500 વર્ષ બાદ 2 રાજયોગથી આ રાશિઓનું ભાગ્ય ખૂલશે, શનિ-શુક્ર પણ લાભ કરાવશે
Image Source: Freepik
અમદાવાદ, તા. 11 જાન્યુઆરી 2024 ગુરૂવાર
જ્યોતિષ વિદ્યા અનુસાર ગ્રહ પોતાની ચાલ બદલીને ઘણા શુભ અને અશુભ યોગનું નિર્માણ કરે છે, જેનાથી તમામ 12 રાશિઓ પ્રભાવિત થાય છે. લગભગ 500 વર્ષ બાદ બે રાજયોગનો અદ્ભુત સંયોગ બનવાનો છે, જેનાથી અમુક રાશિઓને પોઝિટિવ પરિણામ મળશે. માર્ચના મહિનામાં શુક્ર પોતાની ઉચ્ચ રાશિમાં બિરાજમાન રહીને માલવ્ય રાજયોગનું નિર્માણ કરશે. શનિ પોતાની ઉચ્ચ રાશિમાં બિરાજમાન રહીને શશ રાજયોગનું નિર્માણ કરશે. આવી સ્થિતિમાં બે રાજયોગનો સંયોગ ખૂબ શુભ માનવામાં આવી રહ્યો છે.
મિથુન રાશિ
શનિ-શુક્રનું ગોચર મિથુન રાશિના લોકો માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. વેપાર ક્ષેત્રે તમારુ માન-સન્માન વધશે. દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. વધુ પરિશ્રમ કર્યા વિના ધનનું આગમન થશે. સંપત્તિ મળવાના પણ યોગ બની રહ્યા છે. ઓફિસના તમામ ટાસ્કને સારી રીતે પૂરા કરી શકશો.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે શનિ-શુક્રનું આ ગોચર ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યુ છે. શનિ-શુક્રના શુભ પ્રભાવથી આ રાશિના જાતકોની પદ પ્રતિષ્ઠામાં વધારો થશે. સંતાન સાથે જોડાયેલા કોઈ શુભ સમાચાર મળી શકે છે. કામ સંદર્ભે વિદેશની યાત્રા કરવી પડી શકે છે.
કુંભ રાશિ
શનિ-શુક્રનું ગ્રહ ગોચર કુંભ રાશિના લોકો માટે લાભદાયી સાબિત થઈ શકે છે. કુંભ રાશિના જાતકોની આવકમાં વધારો થવાની શક્યતા છે. કાર્યક્ષેત્રે પ્રમોશન થવાના યોગ બની રહ્યા છે. બિઝનેસ કરનારને નવા ઈન્વેસ્ટર્સ મળી શકે છે. લગ્નજીવનમાં મધુરતા જળવાઈ રહેશે.