Get The App

માર્ચમાં 59 વર્ષ બાદ ગ્રહોનો મહાસંયોગ બની રહ્યો છે: આ 5 રાશિના જાતકોને ધનલાભ થશે

Updated: Feb 8th, 2025


Google News
Google News
માર્ચમાં 59 વર્ષ બાદ ગ્રહોનો મહાસંયોગ બની રહ્યો છે: આ 5 રાશિના જાતકોને ધનલાભ થશે 1 - image


Image: Freepik

Grah Maha Sanyog: જ્યોતિષ અનુસાર માર્ચ 2025નો મહિનો ગ્રહ-ગોચરની દૃષ્ટિથી ખૂબ ખાસ છે. કેમ કે આ મહિનામાં એક મોટી ખગોળીય ઘટના ઘટવાની છે. માર્ચમાં 6 ગ્રહ મીન રાશિમાં એકસાથે આવશે. દરમિયાન ગ્રહોની આવી સ્થિતિ દુર્લભ સંયોગ બનાવી રહી છે. રાહુ-શુક્ર મીન રાશિમાં પહેલેથી જ બિરાજમાન રહેશે. માર્ચ મહિનાની 29 તારીખે શનિનું પણ મીન રાશિમાં ગોચર થશે. આ સિવાય બુધ ગ્રહ પણ મીન રાશિમાં હશે જ્યારે 14 માર્ચે સૂર્ય દેવ પણ મીન રાશિમાં પ્રવેશ કરશે. 28 માર્ચે ચંદ્ર પણ મીન રાશિમાં આવી જશે. જે બાદ 29 માર્ચે 6 ગ્રહ એકસાથે મીન રાશિમાં એકત્ર થઈ જશે. ગ્રહોના આ મહાસંયોગથી 5 રાશિની કિસ્મત ચમકશે.

વૃષભ રાશિ

માર્ચમાં બનવા જઈ રહેલો ગ્રહોનો મહાસંયોગ વૃષભ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યો છે. આર્થિક લાભ થશે. આ સમય વૃષભ રાશિના જાતકો માટે સકારાત્મક માનવામાં આવી રહ્યો છે. ગ્રહોનો મહાસંયોગનો શુભ પ્રભાવ કરિયર, આરોગ્ય, નોકરી અને આર્થિક જીવન પર પણ જોવા મળશે. આ દરમિયાન કરિયરમાં જોરદાર પ્રગતિ જોવા મળશે. વેપારીઓને આ દરમિયાન ખૂબ નફો મળશે. નોકરીમાં પ્રમોશનની સ્થિતિ બની શકે છે. કાર્યક્ષેત્રમાં અધિકારીઓનો સાથ મળશે. દાંપત્ય જીવનમાં સુખ આવશે.

મિથુન રાશિ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માર્ચમાં બનવા જઈ રહેલા ગ્રહોના મહાસંયોગથી મિથુન રાશિના જાતકોનો સારો સમય શરુ થશે. આર્થિક સ્થિતિ પહેલેથી સારી થશે. નોકરીમાં ઇન્ક્રીમેન્ટ અને પ્રમોશન મળશે. આ દરમિયાન આરોગ્ય સારું રહેશે. વેપારમાં આર્થિક વધારો થશે. જમીનથી જોડાયેલા કાર્યોમાં ખૂબ નફો પ્રાપ્ત થશે. નોકરિયાત જાતકોને આ દરમિયાન કાર્યસ્થળ પર સારો માહોલ જોવા મળશે. અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે. વેપારના કાર્યમાં વિદેશ મુસાફરી કરવી પડી શકે છે. દરરોજ આવકમાં વધારો થશે. ધન લાભના ઘણા યોગ બનશે.

આ પણ વાંચો: શનિની ખરાબ દ્રષ્ટિથી બચવું હોય તો અવશ્ય કરવા જોઈએ આ 5 ઉપાય

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ધન લાભના યોગ બનશે. વેપારીઓને ખૂબ નફો મળશે. નોકરિયાત જાતકોને શુભ સમાચાર મળશે. દાંપત્ય જીવન સુખી રહેશે. વેપારમાં આર્થિક સ્થિતિ પહેલેથી સારી થશે. પૈતૃક સંપત્તિનો લાભ મળશે. નવવિવાહિત જાતકોને ખુશખબરી મળી શકે છે.

મકર રાશિ

મકર રાશિના જાતકોને જે લોકો આર્થિક તંગીથી ઝઝૂમી રહ્યા છે તેમની ચિંતા પૂરી થશે. દેવું કે ખર્ચાથી પરેશાન લોકોને રાહત મળી શકે છે. રૂપિયાથી જોડાયેલા કાર્ય ઝડપથી પૂરા થશે. માતા-પિતાથી આર્થિક સહયોગ મળશે. નોકરિયાત જાતકોનું પ્રમોશન થઈ શકે છે. નોકરીમાં સ્થાન પરિવર્તનનો પણ યોગ છે. વેપારીઓને આ દરમિયાન જોરદાર નફો મળશે. ધનની સ્થિતિમાં સુધારો થશે. 

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકોના કરિયર અને વેપારમાં લાભ થઈ શકે છે. વેપારીઓના જીવનમાં મનપસંદ સફળતા મળશે. કાર્યસ્થળ પર અધિકારી વર્ગથી સન્માન પ્રાપ્ત કરી શકે છે. નોકરીમાં પ્રમોશનનો યોગ બનશે. પૈતૃક સંપત્તિનો લાભ મળી શકે છે.

Tags :
AstroGrah-Maha-SanyogMarchZodiac-Signs

Google News
Google News