે જે વ્યક્તિ આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા છે, તેમના ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.