30 વર્ષ બાદ દિવાળીએ શનિ બનાવશે શુભ સંયોગ, આ રાશિના જાતકોને થશે લાભ
Shani Margi 2024: જ્યોતિષ શાસ્ત્રમાં શનિની ચાલને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. શનિ અઢી વર્ષે એકવાર બીજી રાશિમાં ગોચર કરે છે. આ પ્રકારે શનિને રાશિચક્ર પૂરૂ કરવામાં આશરે 30 વર્ષનો સમય લાગે છે. શનિ રાશિ પરિવર્તનની સાથે જ અમુક રાશિઓ પર શનિની સાઢેસાતી તેમજ ઢૈય્યા શરૂ થાય છે. શનિ વર્તમાનમાં પોતાની મૂળત્રિકોણ રાશિ કુંભમાં વક્રી અવસ્થામાં વિરાજમાન છે. શનિ 29 જૂન, 2024ના દિવસે વક્રી થયો હતો અને 15 નવેમ્બર 2024 સુધી આ અવસ્થામાં રહેશે. ત્યારબાદ કુંભ રાશિમાં પણ માર્ગી થઈ જશે. શનિની પોતાની સ્વરાશિ કુંભમાં માર્ગી થવું ઘણી રાશિઓ માટે લાભકારી રહેશે. ચાલો જાણીએ શનિ માર્ગીથી કોને-કોને લાભ મળી શકે છે.
વૃષભ રાશિઃ
શનિ માર્ગી વૃષભ રાશિના જીવનમાં ખૂબ ખુશીઓ લઈને આવશે. શનિના પ્રભાવથી આ રાશિના જાતકોને સકારાત્મક બદલાવ જોવા મળશે. વૃષભ રાશિના જાતકોને વેપાર તેમજ કરિયરમાં સારા પરિણામ મળશે. પોતાના લક્ષ્યને મેળવવામાં સફળતા મળશે. વૃષભ રાશિના નોકરી કરનાર વ્યક્તિઓને પ્રગતિ મળી શકે છે, તેમજ ધનની સારી આવક મળશે.
આ પણ વાંચોઃ 16 કે 17 ઓક્ટોબર, ક્યારે થશે શરદ પૂનમની ઉજવણી? જાણો સ્નાન-દાનનું મુહૂર્ત
મિથુન રાશિઃ
મિથુન રાશિના જાતકો માટે માર્ગી શનિ જીવનમાં ઘણાં મોટા બદલાવ લઈને આવશે. શનિના પ્રભાવથી મિથુન રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. જે વિસ્તારમાં જશો ત્યાં સફળતા મળશે. સામાજિક માન-પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. આ સિવાય ધન કમાવવાનો પણ નવો મોકો મળશે. પરિવારના સભ્યો સાથે સારો સમય વિતાવવા મળશે.
કુંભ રાશિઃ
કુંભ રાશિના જાતકો માટે શનિની માર્ગી શુભ રહેશે. હકીકતમાં શનિ પોતાની મૂળત્રિકોણ રાશિ કુંભમાં જ 30 વર્ષ બાદ માર્ગી થવા જઈ રહ્યો છે. શનિ પોતાના માટે નોકરી તેમજ વ્યવસાયમાં લાભકારી તક મળશે. આ સમયગાળામાં તમે જે ઈચ્છશો તે હાંસલ કરી શકશો. શનિની માર્ગીથી અટકેલું ધન પાછુ મળવાની સંભાવના છે.