મહાકુંભમાં IIT બાદ હવે 'પહેલવાન બાબા'નું આકર્ષણ, ડોલે-શોલે જોઈ સૌ કોઈ અચરજમાં
Image: Facebook
Kumbh Mela 2025: પ્રયાગરાજના મહાકુંભથી દરરોજ નવા-નવા બાબા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલા છે. પહેલેથી IIT વાળા બાબા અભય સિંહ ખૂબ ચર્ચામાં છે અને હવે પહેલવાન બાબા છવાયેલા છે. કુંભમાં પહેલવાન બાબાના નામથી ફેમસ રાજપાલ સિંહે યુવાનોને નશાથી દૂર રહેવાનું અભિયાન ચલાવ્યું છે અને આ અભિયાનને આગળ વધારવાના હેતુથી તેઓ પ્રયાગરાજના મહાકુંભમાં પહોંચ્યા છે. તેમનું કહેવું છે કે દેશના યુવાનોને જગાડવાના છે. નશાને ભગાડવાના છે અને ભારતને વિશ્વ ગુરુ બનાવવાનો છે.
માથાના બળે ફૂટબોલ પર ઊભા રહેવાની ક્ષમતા
પોતાના હેતુ પર વાત કરતાં પહેલવાન બાબાએ કહ્યું કે 'અમે જ્યાં પણ જઈએ છીએ ત્યાં યુવાનોને જગાડીએ છીએ. મારી ઉંમર 50 વર્ષની થઈ ચૂકી છે પરંતુ હું એક હાથથી 10 હજાર પુશઅપ લગાવી દઉં છું. સાથે જ ચક્રીદંડ લગાવી દઉં છું, ફુટબોલના ઉપર પણ હાથના બળે ઊભો થઈ શકું છું. જ્યારે હું 50 વર્ષની ઉંમરમાં આટલી મહેનત કરી શકું છું તો આપણા યુવાનો આવું કેમ કરી શકતાં નથી. તેમને પ્રેરિત કરવાના હેતુથી જ મે આ અભિયાન ચલાવ્યું છે. આજના યુવાનો ખૂબ ભટકી ગયા છે. ખોટી સંગતમાં પડવાના કારણે, ખોટી વસ્તુઓ ખાવાના કારણે તે શારીરિક અને માનસિક રીતે કમજોર થઈ ચૂક્યા છે અને નશાની લતમાં છે. ઘરનું દેશી ભોજન ખાશે તો તે પણ મારી જેમ મજબૂત અને સ્વસ્થ થઈ જશે. મારા આસપાસ અને સગા-વ્હાલાંમાં અમુક બાળકો એવા હતાં જે રસ્તો ભટકી ગયા હતા તો મે તેમને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો અને માર પણ માર્યો પરંતુ તેમની પર કોઈ અસર પડી નહીં. દરમિયાન મે વિચાર્યું કે આવું અભિયાન ચલાવીને તેમને યોગ્ય માર્ગે લાવવામાં આવે.'
યુવાનોને સાચા રસ્તા પર આવવાની અપીલ
પહેલવાન બાબાનું કહેવું છે કે 'જેટલું આપણે કહેવાથી શીખવી શકતાં નથી તેના કરતાં વધુ આપણે બતાવીને શીખવી શકીએ છીએ. આ કારણે મે 50 વર્ષની ઉંમરમાં એક એવો માહોલ બનાવ્યો છે કે જ્યાં પણ જઉં છું પોતાની બોડી અને મહેનત બતાવીને યુવાનોને સાચા રસ્તા પર ચાલવાની અપીલ કરું છું. જો હું આ ઉંમરમાં આ કરી શકું છું તો યુવાન સાથી તો તેનાથી પણ વધુ કરી શકે છે. મારી પર દરરોજ 15-20 ફોન આવે છે અને લોકો પોતાના બાળકોની ખરાબ લત વિશે મને જણાવે છે. સાથે જ અમુક એવા છે જેમણે મારી વાત માનીને નશાની લત છોડી દીધી છે. જો મારા બતાવેલા રસ્તા પર ચાલીને કોઈનું કલ્યાણ થાય છે તો તેનાથી વધુ ખુશીની વાત કંઈ નથી.'
મહાકુંભમાં બાબાનો લુક પણ ચર્ચાનો વિષય બનેલો છે. તેઓ ભગવા રંગની ધોતી પહેરે છે અને માથા પર ભગવો સાફો તેમની ઓળખ બની ગયો છે. મોટાભાગના સમયે તેઓ કસરત કરતાં જ જોવા મળે છે. પહેલવાન બાબાને ઘણી મુશ્કેલ કસરતો કરતાં જોઈને લોકો ચોંકી જાય છે અને વિચારમાં પડી જાય છે કે આ ઉંમરમાં કોઈ આટલી સરળતાથી આવી કસરત કેવી રીતે કરી શકે છે. બાબાનું કહેવું છે કે 'જો કોઈ પણ માણસ સમાજના કલ્યાણ માટે કામ કરે છે તો તેનાથી મોટો સંત કોઈ નથી.