ગુરુ ગ્રહ 12 વર્ષ બાદ વૃષભ રાશિમાં કરશે પ્રવેશ, આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે
- જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુ ગ્રહને ખૂબ જ શુભ માનવામાં આવે છે
અમદાવાદ, તા. 11 માર્ચ 2024, સોમવાર
જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે તો તેની અસર તમામ રાશિના જાતકો પર સકારાત્મક અને નકારાત્મક રીતે પડે છે. ગ્રહોના ગુરુ દેવતા ગુરુ ટૂંક સમયમાં રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. ગુરુ દેવતા 1 મે થી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુ ગ્રહને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગુરુ દેવતાને ભાગ્ય, ધન અને ઐશ્વર્યનો કારગ્રહ માનવામાં આવે છે. હાલમાં દેવગુરુ ગુરુ મેષ રાશિમાં બિરાજમાન છે. ગુરુ 12 મહિના સુધી 1 રાશિમાં રહે છે. તો ચાલો જાણીએ કે દેવગુરુ ગુરુના ગોચરથી આગામી 1 વર્ષમાં કઈ રાશિઓને લાભ થવા જઈ રહ્યો છે.
મેષ રાશિ
ગુરુના ગોચરથી મેષ રાશિના જાતકોની સ્થિતિ એકદમ બદલાઈ જશે. તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આકસ્મિક લાભની સંભાવના બની રહી છે. દેવગુરુની કૃપાથી ધનની બચત પણ કરી શકાશે. કાર્યક્ષેત્રમાં માન-સમ્માન મળશે. કોઈ શુભ સમાચાર પણ પ્રાપ્ત થઈ શકે છે.
કર્ક રાશિ
ગુરુનું રાશિ પરિવર્તન કર્ક રાશિના જાતકો માટે ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યું છે. પ્રગતિના યોગ બની રહ્યા છે. આ રાશિના જાતકો કોઈ નવા કાર્યની શરૂઆત કરી શકે છે. વેપારીઓ માટે આ સમય શ્રેષ્ઠ માનવામાં આવી રહ્યો છે.
સિંહ રાશિ
ગુરુનું ગોચર સિંહ રાશિના જાતકો માટે અનુકૂળ માનવામાં આવી રહ્યું છે. કારોબારીઓને આ સમયે લાભ થઈ શકે છે. નોકરીમાં સારી પ્રગતિના યોગ બની રહ્યા છે. પૈતૃક સંપત્તિ લાભદાયી સાબિત થઈ શકે છે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે ગુરુનું ગોચર સારું માનવામાં આવી રહ્યું છે. આ સમયે ભાગ્યનો સાથ પ્રાપ્ત થઈ શકે છે. તમામ મનોકામનાઓ પૂર્ણ થશે. નોકરીના કારણે વિદેશ જવું પડે તેવી શક્યતા છે. વિવાહિત જીવન સુખમય રહેશે.