178 વર્ષ બાદ સૂર્ય ગ્રહણ પર બની રહ્યો છે અદ્ભુત સંયોગ, આ 3 રાશિના જાતકોને મળશે રાજા જેવુ ધન-વૈભવ

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
178 વર્ષ બાદ સૂર્ય ગ્રહણ પર બની રહ્યો છે અદ્ભુત સંયોગ, આ 3 રાશિના જાતકોને મળશે રાજા જેવુ ધન-વૈભવ 1 - image


                                                        Image Source: Freepik

અમદાવાદ, તા. 12 ઓક્ટોબર 2023 ગુરૂવાર

હિન્દુ ધર્મમાં સૂર્ય ગ્રહણને અશુભ માનવામાં આવે છે તેથી આ સમયે કોઈ પણ શુભ અને માંગલિક કાર્ય કરવામાં આવતા નથી. વર્ષ 2023નું અંતિમ સૂર્ય ગ્રહણ 14 ઓક્ટોબર 2023, શનિવારે સર્વ પિતૃ અમાસના દિવસે છે. સૂર્ય ગ્રહણના તાત્કાલિક બાદ શારદીય નવરાત્રિ શરૂ થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દુર્લભ યોહ 178 વર્ષ બાદ બની રહ્યો છે. સર્વ પિતૃ અમાસના દિવસે થનાર સૂર્ય ગ્રહણની મોટી અસર તમામ રાશિના જાતકો પર પડશે. સૂર્ય ગ્રહણ પર બની રહેલો આ સંયોગ 3 રાશિના લોકો માટે ખૂબ શુભ રહેવાનો છે. આ લોકો માટે સૂર્ય ગ્રહણ ધન, પદ, પ્રગતિના યોગ બનાવશે. 

સૂર્ય ગ્રહણ પર થશે ભાગ્યોદય

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે વર્ષનું અંતિમ સૂર્ય ગ્રહણ ખૂબ સારૂ રહેવાનું છે. તમારા રોકાયેલા રૂપિયા મળી શકે છે. તમને નવી નોકરી મળી શકે છે કે કરિયરમાં કોઈ મોટુ પરિવર્તન થઈ શકે છે. તમારી જવાબદારીઓ વધશે. જીવનમાં સુખ મળશે. જૂની મુશ્કેલીઓ દૂર થશે. પરિવારની સાથે સારો સમય પસાર થશે.

તુલા રાશિ

વર્ષનું બીજુ અને અંતિમ સૂર્ય ગ્રહણ તુલા રાશિના જાતકોની કિસ્મત ચમકાવી શકે છે. સમાજમાં તેમને માન-સન્માન મળશે. તમારા વિરોધીઓના તમામ પ્રયત્નો નિષ્ફળ થશે. તમે જીતના પથ પર આગળ વધશો. રૂપિયાની સમસ્યા હંમેશા માટે ખતમ થશે. તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી થશે. સંપત્તિ સંબંધી મામલે લાભ મળી શકે છે. આવક વધશે, જૂના રૂપિયા મળશે.

મકર રાશિ

મકર રાશિના જાતકોને સૂર્ય ગ્રહણનો વિશેષ લાભ મળી શકે છે. આ જાતકોના જીવનમાં ધન-ધાન્યનો વધારો થશે. આવકના નવા સ્ત્રોત બનશે. ઘણા સમયથી રોકાયેલા કાર્ય ફરીથી શરૂ થઈ શકે છે. રૂપિયાની તંગી દૂર થશે. રોકાણથી લાભ થશે. વેપારમાં મોટો નફો થઈ શકે છે. નોકરીમાં નવી તક મળશે. જીવનમાં ખુશીઓ આવશે. 


Google NewsGoogle News