Get The App

5251 વર્ષ બાદ જન્માષ્ટમી પર બની રહ્યો છે આવો દુર્લભ યોગ: અવશ્ય કરો આ પાંચ ઉપાય

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
5251 વર્ષ બાદ જન્માષ્ટમી પર બની રહ્યો છે આવો દુર્લભ યોગ: અવશ્ય કરો આ પાંચ ઉપાય 1 - image


Janmashtami 2024 Upay: ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ 26 ઓગસ્ટ, 2024ના રોજ જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે. ધાર્મિક ગ્રંથો પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ 5251 પહેલા ભગવાન વિષ્ણુના આઠમા અવતાર તરીકે થયો હતો. જ્યોતિષીઓ અને પંડિતોના મતે આ વર્ષની જન્માષ્ટમીના અવસર પર બરાબર એ જ યોગો બની રહ્યા છે, જે 5251 વર્ષ પહેલા શ્રીકૃષ્ણના જન્મ સમયે દ્વાપર યુગમાં બન્યા હતા. દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ સોમવારે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમની તિથિના રોજ મધ્યરાત્રિએ થયો હતો. અને તે સમયે જયંતી નામનો શુભ યોગ થયો હતો.

5251 વર્ષ પહેલા રચાયો હતો આ યોગ 

ધાર્મિક ગ્રંથો પ્રમાણે જ્યારે ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો ત્યારે સોમવાર અને રોહિણી નક્ષત્રનો સંયોગ હતો. ચંદ્ર વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યો હતો. રોહિણી નક્ષત્ર, અષ્ટમી તિથિ, સ્વાર્થ સિદ્ધિ યોગ અને વૃષભસ્થ ચંદ્રના સંયોગથી જયંતિ યોગ બન્યો હતો. આ યોગ 5251 વર્ષ પછી 2024માં શ્રીકૃષ્ણના જન્મદિવસના અવસર પર બની રહ્યો છે. આ સાથે આ યોગમાં પૂજા અને ઉપવાસનું પણ વિશેષ મહત્ત્વ રહેલુ છે. આવો જાણીએ કે આ શુભ અવસર પર કયો ઉપાય કરવાથી ભગવાન શ્રીકૃષ્ણ જલ્દી જ પ્રસન્ન થઈ જશે અને તેમની મનોકામનાઓ પૂરી થશે?

જન્માષ્ટમી પર કરો આ વિશેષ ઉપાયો

પંજીરીના ઉપાયઃ 

જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણને પોતાના હાથે બનાવેલી પંજીરીનો ભોગ ધરાવો અને તેને ચઢાવો અને તેને પ્રસાદ તરીકે વહેંચો. તેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને પુણ્ય પણ મળશે. 

શ્રીખંડનો ભોગ લગાવો : 

આ પવિત્ર તહેવારના દિવસે ભગવાન લડ્ડુ ગોપાલને શ્રીખંડનો ભોગ લગાવો. ભગવાન શ્રીકૃષ્ણને શ્રીખંડ ખૂબ પ્રિય છે. ભોગ ચઢાવ્યા પછી તેને પ્રસાદ તરીકે વહેંચો. એવું કહેવાય છે કે તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને પારિવારિક જીવન સુખમય બને છે.

વાંસળીનો ખાસ ઉપાયઃ 

એવી માન્યતા છે કે, જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણને તેમની પૂજામાં વાંસળી અર્પિત કરવાથી તમામ ગ્રહ દોષ દૂર થાય છે અને ઘરમાં સુખ-શાંતિ વધે છે.

મોરપિંછનો વિશેષ ઉપાયઃ 

જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણના માથાને મોરપિંછથી તો સજાવવામાં આવે છે. પરંતુ આ દિવસે ભગવાનને શીતળતા આપવા માટે તમારે મોરના પીંછાથી પંખો બનાવીને તે પંખાથી હવા નાખવી જોઈએ. આ ખાસ ઉપાયથી ભગવાન કૃષ્ણ પ્રસન્ન થશે અને તમારી દરેક મનોકામના ચોક્કસપણે પૂર્ણ કરશે.

મંત્રનો જાપ કરવાના ઉપાયઃ 

જન્માષ્ટમીના દિવસે સવાર-સાંજ 108 વાર “ઓમ નમો ભગવતે વાસુદેવાય” મંત્રનો જાપ કરો. આ મંત્ર ભગવાન શ્રીકૃષ્ણને પ્રસન્ન કરે છે.


Google NewsGoogle News